માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરની નિયુકિત કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્યવહાર કરવા અરજદારોએ મુખ્ય માહિતી કમિશ્રર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ભવન સેકટર-૧૮ ગાંધીનગર ૩૮૨૦૧૦ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભષ્ટ્રાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર-પ્રસાર સબંધે માહિતી કમિશ્રરની કચેરી બ્લોક નં.૭/૨ જો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો