અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામામાં પ્રવેશ પામતાં બાળકોને ઉષ્‍માભર્યો આવકાર આપ્‍યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ઘોરણ-૧ માં પ્રવેશ પામતાં બાળકોને કંકુ તિલક અને મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યા આવકાર આપ્યો હતો. પાંચ ગામોની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં કુમાર-કન્યા મળી કૂલ – ૧૨૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના વિકાસ ક્ષેત્રે આઘારરૂપ બનેલી પાંચ શકિતઓ પૈકીની એક જ્ઞાન શકિતના માળખામાં ગુજરાત ગ્લોબલ એજયુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજકેટ, વાંચે ગુજરાત, વિઘાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વઘારો, ગુણોત્સવ, વિઘાસહાયકોની ભરતી, વિઘાદીપયોજના, સ્કોપ લેગ્વેંજ કાર્યક્રમ, નોલેજ સોસાયટીની સ્‍થાપના વગેરે કારણે ખૂબ સારી સમૃઘ્ઘિ આવી છે. અને ગુજરાતના વિઘાર્થીઓ વૈશ્વિક સિઘ્ઘિ પ્રાપ્ત કરી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી: