સુરેન્દ્રનગર, તા.૧૮/૬ઃ- નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ખેડૂત તાલીમ કેન્દ્ર દ્રારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને ખાતરમાં કોઇ એક ચોકકસ બ્રાન્ડનો આગ્રહ ન રાખતા બજારમાં મળતા નિયત ધારા ધોરણવાળા ખાતરો બીલથી ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂત તાલીમ કેન્દ્રની યાદીમાં જણાવ્યા મુજબ હાલ ખરીફ-૨૦૧૧ સીઝન થતાં આથી પિયત સુવિધા ધરાવતા ખેડૂતો પાકનું આયગોતરું આયોજન કરી રહયાં છે. જિલ્લાની ફોપીંગ પેટર્નને ધ્યાને લઇ રાસાયણિક ખાતરની જરૂરીયાતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં ખેડૂતોને રાસાયણિક ખાતરની અછત જણાય છે. રાસાયણિક ખાતર ઉત્પાદક કંપનીઓને ઝડપી સપ્લાય કરવા સંબંધિત વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવે જ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો યુરીયા, ડી.એ.પી.માં બ્રાન્ડ નેમનો આગ્રહ રાખી અન્ય કંપનીના રાસાયણિક ખાતરો ઉપલબ્ધ હોવા છતાં ખરીદતાં નથી, જે બારબર નથી તમામ ખાતરોમાં તેના ધોરણો પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ તત્વોના ટકા હોય છે.
વધુમાં જિલ્લાના રાસાયણિક ખાતરો વેચતા તમામ વિક્રેતાઓએ તેઓની દુકાન, પેઢી કે ઓફિસની બહાર તેઓ દ્વારા વેચાતા તમામ રાસાયણિક ખાતરોના નામ, તેના ટકા, સ્ટોક તથા ૧ થેલીનો ભાવ વગેરે વિગત દર્શાવતું બોર્ડ દિવસ-૩ માં ફરજીયાત રાખવાનું રહેશે, જેથી ખેડૂતો દુકાનના બોર્ડમાં વિગતો જોઇ સરળતાથી ખાતર ખરીદી શકે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો