રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીરનો પ્રવાસ કાર્યક્રમ
પોરબંદર,તા.૧૭ઃ- સામાજિક શૈક્ષણીક રીતે પછાત વર્ગના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર તા.૧૯ જુન ના રોજ સવારે ૧૦ કલાકે અત્રે અલ.ગોષિયા રોડ, મેમણવાડ ખાતે અલ.ગૌષિયા ઓલ મુસ્લિમ ખિદમત કમીટી આયોજીત જશ્ને સમુહ શાદીના કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યક્રમ પૂર્ણ થયે કચ્છના રતનાલ જવા રવાના થશે.
પોરબંદર જિલ્લામાં સંકલન સમિતિની બેઠક તા.૨૮ જુન ના રોજ મળશે.
પોરબંદર,તા.૧૭ઃ- પોરબંદર જીલ્લા સંકલન-સહ-ફરિયાદ સમિતિની બેઠક તા.૧૮ જુનના બદલે હવે તા.૨૮ જુનના રોજ સવારે ૧૧ કલાકે અત્રે કલેકટર કચેરીના સભા ખંડમાં મળશે. તેમ જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે.
પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા સમિતિની બેઠક તા.૨૮ જુનના રોજ મળશે.
પોરબંદર,તા.૧૭ઃ- પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક આગામી તા.૨૮ મી જુનના રોજ સાંજે ૫.૩૦ કલાકે અત્રે કલેકટર કચેરીના સભાખંડમાં મળશે. જેમાં સંબંધકર્તા શ્રી ઓને ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો