અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

દુઃખ અને મુશ્‍કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે.- સાંસદ શ્રી નટુજી ઠાકોર.

ધાનેરા તાલુકાના ગામોમાં સાંસદ શ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિતે બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો.

શિક્ષણથી બાળકને જીવનની સાચી દિશા મળે છે.-ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિત


કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે રાજયસભાના સભ્‍યશ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિતે ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, અનાપુર છોટા, જનાલી, તાલેગઢ અને એડાલ ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ કારિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્‍છાઓ આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી નટુજી ઠાકોરે જણાવ્‍યું કે, દુઃખ અને મુશ્‍કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને સારૂ ભણાવવાથી તેમનું જીવન સુખ સમૃધ્‍ધીભર્યુ બને છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્‍તારો અને નાના માણસોની પુરતી કાળજી રાખીને સંખ્‍યાબંધ મહત્‍વના નિર્ણયો લીધા છે. શ્રી ઠાકોરે કહ્યું કે, રાજય સરકારશ્રીની અભિયાન સ્‍વરૂપ કામગીરીને લીધે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ક્રાંતિકારી સુખદ પરિવર્તન આવ્‍યું છે. તેમણે કહ્યું કે, બાળકોને સારૂ ભણાવીએ તેમજ પોષણયુકત આહાર આપીને તેમની તંદુરસ્‍તી જાળવીએ. સાંસદશ્રીએ ઉમેર્યું કે આપણી આજુબાજુ કે ગામમાં પણ કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ.

ટિપ્પણીઓ નથી: