ગાંઘીનગર:
જિલ્લામાં પ્રથમ તબકકાનાં એટલેકે ગ્રામ્ય વિસ્તારનાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં કૂલ- ૮૮૨૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. તા. ૧૬મી જૂનથી શરુ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બે દિવસ દરમ્યાન કૂલ- ૧૭૯ ગામોમાં કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં પ્રથમ દિવસે કૂલ- ૪૬૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે જેમાં કૂલ-૨૪૩૩ કુમાર તથા કૂલ-૨૧૭૮ કન્યાઓનું નામાંકન કરવામાં આવ્યુ હતુ તથા કૂલ- ૭૦ કન્યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા.
તા. ૧૭મી જૂનનાં રોજ કૂલ- ૪૨૧૪ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જેમાં કૂલ- ૨૦૬૩ કન્યાઓ તથા કૂલ- ૨૧૫૧ કુમારોએ પ્રવેશ મેળવ્યો હતો.તથા કૂલ- ૫૪ કન્યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા.
જિલ્લામાં પ્રવેશપાત્ર બાળકોમાં ગાંધીનગર તાલુકામાં કૂલ ૨૩૪૬ બાળકોએ, દહેગામ તાલુકામાં કૂલ ૨૭૨૫ બાળકોએ, માણસા તાલુકામાં કૂલ- ૧૧૩૯ બાળકોએ અને કલોલ તાલુકામાં કૂલ- ૨૬૧૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો