અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

સાવરકુંડલા તાલુકા મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી
અમરેલી, તા.૧૮ જૂન,૨૦૧૧ અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાની ચીખલી, નાની વડાળ અને હાથસણી પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-સાવરકુંડલા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૪/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-સાવરકુંડલાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર અને સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી અર્થે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-સાવરકુંડલાની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: