રામકુમારના હસ્તે નાનકડી આદર્શ શાળા સોલધરા ખાતે બાળકોનું નામાંકન ઃ
ચીખલી તાલુકામાં ૮૦ જેટલા બાળકોનું નામકરણ કરાવતા વનસંરક્ષક શ્રી રામકુમાર વાંસદા તાલુકામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની સાથે રોજગારલક્ષી માર્ગદર્શનઃ
નિરપણ, રાયબોર, માનકુનિયા, ચોરવણી ખાતે ૧૦૦ થી વધુ બાળકોને શાળા પ્રવેશ ઃ
નવસારીઃ
જિલ્લા રોજગાર અધિકારી શ્રી.કે.જી.શેખ દ્વારા વાંસદા તાલુકાના ઊંડાણના ગામોમાં કન્યા કેળવણી પ્રસંગે નિરપણ, રાયબોર, માનકુનિયા, ચોરવણી પ્રાથમિક શાળા ખાતે ૧૦૦ થી વધુ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. સાથે તેમણે ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી, બેરોજગાર યુવક, યુવતીઓને જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજો માળ, જુનાથાણા, નવસારી સંપર્ક કરવા જણાવ્યુ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી ગુલાબભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન રોજગારી પ્રાપ્ત કરવા તથા છેવાડાના આદિજાતિ વિસ્તારના બેરોજગાર યુવાનની ધરઆંગણે રોજગારી મેળવવા રોજગાર અધિકારીશ્રી શેખ દ્વારા માર્ગદર્શન પૂラરુ પાડવામાં આવ્યું હતું.
માણેકપોર, વેગામ, વગલવાડ, ગડત અને પાથરી ગામે ૬૫ બાળકોનું નામાંકન થયું ઃ
શિક્ષણથી જ સાચી રોશની થાય છે- કેરશીદાબુ
નવસારીઃ
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી આવો કાર્યક્રમ રાજ્યના દરેક ગામડે મંત્રીશ્રીઓ અને અધિકારીઓ ફરીને બાળકોને જીવનના પ્રથમ પગથીયા ચઢાવવાની શરૂઆત કરાવે છે. શિક્ષણથી જ બાળકમાં સાચી રોશની પેદા થાય છે, એમ નાણાં વિભાગના સભ્યશ્રી કેરશી દાબુએ આજે ગણદેવી તાલુકાના માણેકપોર ગામે ૨૩ બાળકોના શાળા પ્રવેશ આંપતા જણાવ્યું હતું.
શ્રી દાબુએ વધુમાં જણાવ્યું કે આજે ગણદેવી તાલુકાના માણેકપોર, વેગામ, વગલવાડા, ગડત અને પાથરી ગામે ૬૫ બાળકોનું નામાંકન કરવામાં આવ્યુ છે ત્યારે આ બાળકો ધોરણ ૮ સુધીનો આ શાળા ખાતે અભ્યાસ પૂરો કરે અધવચ્ચેથી ડ્રોપ આઉટ ન કરે તેની જવાબદારી વાલીઓ ,સમાજ અને શિક્ષકો સ્વીકારવી પડશે. દરેક બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી ર્ડાક્ટર, એન્જિનીયર, વકીલ કે વૈજ્ઞાનિક બને એવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે બી.આર.સી.કોઓડીનેટર શ્રીમતી કલ્પનાબેન પટેલે ઉપસ્થિત વાલીઓને શીખ આપતા જણાવ્યું કે, પોતાનું બાળક નિયમિત શાળાએ આવે, સારુ શિક્ષણ મેળવે તેની ચીવટ રાખવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાકક્ષાના વાણિજય વિભાગના આસી.કમિશનરશ્રી આર.જી.ઝુજ, સીડીપીઓ શ્રીમતી રંજનબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી સદગુણાબેન પટેલ, દરેક ગામના સરપંચશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, આંગણવાર્ડી વર્કરો, ગ્રામજનો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
નવસારી જિલ્લાના ભાડાપેટેથી જમીન ધરાવનારાઓ બાકી રકમ ભરપાઈ કરી જવા તાકીદઃ
નવસારીઃ
નવસારી જિલ્લામા જે વ્યકિતઓએ/સંસ્થાઓએ/મંડળીઓએ વિવિધ હેતુ માટે ભાડાપેટેથી જમીન મેળવેલ હોય અને ભાડાપટાની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેવા તમામ પટ્ટેદાર બાકીદારોને જણાવવામાં આવે છે કે, એક માસની અંદર તાત્કાલિક ભાડાપટાની બાકી રકમ ભરપાઈ કરી દેવાની રહેશે. લાભાર્થીની અગાઉની ભાડાપટાની બાકી રકમ પણ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવે છે. પટેદાર રકમ બાકીમાં છે તેવા પટેદારો જો ભાડાપટાની બાકી રકમ ભરપાઈ કરશે નહી તો તેમની સામે કાયદાકીય પગલા લેવાની ફરજ પડશે.જો આ સુચનાનું પાલન નહી કરવામાં આવે તો સબંધિત પટેદારો સામે કાયદાની જોગવાઈઓ મુજબ પગલા ભરવામાં આવશે. જેની સબંધિતોએ નોંધ લેવા કલેક્ટરશ્રી, નવસારીની યાદીમાં જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સવ નિરંતર શિક્ષણ આપતાં રહેશે ઃ પોલીસ અધિક્ષક શ્રી પી.બી.ગોંદીયા
તવડી, સાગરા, મીરઝાપુર, અલુરા અને કડોલી ગામે ૪૫ ભુલકાંઓને પ્રવેશ અપાયો ઃ
નવસારીઃ
છેલ્લા નવ વર્ષથી કન્યા કેળવણી/ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે તા.૧૬ જુન થી આ ઉજવણી ચાલુ કરવામાં આવી છે. આ શાળા પ્રવેશોત્સવ બાળકોમાં નિરંતર શિક્ષણ આપતો રહે છે એમ જલાલપોર તાલુકામાં બાળકોના નામાંકન કાર્યક્રમ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી પી.બી.ગોંદીયાએ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન તવડી, સાગરા, મીરઝાપુર, અલુરા અને કડોલી શાળામાં ધોરણ-૧ માં ભુલકાંઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આવા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થી શિક્ષણનું સ્તર ઊંચુ આવ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો શુન્ય ટકા થયો છે, જે આવા ઉત્સવને આભારી છે. વાલીઓ અને શિક્ષકોએ દિલથી કામ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. ગામનું બાળક ઊંચી ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવતું થાય તેની જવાબદારી સમાજે પણ ઉપાડવી જોઇએ.
આ પ્રસંગે ગામના દાતા વલ્લભભાઇ પટેલે શાળામાં દાખલ થયેલા તમામ બાળકોને યુનિફોર્મ આપવાની જાહેરાત કરી હતી અને દરવર્ષે શાળાના બાળકોને શિક્ષણના કિટ્સ પણ આપે છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાના ભુલકાંઓને શિક્ષણના કિટ્સ અને આંગણવાડીના બાળકોને રમતગમત-રમકડાંના કિટ્સ આપવામાં આવ્યાં હતાં.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કન્નર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નીતાબેન, આઇસીડેએસના શ્રીમતી પુષ્પાબેન, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી જશુબેન આહિર, તાલીમ અધિકારી નિલેશભાઇ, સીઆરસી અશોકભાઇ, સરપંચ શ્રી કેતનભાઇ, વાલીઓ, ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહયાં હતાં. શાળાના આચાર્ય શ્રી દિપકભાઇ પટેલે કાર્યક્રમનું સંચાલન અને અંતમાં આભારવિધિ કરી હતી.
જલાલપોર તાલુકામાં ૨૬૦ બાળકોનું નામાંકન ઃ
નવસારીઃ
રાજયભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી/શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં પણ આ ઉત્સવને સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. જલાલપોર તાલુકાના માણેકપોર સુગર ફેકટરી મરોલી, કોલાસણા, મહુવર અને મરોલી ખાતે ૨૬૦ જેટલા બાળકોના નામાંકન સિંચાઇ મામલતદાર શ્રી બી.બી.મહાજને કરાવ્યાં હતાં. નાના ભુલકાંઓ જીવનના પ્રથમ પગથિયા ઉપર પગ મુકે છે ત્યારે આ શાળામાં દાખલ થવા બાદ અધવચ્ચેથી શાળા ન છોડે અને પુરેપુરું શિક્ષણ મેળવી સારા નાગરિક બને એવી શીખ આપી હતી. શાળામાં દાખલ થનાર તમામ બાળકો ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી દેશ અને રાજયની સેવામાં જોતરાય તેવી શીખ પણ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાના ભુલકાંઓને શિક્ષણના કિટ્સ અને આંગણવાડીના બાળકોને રમતગમતના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દરેક ગામના સરપંચશ્રી, ગ્રામજનો, સુગર ફેકટરીના હોદેૃદારો, વાલીઓ, બાળકો, સીઆરસીના નટવરલાલ ટંડેલ અને દિવ્યાબેન પટેલ ઉપસ્થિત રહયાં હતાં. અંતમાં શાળાના આચાર્યશ્રીએ આભારદર્શન કર્યુ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો