અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

બનાસકાંઠા જિલ્‍લા
સ્‍વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જીલ્‍લા કક્ષાની રમત સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઇનામ અંગે.

ગુજરાત રાજયની સ્‍વર્ણિમ જયંતી ઉજવણી અંતર્ગત યોજાયેલ સ્‍વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જિલ્‍લા કક્ષાની રમતોની સ્‍પર્ધામાં પ્રથમ, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયેલ બનાસકાંઠા જિલ્‍લાના ખેલાડીઓને જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પાલનપુરની કચેરી દ્વારા ઇનામની રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જિલ્‍લાના વિજેતા ખેલાડીઓ પૈકી કોઇ ખેલાડીના ઇનામની રકમના ચેક મેળવવાના બાકી હોય તો તારીખ ૩૦/૬/૨૦૧૧ સુધીમાં પોતાની ઓળખના આધાર પુરાવા સાથે સિનીયર કોચ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, શિવ શકિત બિલ્‍ડિંગ, જિલ્‍લા પંચાયત ભવન સામે, પાલનપુરની કચેરી ખાતે રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે તા. ૩૦/૬/૨૦૧૧ પછી કોઇને ઇનામના ચેક મળશે નહીં અને સરકારશ્રીમાં પરત જમાં કરવામાં આવશે. તેમ સિનીયર કોચ, જીલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પાલનપુર, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.


કાંકરેજ તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા કલ્‍પસર વિભાગના અધિક સચિવ શ્રી પી. એલ. દરબાર.
કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે કલ્‍પસર વિભાગના અધિક સચિવશ્રી પી. એલ. દરબારએ બનાસકાંઠા જિલ્‍લાના કાંકરેજ તાલુકાના નગોટ, નાના જામપુરા, શાંતિનગર/તાણા, મૈડકોલ, અને ઇદ્રમણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું કે, કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્‍ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
અધિક સચિવશ્રીએ શિક્ષણ પર ભાર મુકતાં જણાવ્‍યું કે, શિક્ષણ ચમત્‍કાર સર્જે છે. અને માનવ જીવનમાં શિક્ષણ સુખ સમૃધ્‍ધિભર્યો જબરદસ્‍ત બદલાવ લાવે છે. તેથી દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્‍સવના અભિયાન રૂપે જ્ઞાન ગંગા લઇને સરકાર જયારે ૧૦ ડગલાં ભરી તમારા આંગણે આવે છે. ત્‍યારે આપણે ૨ ડગલાં ચાલીને બાળકોને શાળાએ મુકીએ.
અધિક સચિવશ્રી પી. એલ. દરબારે કહ્યું કે, બાળકોને ભણવા માટે શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ અને શાળામાં મધ્‍યાહન ભોજનની સુંદર વ્‍યવસ્‍થા છે. તેનો લાભ લઇ બાળકોને સારૂ ભણાવીએ તેમણે કન્‍યા કેળવણી ઉપર ભાર મુકતાં કહ્યું કે, માતાઓ ભણેલી હશે તો બાળકોનાં શિક્ષણ અને ઘડતરમાં વધુ સારૂ ધ્‍યાન આપી શકશે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને જૈન સંઘ ઇન્‍દ્રમણા તરફથી સ્‍કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્‍વી સફળતા મેળવનાર બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. અને ધો. ૮ ના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું,
શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે માજી ધારાસભ્‍ય શ્રી માનસિંહજી વાઘેલા, જીલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી ડી. ડી. ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી રમેશભાઇ પટેલ, શ્રી એમ. ડી. પટેલ, શ્રી વી. વી. મકવાણા, અધિકારીઓ તથા વિશાળ સંખ્‍યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


દિયોદર તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણ.
કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણએ બનાસકાંઠા જિલ્‍લાના દિયોદર તાલુકાના માનપુરા, ધુણસોલ, કોતરવાડા, ફાફરાળી અને નોખા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું કે, કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્‍ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને સ્‍કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્‍વી સફળતા મેળવનાર બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું,
શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે જીલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી નાગજીજી ચૌહાણ, સી. આર. સી. કો.-ઓર્ડિનેટર શ્રી એલ. જે. પઢાર, અધિકારીઓ તથા વિશાળ સંખ્‍યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો બદલી કેમ્‍પ તા. ૧૯ જુનના રોજ પાલનપુર ખાતે યોજાશે.
બનાસકાંઠા જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો જીલ્‍લા/તાલુકાનો અરસ-પરસ બદલી અંગેનો કેમ્‍પ તારીખ ૧૯/૬/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સર્વ શિક્ષા અભિયાન મિશનની કચેરી (બ્રાન્‍ચ શાળા નંબર-૧), ગઠામણ દરવાજા, પાલનપુર મુકામે રાખવામાં આવેલ છે. આ કેમ્‍પમાં અરસ-પરસ બદલીનો લાભ લેવા ઇચ્‍છતા તમામ સંબંધિત શિક્ષકોએ જરૂરી સાધનિક કાગળો સાથે કેમ્‍પમાં સ્‍વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા જીલ્‍લા પ્રાથમીક શિક્ષણાધકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: