અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

બાળકોમાં શિક્ષણની રૂચિ જગાડવા શિક્ષકની સાથે વાલીઓએ પણ જાગૃત થવું જરૂરી - ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા પીપરડી ખાતે ર૦ બાળકોનો શાળાપ્રવેશ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયનો કોઇપણ બાળકને શિક્ષણથી વંચિત ન રાખવા અનુરોધ

રાજકોટ તા. ૧૭ જુનઃ રાજયના તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય તેવા ઉદેશથી તા. ૧૬,૧૭ અને તા. ૧૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્‍સવ મહાઅભિયાન સમગ્ર રાજયમાં આરંભાયું છે એના ભાગરૂપે આજે લોધીકા તાલુકાના નાનકડા એવા પીપરડી ગામમાં ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયની પ્રેરક ઉપસ્‍થિતિમાં ર૦ થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો.
ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ ગુજરાતને વધુ સમૃધ્‍ધ બનાવવા શિક્ષણની બાબત પર ભાર મૂકયો હતો તેમણે બાળકમાં શિક્ષણની રુચિ જગાડવા શિક્ષક અને વાલી બન્‍નેએ જાગૃત રહેવું પડશે તેમ જણાવ્‍યુ હતું. શ્રીમતિ બાબરીયાએ દીકરો કે દિકરીના ભેદભાવ મિટાવી શિક્ષણ માટે બન્‍ને સાથે સમાનભાવ દાખવવા અનુરોધ કર્યો હતો. રાજય સરકારે સર્વાંગી વિકાસમાં શિક્ષણને પ્રાધાન્‍ય આપ્‍યું હોવાનો પણ ઉલ્‍લેખ કર્યો હતો.
જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે રાજયમાં શિક્ષણના દરને ઉંચો લાવવા આરંભાયેલા આ મહાઅભિયાનમાં સૌના સહકારની અપેક્ષા વ્‍યકત કરી હતી અને કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવી ખેવના કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે શિક્ષણની ગુણવત્તા પર પુરતુ લક્ષ આપવા શિક્ષકે સત પ્રયત્‍નશિલ રહેવું જોઇએ તેમ જણાવી દરેક બાળકને વ્‍યકિતગત રીતે શિક્ષણ મળે તેવી બાબત પર ભાર મૂકયો હતો.
તાલુકા પંચાયત લોધીકાના પ્રમુખશ્રી ભરતસીંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.
જિલ્‍લા શિક્ષણ અધિકારી શ્રી કે.ડી.બગડાએ શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળકના નામાંકન સાથે તેનું સ્‍થાયીકરણ પણ થાય તે બાબતે કાળજી લેવા શિક્ષકોને જણાવ્‍યુ હતુ. તેમણે શિક્ષણ કાર્યમાં ગુણવત્તા જળવાય તે પ્રયાસો કરવા પણ શિક્ષકને અનુરોધ કર્યો હતો.
આ શાળામાં નામાંકન થયેલ ર૦ ઉપરાંત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું.
કાર્યક્રમના અંતમાં મુખ્‍યમંત્રીશ્રીના શંદેશનું વાંચન અને પ્રતિજ્ઞાપત્રનું વાંચન પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોને બહોળી સંખ્‍યામાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્‍યશ્રી ભાનુબેન બાબરીયા તેમજ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે અભેપર અને રતનપર ગામોએ શાળામાં પ્રવેશતા બાળકોના નામાંકન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભણ્‍યો નથી એનું જરુર દુઃખ છે
પણ મારા દિકરાના બાળકોને શાળામાં દાખલ કરવાનો એટલોજ આનંદ છે.
રાજકોટ તા. ૧૭ જુનઃ અમે તો અમારી આખી જીંદગી ઘોડા ખેલવવામાં પસાર કરી દીધી. ભણતરનું કોઇ માતમ કયારેય સમજયા નહીં હવે ઘણું દુઃખ થાય છે અને એમ લાગે છે કે ભણ્‍યા હોતતો કયાંક બે ચોપડી વાંચી શકતો હોત. હવે અમારૂ જીવતર તો પુરું થયું પણ અમારી આગલી પેઢી શિક્ષણમાં પાછળ ન રહી જાય એટલે મારા દિકરાની દિકરીને બાળમંદિરમાં અને મારા પૌત્રને પહેલા ધોરણમાં દાખલ કરવા આવ્‍યો છું.
આ શબ્‍દો લોધીકા તાલુકાના પીપરડી ગામમાં શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ગામના વયોવૃધ્‍ધ નવલસિંહ માનસિંહ જાડેજાના હતા.
શ્રી નવલસિંહના ચહેરા પર ભણ્‍યા નહીં હોવાનો અફસોસ જરૂર હતો. પણ તેના પૌત્ર અને પુત્રીને શાળામાં નામાંકન કરવાનો એટલોજ આનંદ સ્‍પષ્‍ટ જોવા મળતો હતો.
આજે શાળામાં પ્રવેશવા આવેલા એમના પૌત્ર-પૌત્રી ને લીધે ધોળી પૂણી જેવી મૂછોવાળા અશિક્ષિત નવલસિંહના ચહેરા પર અનેરો સંતોષ અને આનંદ છવાયેલો જોવા મળ્યો.

બાળકોમાં શિક્ષણની રૂચિ જગાડવા શિક્ષકની સાથે વાલીઓએ પણ જાગૃત થવું જરૂરી
- ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા
પીપરડી ખાતે ર૦ બાળકોનો શાળાપ્રવેશ
જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયનો કોઇપણ બાળકને શિક્ષણથી વંચિત ન રાખવા અનુરોધ

ટિપ્પણીઓ નથી: