અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

કન્‍યા કેળવણી માટે શ્રીમાંધાતાસિંહનું સ્‍તુત્‍ય પગલું ત્રણ તાલુકાના ૧૫ ગામોની શાળા અને આંગણવાડીના વિકાસ માટે રૂ. ૧.પ૦ લાખના અનુદાનની જાહેરાત

રાજકોટ તા. ૧૭ જુનઃ સમગ્ર રાજયમાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કન્‍યા કેળવણીના આ મહાપર્વમાં અનેક મહાનુભાવો પણ પોતાના કિંમંતી સમયનું યોગદાન આપીને રાજય સરકારના આ ફળદાયી કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય છે. ત્‍યારે રાજકોટ જીલ્‍લાના પડધરી, ટંકારા અને રાજકોટ તાલુકાના ૧૫ પંદર ગામોમાં રાજય પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી માંધાતાસિંહજી જાડેજાની સવારથી સાંજ સુધી આ વિસ્‍તારની શાળાઓમાં બાળકોના નામાંકન પ્રસંગે પ્રેરક ઉપસ્‍થિતી જોવા મળી હતી.
શ્રી માંધાતાસિંહજી જાડેજા પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિકાસ માટે તેમના બે દિવસના પ્રવાસ દરમ્‍યાન રાજકોટ તાલુકાના સાતડા, બેટી હીરાસર, પારેવાડા, જુના-નવા રામપર, પડધરી તાલુકાના ઉકરડા, હરીપર, વણપરી, દેપાળીયા, ગોવીંદપર વગેરે ગામોએ શાળા પ્રવેશોત્‍સવ દરમ્‍યાન દશ ગામોમાં દરેકને રૂ. ૧૦ હજાર મળી કૂલ રૂ. ૧ લાખના અનુદાનની જાહેરાત કરી છે જયારે તેમના આવતીકાલે ટંકારા તાલુકાના હરિપર, વિજયનગર, કાગદડી, સુખપર અને આંણદપર ગામોના શાળા પ્રવેશોત્‍સવ દરમ્‍યાન રૂ. ૧૦ હજાર મળી પાંચ ગામોમાં રૂ. પ૦ હજારના અનુદાનની જાહેરાત કરશે તેમ એક મુલાકાતમાં જણાવ્‍યુ હતું.

ટિપ્પણીઓ નથી: