LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 19 જૂન, 2011
દિકરા અને દિકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્ધ્ અને સુખમય સમાજનું નિર્માણ કરીએ.-- મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના સહ પ્રભારી મંત્રીશ્રી જયસિંહ ચૌહાણએ પાલનપુર તાલુકાના લાલાવાડા, રતનપુર, મેરવાડા, ગોળા અને ઢેલાણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે વિકાસના આ યુગમાં શિક્ષણ વગર જરા પણ ચલાવી શકાય તેમ નથી તેમજ શિક્ષણ વગર વિકાસ કે સુખ સમૃધ્ધિ શકય નથી આ બાબતને લક્ષમાં લઇને રાજય સરકારશ્રી દ્વારા સર્વત્ર શિક્ષણની વ્યાપક સુવીધાઓ કરાઇ છે. તેનો લાભ લઇને બાળકોને ભણાવવા જોઇએ. તેમણે કહ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને ખુબ સારી સફળતા મળી છે. હવે દિકરીઓ પણ ખુબ સારા પ્રમાણમાં શિક્ષીત બની રહી છે. જેનાથી આવતી કાલ ઉજ્જવળ અને સુખમય બનવાની છે. મંત્રીશ્રી ચૌહાણે કહ્યું કે બાળકના અભ્યાસમાં પુરતી કાળજી રાખીને તેના રસ રૂચી અને આવડત પ્રમાણે આગળ ભણાવીએ. જેથી તે સરળતાથી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. તેમણે કહ્યું કે દીકરા અને દીકરીઓ વચ્ચે જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીને તેઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્ધ અને સુખમય પરિવાર તેમજ આદર્શ સમાજનું ઝડપથી નિર્માણ કરીએ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો