અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું ફેસબુકફેન પેજ હવે નવા રૂપરંગમાં

વિખ્‍યાત સોશ્‍યલ નેટવર્ક ફેસબુક ઉપર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તાવાર ફેનપેજને હવે નવો દેખાવ આપવામાં આવ્યો છે. નવા રંગરૂપ સાથે હવે આ પેજને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે અને સાથે જ તેમાં સંખ્યાબંધ નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેમના ફેસબુક પર ત્રણ લાખ જેટલા યુઝર્સ જોડાઈ ચુક્યા છે અને રોજેરોજ બીજા હજ્જારો ચાહકો તેમાં જોડાઈ રહ્યા છે.
ફેનપેજનાં આ નવસંસકરણમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનાં મંત્રમુગ્ધ કરી દે તેવાં વક્તવ્યો, બ્લોગ, સમાચાર અને તેની સાથે જોડાયેલી ઘટનાઓની માહિતી વણી લેવામાં આવી છે, જે મુખ્યમંત્રીશ્રીનાં પ્રતિભા સંપન્‍ન વ્યક્તિત્વની ઝલક મેળવવાનો અવસર આપશે. આ ઉપરાંત, નવી ડિઝાઈનને કારણે ફેનપેજ ઉપર ચાહકો વધુ સરળતાથી પોતાનાં અભિપ્રાયો વ્યક્ત કરી શકશે. જુદા જુદા વિભાગોમાં જઈને સર્ચ કરવાને બદલે, હવે પેજ ઉપર એક ઈન્ડેક્ષ આપવામાં આવી છે જેનાં દ્વારા સરળતાથી વિવિધ માહિતી સર્ચ કરી શકાશે. ફેનપેજમાં વાઈબ્રન્ટ અને હળવા રંગોનાં સંયોજનથી વાંચનને આરામદાયક બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી કામકાજની સતત વ્યસ્તતા છતાં પણ ટ્વીટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ ઉપર સક્રિય રીતે પોતાના મંતવ્‍યો આપે છે. તેમનાં ચાહકો તેમની વાતો અને નિવેદનોને દુનિયાભરમાં ટ્વીટ કરતાં રહે છે. ભૌતિક જગત ઉપરાંત સાયબર જગતમાં પણ તેમનો મોટો ચાહકવર્ગ છે. રાજ્યવહીવટમાં નવો ચીલો પાડવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકના આ નવા ફેજપેજ દ્વારા સાયબર જગતમાં પણ નવો ચીલો પાડ્યો છે. તેમનાં પોર્ટલ www.narendramodi.in ને વર્ષ ૨૦૧૦માં “બેસ્ટ સોશિયલ મિડિયા ઈનિશિયેટીવ” નો ઈ-ગવર્નેન્સ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

શાળા પ્રવેશોત્‍સવ દરમ્‍યાન ગાંધીનગર જિલ્‍લામાં કૂલ ૧૨૪૩૭ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો

સૌથી વધુ નામાંકન ગાંધીનગર તાલુકામાં થયું કૂલ- ૩૫૬૦ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો
ગાંધીનગર જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવમાં કૂલ-૧૨૪૩૭ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે. તા. ૧૬મી જૂનથી તા. ૧૮મી જૂન દરમ્‍યાન યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ દરમ્‍યાન કૂલ- ૨૯૦ ગામોમાં કાર્યક્રમ યોજાઇ ગયો શાળા પ્રવેશોત્‍સવની સાથે સાથે કૂલ- ૧૧૮૪૮ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્‍યો છે જેમાં કૂલ ૬૨૧૩ કુમાર અને કૂલ-૫૬૩૫ કન્‍યાઓનો સમાવેશ થાય છે.
તા. ૧૮મી જૂનનાં રોજ કૂલ- ૩૬૧૨ બાળકોને પ્રવેશ કરાવ્‍યો હતો. જેમાં કૂલ- ૧૭૩૫ કન્‍યાઓ તથા કૂલ- ૧૮૭૭ કુમારોએ પ્રવેશ મેળવ્‍યો હતો.તથા કૂલ- ૮૫ કન્‍યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા હતા.
જિલ્‍લામાં પ્રવેશપાત્ર બાળકોમાં ગાંધીનગર તાલુકામાં કૂલ ૩૫૬૦ બાળકોએ, દહેગામ તાલુકામાં કૂલ ૩૫૨૭ બાળકોએ, માણસા તાલુકામાં કૂલ- ૧૯૧૮ બાળકોએ અને કલોલ તાલુકામાં કૂલ- ૩૪૩૨ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો હતો.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામામાં પ્રવેશ પામતાં બાળકોને ઉષ્‍માભર્યો આવકાર આપ્‍યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ઘોરણ-૧ માં પ્રવેશ પામતાં બાળકોને કંકુ તિલક અને મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યા આવકાર આપ્યો હતો. પાંચ ગામોની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં કુમાર-કન્યા મળી કૂલ – ૧૨૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના વિકાસ ક્ષેત્રે આઘારરૂપ બનેલી પાંચ શકિતઓ પૈકીની એક જ્ઞાન શકિતના માળખામાં ગુજરાત ગ્લોબલ એજયુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજકેટ, વાંચે ગુજરાત, વિઘાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વઘારો, ગુણોત્સવ, વિઘાસહાયકોની ભરતી, વિઘાદીપયોજના, સ્કોપ લેગ્વેંજ કાર્યક્રમ, નોલેજ સોસાયટીની સ્‍થાપના વગેરે કારણે ખૂબ સારી સમૃઘ્ઘિ આવી છે. અને ગુજરાતના વિઘાર્થીઓ વૈશ્વિક સિઘ્ઘિ પ્રાપ્ત કરી રહ્યા છે.

પાટણ જિલ્‍લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં ગરીબ કલ્‍યાણ મેળાનું થનારૂ આયોજન

પાટણ જિલ્‍લામાં ચોમાસા દરમ્‍યાન ૧૧ લાખ રોપાઓ વાવવાનું આગોતરૂ આયોજન
પાટણ ખાતે જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની મળેલ બેઠક
પાટણ જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આજે કલેકટર કચેરી, પાટણ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાના અધ્યક્ષસ્‍થાને મળેલ હતી. આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ જિલ્‍લાના સબંધિત વિભાગના ઉચ્‍ચ અધિકારીઓને ગરીબ કલ્‍યાણ મેળાના વ્‍યક્તિગત લાભાર્થીઓની અરજીઓ મેળવવા અને પાટણ જિલ્‍લામાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી જતન કરવા ખાસ ભારપૂર્વક જણાવ્‍યું હતું,
કલેકટરશ્રીએ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓને પાટણ જિલ્‍લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના વ્‍યક્તિગત લાભાર્થીઓની યાદી બનાવી આગોતરૂં આયોજન કરવા જણાવ્‍યું હતું. ચોમાસ દરમ્‍યાન પાટણ જિલ્‍લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓના કંપાઉન્‍ડમાં તેમજ ખેતરોમાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી જતન કરવાનું આયોજન કરવા જણાવ્‍યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાએ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓને સમયમર્યાદામાં કચેરીમાં આવતી અરજીઓનો નિકાલ કરવા અને સતત મોનીટરીંગ કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત બેઠકમાં જિલ્‍લાના પેન્‍શન કેસોની સમીક્ષા, સરકારી બાકી રહેતા નાણાંની વસુલાત કરવા, માહિતી અધિકાર અરજીઓનો નિકાલ કરવા અંગેની સમીક્ષા કરીને ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

પાટણ તાલુકાના મુના, રતનપુરા અને ભાટસણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

પાટણ તાલુકાના મુના પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્‍સવ ધામધુમથી ઉજવવામાં આવ્‍યો હતો. પાટણના સમાજ કલ્‍યાણ અધીકારીશ્રી પરમારના અધ્યક્ષસ્‍થાને કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં બેચરસ્‍વામી અતિ પછાત જાતિ વિકાસ બોર્ડ, ગાંધીનગરના ડીરેકટરશ્રી અરૂણભાઇ સાધુ, બિટ કેળવણી નિરીક્ષકશ્રી અંબાલાલભાઇ પટેલ, રીચર્સ પ્‍ર્સન ચાણસ્‍માના અશ્વિનભાઇ, આંગણવાડી સુપરવાઇઝર જયાબેન તથા બાળકો અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. મુના પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં બક્ષી પંચના ૯ બાળકો, અનુસુચિત જાતિના ૬ બાળકો અને અન્‍ય જાતીના ૯ બાળકો એમ કુલ ૨૪ બાળકો અને રતનપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં બક્ષી પંચના ૨૨ બાળકો, લઘુમતિ જાતિના ૨ બાળકો અને અન્‍ય જાતીના ૧ બાળકો એમ કુલ ૨૫ બાળકો અને ભાટસણ શાળામાં ૨૬ બાળકોને કુમકુમ તીલક કરી અને મોં મીઠુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. આમ ૧૦૦ ટકા પ્રવેશોત્‍સવની સિધ્ધિ હાંસલ કરવામાં આવી હતી. મુના પ્રાથમિક શાળામાં રબારી ભુરાભાઇ મેવાભાઇ તરફથી બાળકોને ભોજન આપવામાં આવ્‍યું હતું

પ્રાથમિક શાળા બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા

રાધનપુર પંથકમાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવનો અનેરો ઉલ્‍લાસ શિક્ષણરૂપી દિપથી સમાજમાં અજવાળાં પથરાશે મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા

પાટણ જિલ્‍લાના રાધનપુર તાલુકાના વડનગર (વાદી), વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્‍હાબાદ ગામો ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્‍થાનેથી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. શાળાઓ ખાતે મહેમાનોનું બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલકથી સ્‍વાગત કરવામાં આવેલ હતું. રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના હસ્‍તે બાળકોને કુમ કુમ તિલક કરી ગોળથી મોં મીઠુ કરી દફતર કીટ એનાયત કરવામાં આવી હતી.અને કન્‍યાઓને નર્મદા નિધિ બોન્‍ડ આપવામાં આવ્‍યા હતા. અને આંગણવાડી બાળકોને રમકડાંની કીટ એનાયત કરી હતી. તિથિ ભોજન અને દફતર કીટના દાતાશ્રીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્‍તિનું પ્રથમ પગથિયું છેઃ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલ

વાસણી, આંબલીયારા અને જીતપુરના ૪૪ કુમાર તથા ૩૯ કન્‍યા સહિત કૂલ ૮૩ બાળકોનો શાળાપ્રવેશ
શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી અંતર્ગત શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે બાયડ તાલુકાના વાસણી, આંબલીયારા અને જીતપુર ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ ૪૪ કુમાર અને ૩૯ કન્‍યા સહિત કૂલ ૮૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્‍યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે સરસ્‍વતી સાધના યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્‍થિતિને લીધે અભ્‍યાસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ સુવિધા, ગણવેશ અને શિષ્‍યવૃત્તિ તથા વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ અને અન્‍ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્‍તિનું પ્રથમ પગથિયું છે ત્‍યારે પ્રવેશપાત્ર બાળકોના માતા-પિતાએ ઉપસ્‍થિત રહી ઉત્‍સાહ દાખવ્‍યો તે બદલ અભિનંદન મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે પાઠવ્‍યા હતા.

ખેડબ્રહમા તાલુકાના વિખરણ અને ઉંચીધનાલ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવ દરમિયાન ધોરણ ૧ માં ૭૧ બાળકોને પ્રવેશ અપાયો

સાબરકાંઠા જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ ૨૦૧૧ના ભાગરૂપે વિશેષ આદિજાતિ વસતી ધરાવતા ખેડબ્રહમા તાલુકાના વિખરણ અને ઉંચીધનાલ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન ધોરણ ૧ માં ૭૧ બાળકોને ગ્રામજનોની ઉપસ્‍થિતિમાં ઉમળકાભેર આવકારી મહાનુભાવોના હસ્‍તે પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કરતા પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહમા આર.આર. ઠકકરે શિક્ષણ થકી જ સારા સંસ્‍કારોનું સિંચન થાય છે. અને જીવન ચારિત્રય ઘડતરનું નિર્માણ થાય છે. જેથી ગામની શાળામાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળામાં નિયમિત મોકલવા અને પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તેની ખાસ કાળજી લેવી જોઇએ. ખેડબ્રહમા જૂથના સી.આર.સી. ગિરીશભાઇએ રાજય સરકારની શિક્ષણની યોજનાને સમજાવવા જણાવ્‍યું હતુ કે અંતરિયાળ વિસ્‍તારના બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ કરતા બહુ દુર જવુ ના પડે તે માટે પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો સમાવેશ કરાવવામાં આવ્‍યો છે.

દુઃખ અને મુશ્‍કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે.- સાંસદ શ્રી નટુજી ઠાકોર.

ધાનેરા તાલુકાના ગામોમાં સાંસદ શ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિતે બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો.

શિક્ષણથી બાળકને જીવનની સાચી દિશા મળે છે.-ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિત


કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે રાજયસભાના સભ્‍યશ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્‍યશ્રી મફતલાલ પુરોહિતે ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, અનાપુર છોટા, જનાલી, તાલેગઢ અને એડાલ ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ કારિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્‍છાઓ આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી નટુજી ઠાકોરે જણાવ્‍યું કે, દુઃખ અને મુશ્‍કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને સારૂ ભણાવવાથી તેમનું જીવન સુખ સમૃધ્‍ધીભર્યુ બને છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્‍તારો અને નાના માણસોની પુરતી કાળજી રાખીને સંખ્‍યાબંધ મહત્‍વના નિર્ણયો લીધા છે. શ્રી ઠાકોરે કહ્યું કે, રાજય સરકારશ્રીની અભિયાન સ્‍વરૂપ કામગીરીને લીધે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ક્રાંતિકારી સુખદ પરિવર્તન આવ્‍યું છે. તેમણે કહ્યું કે, બાળકોને સારૂ ભણાવીએ તેમજ પોષણયુકત આહાર આપીને તેમની તંદુરસ્‍તી જાળવીએ. સાંસદશ્રીએ ઉમેર્યું કે આપણી આજુબાજુ કે ગામમાં પણ કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ.

દિકરા અને દિકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્‍ધ્ અને સુખમય સમાજનું નિર્માણ કરીએ.-- મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ

કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્‍લાના સહ પ્રભારી મંત્રીશ્રી જયસિંહ ચૌહાણએ પાલનપુર તાલુકાના લાલાવાડા, રતનપુર, મેરવાડા, ગોળા અને ઢેલાણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્‍છાઓ આપી હતી. તેમણે કહ્યું કે વિકાસના આ યુગમાં શિક્ષણ વગર જરા પણ ચલાવી શકાય તેમ નથી તેમજ શિક્ષણ વગર વિકાસ કે સુખ સમૃધ્‍ધિ શકય નથી આ બાબતને લક્ષમાં લઇને રાજય સરકારશ્રી દ્વારા સર્વત્ર શિક્ષણની વ્‍યાપક સુવીધાઓ કરાઇ છે. તેનો લાભ લઇને બાળકોને ભણાવવા જોઇએ. તેમણે કહ્યું કે, કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ અભિયાનને ખુબ સારી સફળતા મળી છે. હવે દિકરીઓ પણ ખુબ સારા પ્રમાણમાં શિક્ષીત બની રહી છે. જેનાથી આવતી કાલ ઉજ્જવળ અને સુખમય બનવાની છે. મંત્રીશ્રી ચૌહાણે કહ્યું કે બાળકના અભ્‍યાસમાં પુરતી કાળજી રાખીને તેના રસ રૂચી અને આવડત પ્રમાણે આગળ ભણાવીએ. જેથી તે સરળતાથી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. તેમણે કહ્યું કે દીકરા અને દીકરીઓ વચ્ચે જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીને તેઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્‍ધ અને સુખમય પરિવાર તેમજ આદર્શ સમાજનું ઝડપથી નિર્માણ કરીએ.

દાંતીવાડા તાલુકાના ગ્રામ્‍યવિસ્‍તારોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ.

બાળકોમાં છુપાયેલી વિશેષ આવડત અને શકિત બહાર લાવીને સુંદર જીવન ઘડતર કરીએ.--- મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ
કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્‍લાના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે દાંતીવાડા તાલુકાના ગાગુદરા, જેગોલ, વેળાવાસ, રાણોલ, અને ધાનેરી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્‍છાઓ આપી હતી. તેમણે ઉપસ્‍થિત જનમેદનીને સંબોધન કરતાં કહ્યું કે બાળકોના ભવિષ્‍યના વિધાતા તમે પોતે જ છો. તેમણે કહ્યું કે બાળકોના શિક્ષણમાં વાલીઓ જેટલી કાળજી રાખશે તેમજ બાળકોને જરુરી માર્ગદર્શન અને તેમનો ઉત્‍સાહ વધારતા રહેશે તેવું બાળકનું ઘડતર થશે મંત્રીશ્રીએ કહ્યું કે બાળકોમાં વિશેષ આવડત અને વિવિધ શકિતઓ છુપાયેલી હોય છે તેને ખીલવીને બહાર લાવવાનુ કામ શિક્ષકો અને વાલીઓ સારી રીતે કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આપણા જ બાળકોમાં રાષ્‍ટ્રપિતા પૂજય ગાંધીજી, લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલ, કે સુભાષચંદ્ર બોઝ જેવા વિશ્વ વિખ્‍યાત નેતાઓ કે વૈજ્ઞાનિકો અને એન્‍જીનીયરો પણ છુપાયેલા છે. આપણે બાળકોના અભ્‍યાસમાં પુરતો રસ લઇને તેમની શકિતઓ ખીલવીએ.

પાલનપુર ખાતે કોમ્‍પ્‍યુટર શિક્ષણની તાલીમ મેળવવા અંગે.

કોમ્‍પ્‍યુટર શિક્ષણ વિકાસ અને રોજગાર તાલીમ સંસ્‍થા અંતર્ગત" રાષ્‍ટ્રિય કોમ્‍પ્‍યુટર શિક્ષણ સાક્ષરતા કાર્યક્રમ " ઉજવવામાં આવી રહેલો છે. જેમાં કોમ્‍પ્‍યુટર વિજ્ઞાનને સચોટ રીતે સમજવા અને શિખવવા માટે કોમ્‍પ્‍યુટર તાલીમ શિક્ષણ કેન્‍દ્ર, ૪૧૨, વ્‍હાઇટ હાઉસ, ચોથામાળે શરૂ કરવામાં આવેલ છે. જેમાં સમાજના દરેક વર્ગ કોમ્‍પ્‍યુટર શિક્ષણની તાલીમ લઇ શકશે. આ સંસ્‍થા દ્વારા પાલનપુર શહેરમાં સૌ પ્રથમ " CCC " કોર્ષ ફકત રૂ. ૮૭૫-૦૦ની ફી દ્વારા શીખવાડવામાં આવી રહેલ છે. જે રાજય સરકારની સેવામાં ઉમેદવારોની સીધી ભરતી માટે માન્‍ય " CCC " કોર્ષ છે. તેમ નિયામક કોમ્‍પ્‍યુટર શિક્ષણ વિકાસ અને રોજગાર તાલીમ સંસ્‍થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

માહિતી અધિકાર અધિનિયમની જાણકારી માટે રાજય માહિતી આયોગ સેકટર-૧૮ ગાંધીનગરનો સંપર્ક કરવો.

માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્‍ય માહિતી કમિશ્નરની નિયુકિત કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્‍યવહાર કરવા અરજદારોએ મુખ્‍ય માહિતી કમિશ્રર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર બ્‍યુરો ભવન સેકટર-૧૮ ગાંધીનગર ૩૮૨૦૧૦ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં નાગરિકો પોતાના હક્કો અને ફરજો પ્રત્‍યે જાગૃત બની ન્‍યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભષ્‍ટ્રાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્‍ય માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્‍યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર-પ્રસાર સબંધે માહિતી કમિશ્રરની કચેરી બ્‍લોક નં.૭/૨ જો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્‍યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર બ્‍યુરો ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
બનાસકાંઠા જિલ્‍લા
સ્‍વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જીલ્‍લા કક્ષાની રમત સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઇનામ અંગે.

ગુજરાત રાજયની સ્‍વર્ણિમ જયંતી ઉજવણી અંતર્ગત યોજાયેલ સ્‍વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જિલ્‍લા કક્ષાની રમતોની સ્‍પર્ધામાં પ્રથમ, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયેલ બનાસકાંઠા જિલ્‍લાના ખેલાડીઓને જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પાલનપુરની કચેરી દ્વારા ઇનામની રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જિલ્‍લાના વિજેતા ખેલાડીઓ પૈકી કોઇ ખેલાડીના ઇનામની રકમના ચેક મેળવવાના બાકી હોય તો તારીખ ૩૦/૬/૨૦૧૧ સુધીમાં પોતાની ઓળખના આધાર પુરાવા સાથે સિનીયર કોચ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, શિવ શકિત બિલ્‍ડિંગ, જિલ્‍લા પંચાયત ભવન સામે, પાલનપુરની કચેરી ખાતે રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે તા. ૩૦/૬/૨૦૧૧ પછી કોઇને ઇનામના ચેક મળશે નહીં અને સરકારશ્રીમાં પરત જમાં કરવામાં આવશે. તેમ સિનીયર કોચ, જીલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પાલનપુર, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.


કાંકરેજ તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા કલ્‍પસર વિભાગના અધિક સચિવ શ્રી પી. એલ. દરબાર.
કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે કલ્‍પસર વિભાગના અધિક સચિવશ્રી પી. એલ. દરબારએ બનાસકાંઠા જિલ્‍લાના કાંકરેજ તાલુકાના નગોટ, નાના જામપુરા, શાંતિનગર/તાણા, મૈડકોલ, અને ઇદ્રમણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું કે, કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્‍ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
અધિક સચિવશ્રીએ શિક્ષણ પર ભાર મુકતાં જણાવ્‍યું કે, શિક્ષણ ચમત્‍કાર સર્જે છે. અને માનવ જીવનમાં શિક્ષણ સુખ સમૃધ્‍ધિભર્યો જબરદસ્‍ત બદલાવ લાવે છે. તેથી દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્‍સવના અભિયાન રૂપે જ્ઞાન ગંગા લઇને સરકાર જયારે ૧૦ ડગલાં ભરી તમારા આંગણે આવે છે. ત્‍યારે આપણે ૨ ડગલાં ચાલીને બાળકોને શાળાએ મુકીએ.
અધિક સચિવશ્રી પી. એલ. દરબારે કહ્યું કે, બાળકોને ભણવા માટે શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ અને શાળામાં મધ્‍યાહન ભોજનની સુંદર વ્‍યવસ્‍થા છે. તેનો લાભ લઇ બાળકોને સારૂ ભણાવીએ તેમણે કન્‍યા કેળવણી ઉપર ભાર મુકતાં કહ્યું કે, માતાઓ ભણેલી હશે તો બાળકોનાં શિક્ષણ અને ઘડતરમાં વધુ સારૂ ધ્‍યાન આપી શકશે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને જૈન સંઘ ઇન્‍દ્રમણા તરફથી સ્‍કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્‍વી સફળતા મેળવનાર બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. અને ધો. ૮ ના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું,
શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે માજી ધારાસભ્‍ય શ્રી માનસિંહજી વાઘેલા, જીલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી ડી. ડી. ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી રમેશભાઇ પટેલ, શ્રી એમ. ડી. પટેલ, શ્રી વી. વી. મકવાણા, અધિકારીઓ તથા વિશાળ સંખ્‍યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


દિયોદર તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણ.
કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણએ બનાસકાંઠા જિલ્‍લાના દિયોદર તાલુકાના માનપુરા, ધુણસોલ, કોતરવાડા, ફાફરાળી અને નોખા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું કે, કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્‍ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને સ્‍કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્‍વી સફળતા મેળવનાર બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું,
શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે જીલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી નાગજીજી ચૌહાણ, સી. આર. સી. કો.-ઓર્ડિનેટર શ્રી એલ. જે. પઢાર, અધિકારીઓ તથા વિશાળ સંખ્‍યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો બદલી કેમ્‍પ તા. ૧૯ જુનના રોજ પાલનપુર ખાતે યોજાશે.
બનાસકાંઠા જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો જીલ્‍લા/તાલુકાનો અરસ-પરસ બદલી અંગેનો કેમ્‍પ તારીખ ૧૯/૬/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સર્વ શિક્ષા અભિયાન મિશનની કચેરી (બ્રાન્‍ચ શાળા નંબર-૧), ગઠામણ દરવાજા, પાલનપુર મુકામે રાખવામાં આવેલ છે. આ કેમ્‍પમાં અરસ-પરસ બદલીનો લાભ લેવા ઇચ્‍છતા તમામ સંબંધિત શિક્ષકોએ જરૂરી સાધનિક કાગળો સાથે કેમ્‍પમાં સ્‍વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા જીલ્‍લા પ્રાથમીક શિક્ષણાધકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.

શિક્ષણ માનવ જીવન સુચકઆંકને ઉંચો લાવશે આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસ

શાળા પ્રવશોત્‍સવથી આવનાર દિવસોમાં ગુજરાતનો બાળક વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકશે
અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ

શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા ચરણમાં આજે આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસે અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામો કવલા, સાંકોડ અને નાનોદરા ખાતે બાળકોને અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં શાળા પ્રવેશોત્‍સવનો મુખ્‍ય ઉદ્દેશ નાનકડા ગામનો વિદ્યાર્થી આવનાર દિવસોમાં વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકે તે દિશામાં આગળ વધવાનો છે. માનવ વિકાસ સુચકઆંકને મહત્‍વનો ગણાવતાં તેમને જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ગમે એટલો ઔદ્યોગિક વિકાસ થાય કે અન્‍ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય પરંતુ જો શિક્ષણનો વિકાસ નહિ થાય તો આ વિકાસ અધુરો છે.

મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં 18000 ગામોમાં કન્‍યા કેળવણી-શાળા પ્રવેશોત્‍સવના વિરાટ અભિયાનની પૂર્ણાહૂતિ

શહેરી ક્ષેત્રમાં ર3-ર4-રપ જૂનથી અભિયાન આગળ ધપશે
બીજા શૈક્ષણિક સત્રમાં ગુણોત્‍સવ

ગુજરાતની આવતીકાલના ઘડતર અને બાળ સશકિતકરણની આ તપસ્‍યા સરકાર અને સમાજશકિતના સહિયારા પુરૂષાર્થથી વધુ વેગીલી બનાવવાનો નિર્ધાર
રાજકીય નિવેદનબાજી કરનારાની માનસિકતાને પડકારતા મુખ્‍યમંત્રીશ્રી પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે અમારી સાથે તન્‍દુરસ્‍ત સ્‍પર્ધા કરો-
આઝાદી પછી પચાસ વર્ષમાં ઊંડી ખાઇમાં ધકેલી દીધેલા શિક્ષણને તેમાંથી બહાર કાઢવા આખા દશકામાં જહેમત કરવી પડી તે લેખે લાગી છે

અમદાવાદ :
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્‍યના 18000 ગામોમાં કન્‍યા કેળવણી અને શાળાપ્રવેશોત્‍સવના ત્રણ દિવસથી ચાલતા તપસ્‍યા યજ્ઞની પૂર્ણાહૂતિ કરતાં ગુજરાતની આવતીકાલના ઘડતર માટેનું આ અભિયાન સમાજશકિત અને સરકારના સહિયારા પુરૂષાર્થથી પાર પાડવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો.
આ સરકાર બાળકના સંસ્‍કાર, શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍યની જેટલી કાળજી લે છે તે ભૂતકાળમાં કે દેશમાં કોઇ સરકારે લીધી નથી, અમે તો ગુજરાતના એકેએક બાળકને શકિતશાળી બનાવવા સમાજનું જનજાગરણ કર્યું છે, એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રાથમિક શિક્ષણની દુર્દશા બદલવા માટે જનતાના ઉમળકાભર્યા સહયોગની પ્રસંશા કરતાં જણાવ્‍યું હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ આજે મહેસાણા જિલ્લાના અંતરિયાળ સતલાસણા તાલુકાના સરદારપુર, રાણપુર અને તાલેગઢમાં જઇને આંગણવાડીના ભૂલકાં અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કર્યું હતું.
ગુજરાતના બાળકો શાળામાં દાખલ થયા પછી અધવચ્‍ચે અભ્‍યાસ છોડે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવા માટે સમગ્ર ભારતમાં પહેલ કરીને ઇન્‍ફરમેશન ટેકનોલોજીના સોફટવેર એવા સ્‍કુલ ડ્રોપઆઉટ ટ્રેકીંગ સીસ્‍ટમનો મહેસાણા જિલ્લામાં પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રારંભ કરાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે દશ વર્ષ પહેલાં ગુજરાતમાં 41 ટકા બાળકો પ્રાથમિક શાળાનો અભ્‍યાસ પૂરો નહોતા કરતાં પણ આ દશકના અંતે આજે માત્ર બે-ત્રણ બાળકો જ અભ્‍યાસ છોડે છે પરંતુ, આ સ્‍થિતિ પણ બદલવી છે. જેટલાં બાળકો શાળામાં દાખલ થાય તે બધાં જ સો એ સો ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પુરૂં કરે અને આગળ અભ્‍યાસ માટે પ્રેરિત થાય તેવી સ્‍થિતિ સુનિヘતિ કરવી છે. ‘‘ડ્રોપઆઉટ ટ્રેકીંગ ઇ-સીસ્‍ટમ'' ભવિષ્‍યમાં અભ્‍યાસ છોડનારા બાળકની કાળજી લેવા શિક્ષક અને વાલીને સજાગ રાખશે. આખા ગુજરાતમાં આ પ્રયોગ શરૂ કરવાની નેમ તેમણે વ્‍યકત કરી હતી.
છેલ્લા નવ-નવ વર્ષથી રાજ્‍યની આખી સરકારની પૂરી શકિત કામે લગાડીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા કેમ આટલી વિરાટ તપસ્‍યા કરે છે તેનું સ્‍પષ્‍ટ કારણ આપતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે આઝાદીના પ0 વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષણની એવી તો દુર્દશા કરી છે કે દશકો આખો શિક્ષણને ઊંડા ખાડામાંથી બહાર લાવવા જહેમત ઉઠાવી છે. બીજી અનેક મહત્‍વની કામગીરી બાજુ પર રાખીને આ સરકારે પ્રાથમિક શિક્ષણને સર્વાધિક પ્રાથમિકતા આપી છે. માત્ર પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ, તેના માધ્‍યમથી રાજ્‍યના એકેએક બાળકનો બૌધ્‍ધિક, માનસિક, શારિરીક વિકાસ થાય એવા સર્વાંગીણ વ્‍યૂહ સાથે બાળકોના સંસ્‍કાર, શિક્ષણ અને સ્‍વસ્‍થ તન-મન માટે અનેક પહેલ કરી તેની રૂપરેખા તેમણે આપી હતી.
આંગણવાડીનું મહત્‍વ ઓછું નહી આંકવાની અપીલ કરતાં તેમણે જણાવ્‍યું કે કુપોષણ સામેની લડાઇમાં બાલભોગ અને મધ્‍યાન્‍હભોજન યોજના બાળકને સશકત બનાવશે.
કન્‍યા કેળવણી માટે ગ્રામ્‍ય માતૃશકિતમાં આવેલી જાગૃતિને આવકારતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે માતા અભણ હોવાથી શરમથી માથું ઢાંકી દે છે પણ, દિકરી અભણ હોવાની શરમ અનુભવે તે હવે મંજૂર નથી.
આપણે પશુ અને ખેતીની જમીનની માવજત કરવામાં કોઇ કચાશ નથી છોડતા તો બાળકની માવજત કરનારા શિક્ષણ માટે ઉદાસિન રહેવું પરવડે એમ જ નથી, એમ તેમણે પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું.
શાળા પ્રવેશોત્‍સવના અભિયાન વિશે વાંકુ બોલનારાની માનસિકતાને પડકારતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે એકડીયા-બગડીયા બાળકોને ભણાવવાનો (નરેન્‍દ્ર) મોદીને કેમ આટલો ઉમળકો છે એવી ઇર્ષાથી જેઓ પીડાય છે તેઓ શા માટે પ્રાથમિક શિક્ષણનો આ યજ્ઞ નથી કરતા? (નરેન્‍દ્ર) મોદી જો પાંચ ગામડામાં જઇને બાળકોને ભણાવવાનું અભિયાન કરતા હોય તો બીજા કોઇપણ એના કરતા વધારે ગામો અને બાળકોની ચિન્‍તા કરે એ માટે એમને કોણ રોકે છે?
શિક્ષણ ઉત્તમ બને તે માટેની તન્‍દુરસ્‍ત સ્‍પર્ધા કરવી નથી અને, સમાજમાં બાળકના ભવિષ્‍ય ઘડતર માટેનું અભિયાન સફળ થઇ રહ્યું છે ત્‍યારે રાજકીય નિવેદનબાજી કરવા સિવાય કશું સુઝતું નથી એમ વધેક શબ્‍દોમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
કયા રાજકારણી નેતાએ બાળકની આવતીકાલની ચિન્‍તા કરી છે? ભૂતકાળમાં સરકારે રાજ કરવા માટે ‘મત'ની ચિન્‍તા કરવા બાળકની ઉપેક્ષા કરી તેના પરિણામે, ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહી ગયું પણ, અમને આ કલંકરૂપ સ્‍થિતિ મંજૂર નથી. અમે તો બાળકના સ્‍વસ્‍થ તન, સ્‍વસ્‍થ મનની દરકાર કરીશું અને ગુજરાતની સમાજ સંવેદના, સમાજશકિત ઊજાગર કરીને પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવીશું એવો નિર્ધાર મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો.
ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્‍સવનું અભિયાન પુરૂં થયા પછી બીજા સત્રમાં ગુણોત્‍સવનું અભિયાન હાથ ધરાશે એની ભૂમિકા આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ સમાજને આવતીકાલના ઘડતર માટે આજના બાળકની કાળજી લેવા હ્વદયસ્‍પર્શી અપીલ કરી હતી.
મુખ્‍યમંત્રીશ્રીના આ અભિયાનમાં ધારાસભ્‍યશ્રી ભરતસિંહ ડાભી અને તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી હેમાંગિની દેવી સાથે રહ્યા હતા.
ગામે-ગામ મુખ્‍યમંત્રીશ્રીના આગમન સાથે બાળ સશકિતકરણના અનેક આગવા આકર્ષણોથી ઉત્‍સવનું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામ્‍ય માતૃશકિત વિશાળ સંખ્‍યામાં જોડાઇ હતી.

૨૦મીએ રાજયમંત્રી આહિર ભુજમાં

ભુજ, શનિવારઃ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૨૦મીએ જુનના રોજ સવારે ૧૦ વાગે ભુજ ખાતે આ વિસ્‍તારની સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેશે.

કન્‍યા કેળવણી પ્રવેશોત્‍સવ અને આંગણવાડીને રમકડાં અર્પણ કરવાના કાર્યક્રમને ત્રિવેણી સંગમ કાર્યક્રમ તરીકે બિરદાવતાં રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

‘‘શિક્ષણગ્રહણ કરવા તંદુરસ્‍ત મન સાથે તંદુરસ્‍ત તન પણ આવશ્‍યક છે’’
કચ્‍છના સઇ અને ડાભુંડા, કૃષ્‍ણનગર ગામે શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત રાજય સરકારના આરોગ્‍યલક્ષી કાર્યક્રમની જાણકારી આપતા રાજયના કાયદા અને ન્‍યાય વિભાગના રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

ભુજ, શનિવારઃ રાજયનું નાનામાં નાના ગામનો બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા શુભ આશય સાથે સમગ્ર રાજય સહિત કચ્‍છના દુરદરાઝ એવા રાપર તાલુકાના સઇ ગામ અને ડાભુંડા અને કૃષ્‍ણનગર ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટેના શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ આયોજન પ્રસંગે બાળકોને આવકારતા કાયદા અને ન્‍યાય વિભાગના રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ શાળાના પગથિયએ પગરવ માંડતા ભૂલકાંઓને સ્‍કુલ બેગ, સહિત શૈક્ષણિક સામગ્રી આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.

દયાપરમાં પ્રવેશોત્‍સવમાં જોડતા ખનિજ નિગમના એમ.ડી.શ્રી વી.એસ.ગઢવીઃ

સીમાવર્તી લખપત તાલુકામાં ખનિજ નિગમ શિક્ષણ, આરોગ્‍ય અને રોજગારી માટે પૂરક બનશેઃ
ગયા વર્ષે ૭.૩૩ કરોડ છેવાડાના તાલુકામાં નિગમે આપ્‍યાઃ

ભુજ, શનિવારઃ કચ્‍છના સીમાવર્તી લખપત તાલુકાનો દબદબો પુનઃ હાંસલ કરવા રાજય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્‍યારે તેની સાથે પૂરક બળ તરીકેની ભૂમિકા અદા કરી ખનિજ નિગમ આ છેવાડાના પંથકમાં શિક્ષણ, આરોગ્‍ય અને રોજગારીની તકો વધે તે માટે પ્રયત્‍નશીલ છે.
આ સરહદી તાલુકામાં પ્રવેશોત્‍સવની ઉજવણી દ્વારા બાળકોને શાળાએ મોકલવા આવેલા ખનિજ નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી વી.એસ.ગઢવીએ કહયું કે, એકલા ગયા વર્ષે જ રૂ.૭.૩૩ કરોડ જેટલી રકમ તાલુકાના વિકાસ માટે વિવિધ ક્ષેત્રે સહાય કરવા ખનિજ નિગમનું યોગદાન રહયું છે.
તેમણે કહયું કે, લખપત તાલુકામાં પાણી સંગ્રહની વિપુલ ક્ષમતા છે. જિલ્‍લા વિકાસ અધિકારી સાથે ખાસ બેઠક બોલાવી જળસ્‍ત્રાવ (વોટરશેડ) ની યોજના દ્વારા ખનિજ નિગમ આ વિસ્‍તારને હરિયાળું બનાવવા તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત પીવાના પાણી માટે પણ આવશ્‍યક સુવિધા આપવા નિગમે આયોજન કર્યુ છે.
ગયા વર્ષે નિગમે તાલુકાના વિકાસ માટે આપેલા રૂ.૭.૩૩ કરોડમાંથી ૩ કરોડ જેટલી રકમ ટપક સિંચાઇ પધ્‍ધતિ માટે લખપત અને અબડાસા તાલુકામાં ૨૫ ટકા સહાય પેટે આપી છે. રૂ.૨.૬૨ લાખ રકમ માળખાગત સુવિધા માટે ૨૪ લાખ રૂ.શાળાઓમાં ૧૩૨ કોમ્‍પ્‍યુટર તેમજ અન્‍ય શૈક્ષિણક સુવિધાઓ માટે આપી છે.
આરોગ્‍ય માટે ૪૯ ગામોમાં ફરતી એમ્‍બ્‍યુલન્‍સ જેવી સેવા અને બીજી સગવડો માટે ૨૫ લાખ રૂપિયા આપ્‍યા છે. આ ઉપરાંત રમતગમત, પીવાનું પાણી અને ૨.૬૨ લાખ જેવી રકમ લખપત તાલુકાના ગામોમાં માળખાગત સુવિધા ઉભી કરવા આપવામાં આવી છે. અને હજુ પણ વિકાસ માટે ખૂટતી કડી ચકાસી આગામી વર્ષોમાં સુવિધાનો વ્‍યાપ વધારવામાં આવશે. એમ ખનિજ નિગમ કચ્‍છના બંને વહીવટી અધિકારીઓ પાન્‍ધ્રોના એસ.ડી.ડવ અને ગઢશીશાના એચ.ડી.પઢેરિયાએ જણાવ્‍યું હતું.
દરમિયાન દયાપર ખાતે શાળામાં બાળકોને પ્રવેશ અપાવતા એમ.ડી.શ્રી વી.એસ.ગઢવીએ જણાવ્‍યું હતું કે, ખનિજ નિગમ લખપત તાલુકામાં શિક્ષણના વ્‍યાપ વધારવા રાજય સરકારનું હમકદમ બનીને કાર્ય કરશે. નિગમે ૧૨૫૦ સ્‍કૂલ બેગ અને કિટ બાળકોને આપી છે પાંચ ગામોમાં કોમ્‍પ્‍યુટર આ વર્ષે આપ્‍યા છે અને દયાપર શાળામાં નવરાત્રિ પહેલા લાયબ્રેરી શરૂ કરવાની પણ ખાતરી આપી હતી.
આ પ્રસંગે લખપત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અલીભાઇ, જિ.પં.ના સભ્‍યશ્રી જાડેજા તથા તાલુકાના અગ્રણીઓશ્રી સુરૂભા જાડેજા અને હસમુખ પટેલ, જિલ્‍લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી એ.કે.છાયા ઉપસ્‍થિત રહયા હતા.
ઉપરાંત નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી વી.એસ.ગઢવીએ નિગમની સહાયથી રૂ.અંદાજે ૯૫ લાખના ખર્ચે નવી બનતી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઇ કામમાં ઝડપ લાવવા અધિકારીઓને જણાવ્‍યું હતું અને બીજી તરફ દયાપર ખાતે નિગમ અનુદાનિત અનુ.જાતિ કુમાર છાત્રાલયની મુલાકાત લઇ, વધુ ૩ નવા રૂમ બનાવવાના કાર્યની સમીક્ષા કરી હતી. શ્રી ગઢવીએ શિક્ષણનું ધોરણ જાળવવા, છાત્રાલયના સંચાલક અર્જુન બલિયાને અનુરોધ કર્યો હતો.

માછીમારોને સમુદ્રમાં કે ક્રીકમાં જવા સામે ચેતવણી જાહેરનામું જારી કરાયુંઃ

ભુજ,શનિવારઃ કચ્‍છ જિલ્‍લાના જુદા-જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી માછીમારોને વાવાઝોડા, વરસાદની ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. માછીમારોને મે મહિનાથી દરિયામાં જવું વિશેષ જોખમરૂપ હોય છે. મત્‍સ્‍યોદ્યોગખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા મે માસથી માછીમારોને સમુદ્રમાં જવા પરવાનગી આપતું નથી. અનધિકૃત રીતે માછીમારો સમુદ્રમાં જાય તો જાનનું જોખમ ઊભું થવા સંભવ છે.
જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. થેન્‍નારસને કચ્‍છ જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં કોઇપણ માછીમારોએ કે અન્‍ય કોઇ વ્‍યકિતએ તા. ૧૫/૮/૨૦૧૧ સુધીના સમય દરમિયાન માછીમારી માટે કે અન્‍ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં નહીં જવા અને કોઇપણ બોટની અવર-જવર નહીં કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
પોર્ટ ઉપર આવતા વ્‍યાપારીક જહાજો, લશ્‍કરી-અર્ધ લશ્‍કરી દળો, પોલીસદળની બોટોને આ હુકમ લાગુ પડશે નહીં.


પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું
ભુજ,શનિવારઃ ત્રાસવાદી કે અસામાજિક તત્‍વો કચ્‍છ જિલ્‍લાના વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો મેળવીને જાહેર સલામતી અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. થેન્‍નારસને તા. ૨૦/૬/૧૧ થી તા.૧૮/૮/૨૦૧૧ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્‍યું છે કે, કચ્‍છ જિલ્‍લાની હદમાં આવેલ તમામ ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્‍તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્‍યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્‍યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો પોલીસ સ્‍ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

શાળા પ્રવેશોત્‍સવની ફલશ્રુતીરૂપે વાલીઓમાં આવેલી જાગૃતિથી ચોટીલા જેવા પછાત તાલુકામાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે

મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષશ્રી પંકજકુમાર
વાલીઓ-ગ્રામજનોએ ગુરૂજનોમાં મૂકેલો વિશ્વાસ ટકી રહે બલ્‍કે તે વધુ મજબૂત બને તે રીતે બાળકોમાં સંસ્‍કાર સિંચન કરવા શ્રી પંકજકુમારનો અનુરોધ

ચોટીલા તાલુકાના ૧૫ જેટલાં ગામોમાં ભૂલકાંઓને રંગેચંગે શાળા પ્રવેશ કરાવાયો
સુરેન્‍દ્રનગર,તા.૧૮/૬- ગુજરાતના મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષશ્રી અને ચીફ એકઝીકયુટીવ ઓફિસરશ્રી પંકજકુમારે ગઇકાલે શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ચોટીલા તાલુકાના દુધેલી, સાંગાણી, મધરીખડા, નાના કાંધાસર અને મોટા કાંધાસર ગામોએ ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓને કુમકુમ તિલક કરી-ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને આનંદ હર્ષોલ્‍લાસના માહોલમાં બાળકોને હસતા મુખે શાળા પ્રવેશ કરાવ્‍યો હતો.
ચોટીલા તાલુકાના મધરીખડા ગામે ગ્રામજનો અને વાલીઓની હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ કન્‍યા કેળવણીના કાર્યક્રમને દીપ પ્રાગટય દ્વારા ખૂલ્‍લો મૂકતાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષશ્રી પંકજકુમારે જણાવ્‍યું હતું કે, રાજય સરકારના પાછલા વર્ષોના શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમની ફલશ્રુતિરૂપે જિલ્‍લાના પછાત એવા ચોટીલા તાલુકામાં સાક્ષરતા દરની નોંધાયેલી ટકાવારીને જોતાં આ વિસ્‍તારમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે, જે વાલીઓની જાગૃતિને આભારી છે.
શ્રી પંકજકુમારે શાળા પ્રવેશોત્‍સવના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગ્રામજનો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી પૃચ્‍છા કરી હતી કે અહીં હાજર રહેલા પૈકી કેટલાં વાલીઓ ભણેલા છે ? ત્‍યારે મોટાભાગના વાલીઓ પોતે ભણેલા હોવાનું જણાવતાં તુરત જ તેમણે કહયું હતું કે, ભણતરથી શું લાભ થાય છે ? અને તે બાબતથી આપ સૌ સુપરિચિત અને વાકેફ છો, ત્‍યારે આ બાબત પરથી ગામમાં ચોકકસ જાગૃતિ હોવાનું જણાઇ આવે છે. અને જયારે ગામલોકોમાં જાગૃતિ હોય ત્‍યારે વાલીઓ પણ તેમના બાળકોને નિયમિતપણે શાળાએ જાય તેની કાળજી રાખતા હશે. આ સંજોગોમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે વાલીઓએ ગુરૂજનોમાં મૂકેલા દ્દઢ વિશ્વાસને સાર્થક કરી તેને બરકરાર રાખવા માટે શાળાની અનેકગણી જવાબદારી વધી જાય છે. ત્‍યારે વાલીઓ અને ગ્રામજનોએ ગુરૂજનોમાં મૂકેલા આ વિશ્વાસને ટકાવી રાખવા બલ્‍કે તે વધુ મજબૂત બને તે રીતે કાર્ય કરી શાળામાં અભ્‍યાસ કરતાં પ્રત્‍યેક બાળકને યોગ્‍ય ન્‍યાય મળે તેવા નિષ્‍ઠાપૂર્વકના સામૂહિક પ્રયાસોની તેમણે હિમાયત કરી હતી.
શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમને અનુરૂપ ગ્રામ પંચાયત દ્વારા ગામની સામાન્‍ય માહિતીને આવરી લેતી પત્રિકામાં “બંધારણ ન હોય - પણ વ્‍યવસ્‍થા હોય” “સૂચન ન હોય પણ - સમજણ હોય” જેવા સદ્દવિચારોનો ઉલ્‍લેખ કરતાં શ્રી પંકજકુમારે જણાવ્‍યું હતું કે, “સાચુ પરિવાર” માટેના આ વિચારો ખૂબ જ ઉત્તમ છે જેની અમલવારી કરવાનું કાર્ય શિક્ષકોનું છે અને આ આદર્શો જીવનમાં ઉતારીને જ સાચા પરિવારની ભાવના ચરિતાર્થ કરી શકાશે.
શ્રી પંકજકુમારે આ પ્રસંગે બાળકોને અપાતા શિક્ષણની ગુણવત્તાલક્ષી સમીક્ષા અર્થે શાળાના તમામ શિક્ષકગણને બાળકોની વચ્‍ચે હાજર રાખી શિક્ષકગણને એ-બી-સી એમ ત્રણ ગૃપમાં વહેંચીને બાળકો સાથે સીધો સંવાદ કરી, કયા ગૃપના શિક્ષકો પાસે તમને ભણવાની વધુ મજા આવે છે અને કયા ગૃપના શિક્ષકો પાસે તમને ભણવાની ઓછી ઇચ્‍છા થાય છે તેવો સીધો પ્રશ્ન કર્યો ત્‍યારે વિદ્યાર્થીઓએ આ અંગે આપેલા પ્રત્‍યુત્તર-મંતવ્‍યને બિરદાવતા તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષકોનું આ સાચું મૂલ્‍યાંકન છે અને બાળકોના મૂલ્‍યાંકન મુજબ “બી” ગૃપના શિક્ષકોને “એ” ગૃપની જેમ અને “સી” ગૃપના શિક્ષકોને “બી” ગૃપની જેમ સજજ થવાની જરૂર હોવાની તેમણે ટકોર કરી હતી.
આ પ્રસંગે જિલ્‍લા પંચાયતની સિંચાઇ સમિતિના અધ્‍યક્ષશ્રી રાધવજીભાઇ મેટાલીયાએ તેમના પ્રાસંગિક ઉદ્દબોઘનમાં સરકારશ્રીના શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને ગામના ઉત્‍સવની જેમ વધાવી લેવા અને વિશાળ મેદાન ફરતે વૃક્ષારોપણ અને ફૂલછોડ વાવીને આ જ્ઞાન મંદિરને ઘર કરતા પણ વિશેષ રળિયામણું બનાવવા જણાવ્‍યું હતું વાલી મીટીંગમાં પરામર્શ કરીને શાળાની ભૌતિક સુવિધામાં પણ વધારો થાય તે માટેના સહિયારા પ્રયાસો થકી બાળકોનો માનસિક-શારીરિક વિકાસ સાધવા પણ તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી પંકજકુમાર અને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાના આચાર્યશ્રી બાબુજી ઠાકોર અને ગામ આગેવાન શ્રી પ્રવિણભાઇ જાંબુકીયા તરફથી પુરસ્‍કૃત કરાયેલ શૈક્ષણિક કિટ્સ ભૂલકાંઓને એનાયત કરાઇ હતી તેમજ આંગણવાડીની બહેનોને રમકડાં તથા ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્‍ઠ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરી પુરસ્‍કૃત કરાયાં હતાં
આ પ્રસંગે લીંબડીના પ્રાંત અધિકારીશ્રી જે. કે. પટેલ, ગામના આગેવાનો શ્રી પ્રવિણભાઇ જાંબુકીયા, સરપંચશ્રી હરજીભાઇ સરવૈયા, તલાટી શ્રીમતી સુનીતાબેન પટેલ, વિદ્યાર્થીઓ-વાલીઓ, વડીલો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયાં હતાં.
પ્રારંભમાં શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજુ કર્યું હતું અને અંતમાં શ્રી પ્રવિણભાઇ જાંબુકીયાએ આભારદર્શન કર્યું હતું.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે શાળા પ્રવેશોત્‍સવના આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રારંભે શ્રી પંકજકુમારે ચોટીલા તાલુકાના ચાણપા, ભીમગઢ, કાળાસર, લાખચોકીયા અને રેશમીયા ગામોએ તથા અંતિમ દિવસે વાવડી, ગુગલીયાણા, જામવાળી, ખાખરાવાળી અને દેવળીયા ગામોની પ્રાથમિક શાળાઓમાં પણ ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી પ્રોત્‍સાહિત કર્યા હતા.

પાટડી તાલુકાના માલણપુર-કોચાડા-બામણવા અને સુરજપુરા ગામે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

સારા શિક્ષણ દ્વારા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવા પ્રયાસો થકી શાળા પ્રવેશોત્‍સવને સફળ બનાવવા રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો અનુરોધ

સુરેન્‍દ્રનગર,તા.૧૮/૬- ગુજરાતના વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ રાજયમાં ગઇ તા. ૧૬ મી થી ત્રણ દિવસ માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના આજના ત્રીજા દિવસે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પાટડી તાલુકાના માલણપુર, કોચાડા, બામણવા અને સરજપુરા ગામોએ ઉપસ્‍થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો.
રાજય મંત્રીશ્રી રાણાએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, ૨૧ મી સદીના શૈક્ષણિક પડકારો ઝીલવા બાળક સક્ષમ બને તે માટે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવો રાજય સરકારનો પ્રયાસ છે. બાળકો સારૂં ભણે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવા પ્રયાસો થકી શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને સફળ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
રાજય મંત્રીશ્રી રાણાએ જણાવ્‍યું હતું કે, પહેલાં શાળાઓમાં આટલી સુવિધાઓ ન હતી હવે નાના નાના ગામમાં પણ અદ્યતન ઓરડા અને શૈક્ષણિક સાધનો તથા પૂરતા શિક્ષકગણની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. વળી ગુણોત્‍સવ કાર્યક્રમ દ્વારા શાળાના શૈક્ષણિક સ્‍તરની પણ ચકાસણી કરવામાં આવે છે. આથી અધવચ્‍ચેથી શાળા છોડી જનારની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ પ્રસંગે પાટડીના ધારાસભ્‍યશ્રી શંભુપ્રસાદ ટુંડીયાએ જણાવ્‍યું હતું કે, શિક્ષણ માણસમાં જીવન ઘડતરનું કામ કરે છે. બાળકમાં અપાર ક્ષમતાઓ પડેલી છે જેને બહાર લાવવા શિક્ષણ એકમાત્ર સાધન છે. તેઓએ જૂની માનસિકતામાંથી બહાર આવીને દિકરીઓને ઉચ્‍ચ શિક્ષણ આપવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
શિક્ષણ પ્રત્‍યેની પોતાની સંવેદનાઓ વ્‍યકત કરતાં જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી રતિલાલ યાદવે જણાવ્‍યું હતું કે, કુટુંબમાં ગામમાં શિક્ષણ પ્રત્‍યે રુચિ ઉભી થાય અને સામુહિક પ્રયાસ થાય તો બાળકને શિક્ષણ પ્રત્‍યે કયારેય અરૂચિ ન થાય. તેઓએ આ તકે પ્રત્‍યેક ગામ ૧૦૦ ટકા સાક્ષર બને તેવા પ્રયાસો કરવા ગામના આગેવાનોને હ્રદયસ્‍પર્શી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્‍તે વાંચે ગુજરાત કાર્યક્રમ અન્‍વયે પુસ્‍તક તરતું મૂકવામાં આવ્‍યું હતું આ ઉપરાંત નવા પ્રવેશેલા બાળકોને શૈક્ષણિક કિટ્સ તથા દફતર તથા ધોરણ ૩ થી ૭ ના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું તથા દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી મુકેશભાઇ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ, જિલ્‍લા પંચાયતના સભ્‍યશ્રી ઉદુભા, તાલુકા પંચાયતની કારોબારી સમિતીના પ્રમુખ શ્રીમતી કોકીલાબેન મહેતા, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્‍મિભાઇ રાવલ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેનશ્રી મહેન્‍દ્રભાઇ, જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી દિલીપભાઇ પટેલ, અગ્રણીશ્રીઓ સુરાભાઇ રબારી, સુરેશભાઇ ભાવસાર, શ્રીમતી મીનાબેન, શ્રી કે.પી. પરમાર મામલતદારશ્રી નિયતિબેન ઉત્‍સવ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતાં.

લીંબડી તાલુકાના પાંચ ગામોની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતાં ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ

શિક્ષણની સાથે બાળકોમાં વાંચનની ટેવ કેળવાય તેવા વાતાવરણનું પ્રત્યેક શાળાઓ અને ઘરોમાં નિર્માણ કરવું પડશે
- મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ

સુરેન્‍દ્રનગર, તા. ૧૮/૬ :- સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના આવેલ નળકાંઠા વિસ્‍તારના ફુલવાડી, રાણાગઢ, મુળબાવળા, ધલવાણા અને રોજાસર ગામોની પ્રાથમિક શાળાઓમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘે આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્‍યું હતુ કે, ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામના આગેવાનોએ કન્‍યા કેળવણી માટે ચિંતન કરી પોતાના ગામની પ્રત્યેક દિકરીઓ શિક્ષિત બને તે માટેનું કાર્ય કરવું પડશે. બાળકને શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે બાળક શાળામાં નિયમિત જાય તે જરૂરી છે તેમ જણાવી શ્રીમતી સંગીતાસીંઘે વધુમાં ઉમેર્યું હતુ કે, શાળામાં પ્રવેશ પામેલ બાળક અધવચ્ચેથી શાળા છોડીને ન જાય તેની ચિંતા આપણે સૌએ કરીને શિક્ષણ રૂપી સામાજીક જવાબદારી અદા કરવી પડશે.
મેનેજીંગ ડિરેક્ટરશ્રીએ આ તકે સમગ્ર રાજ્યમાં શિક્ષણ અર્થે હાથ ધરાયેલા કાર્યોનો ઉલ્લેખ કરી ઉપસ્‍થિત શિક્ષકો તથા ગ્રામજનોને શાળામાં આવતા બાળકોમાં શિક્ષણની સાથે વાંચનની ટેવ કેળવાય તેવા વાતાવરણનું પ્રત્યેક શાળા અને ઘરોમાં નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી જગદીશભાઇ મકવાણાએ જણાવ્‍યું હતુ કે, ગુજરાતનું એકપણ બાળક નિરક્ષર ન રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવ રૂપી મહા અભિયાન આરંભ્યું છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ તેમના બાળકો શિક્ષણ થકી સંસ્‍કારીત બને તે માટેના કાર્યમાં સહયોગી બનવું પડશે.
શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમ દરમિયાન મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તથા આંગણવાડીના બાળકો માટે રમકડાં આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્‍વાગત ગીત તથા યોગ નિદર્શનનો કાર્યક્રમ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં લીંબડીના મામલતદારશ્રી વાળા, અગ્રણીઓ સર્વશ્રી ફૂલજીભાઈ, પુંજાભાઈ, લક્ષ્‍મણભાઈ, અરજણભાઈ સહિત અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતાં.

લીંબડી તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને ઉત્સવના રૂપમાં ઉજવી
પ્રત્યેક બાળક શિક્ષિત બને તે માટે કટિબધ્ધ બની કાર્ય કરવા સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમનો અનુરોધ

સુરેન્‍દ્રનગર,તા.૧૮/૬- સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા, ઘાઘરેટીયા, નટવરગઢ, શિયાણી અને લક્ષ્‍મીસર ગામો ખાતે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે આજરોજ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અનુપમે જણાવ્‍યું હતુ કે, વિદ્યાધામ રૂપી શાળાઓમાં પ્રત્યેક બાળક પ્રવેશ મેળવે અને સુ-સંસ્‍કારીત શિક્ષણ દ્વારા સમગ્ર સમાજ સંસ્‍કારીત બને તેવા ઉદ્દેશ સાથે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહયો છે. ત્યારે પ્રત્યેક શાળામાં પ્રવેશ મેળવતું બાળક અધવચ્ચેથી શાળા છોડીને ન જાય તે માટેની કાળજી શાળાના શિક્ષકોની સાથે સમાજના આગેવાનોએ પણ લેવી પડશે.
તેમણે વધુમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ઉત્‍સવના રૂપમાં ઉજવી તેમાં લોકભાગીદારીને જોડી પ્રત્યેક બાળક શિક્ષિત બને તે માટે કટિબધ્ધ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ગુણોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કરી પ્રત્યેક શાળાને મળેલી ગ્રેડમાંથી વધુ સારા કાર્ય દ્વારા તે શાળાની ગ્રેડમાં સુધારો આવે તેવું કાર્ય કરવા પણ જણાવ્યું હતુ.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી કૃષ્‍ણસિંહ રાણાએ ઉપસ્‍થિત સર્વેને ગામના પ્રત્યેક શાળામાં પ્રવેશપાત્ર બાળકો નિયમિત શાળાએ જાય તે માટે આગળ આવી કાર્ય કરવા જણાવ્યું હતુ.
શાળા પ્રવેશોત્‍સવના આજના ત્રીજા દિવસ દરમિયાન જિલ્લા કલેકટરશ્રી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ, તથા ગામના પ્રવેશપાત્ર બાળકોને પુસ્‍તકો – દફતર આપીને શાળાપ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટે રમકડાં આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી જીતુભા, બેચરભાઈ, સરપંચ અર્જુનસિંહ રાણા સહિત અધિકારી-પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતાં.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર વર્ગ – ૩ ની ભરતી માટેની પ્રાથમિક કસોટીની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રીએ બ

સુરેન્‍દ્રનગર, તા. ૧૭/૬ – સુરેન્‍દ્રનગર જિલ્લામાં માહે જૂન – ૨૦૧૧ના માસ દરમિયાન નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદારની વર્ગ – ૩ ની જગ્‍યાની ભરતી માટેની પ્રાથમિક કસોટીની પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ – અમદાવાદ દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લાના સુરેન્‍દ્રનગર – જોરાવરનગર તથા વઢવાણના પરીક્ષા કેન્‍દ્રો ઉપર લેવાનાર હોઈ, ઉમેદવારોને પરીક્ષા આપવામાં ખલેલ ન પડે તેમજ શાંત – સ્‍વસ્‍થ ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાના સરળ સંચાલન માટે પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લાના દયામયી માતા હાઈસ્‍કૂલ, જ્ઞાનસેતુ વિદ્યાલય, એમ. પી. શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ – સેન્‍ટર – એ, એમ. પી. શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ – સેન્‍ટર – બી, આર. પી. પી. ગર્લ્‍સ હાઈસ્‍કૂલ, સંસ્‍કૃતિ સ્‍કુલ ઓફ થોટ્સ સેન્‍ટર – એ, સંસ્‍કૃતિ સ્‍કુલ ઓફ થોટ્સ સેન્‍ટર – બી, શેઠ એન. ટી. એમ. હાઈસ્‍કૂલ, શ્રી સી. યુ. શાહ ઈંગ્‍લીસ હાઈસ્‍કૂલ, શ્રી ડી. એન. ટી હાઈસ્‍કૂલ, શ્રી દાજીરાજ હાઈસ્‍કૂલ, શ્રી જવાહર નહેરૂ વિવિધલક્ષી વિદ્યાલય, શ્રી કે. પી. ગર્લ્સ હાઈસ્‍કૂલ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ સેન્‍ટર – એ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ સેન્‍ટર – બી, શ્રી એન. ડી. રાવલ ઈંગ્‍લીશ હાઈસ્‍કૂલ, શ્રી પી. જી. એન. એમ.એસ. ગર્લ્‍સ હાઈસ્‍કૂલ એન્ડ શ્રી એમ. કે. દીવાન હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, શ્રી આર. એ. પટેલ બોયઝ હાઈસ્‍કૂલ, શ્રીમતી એસ. જે. વરમોરા મહિલા કોલેજ, શ્રીમતી સદ્દગુણા સી. યુ. શાહ હોમ સાયન્‍સ એન્‍ડ સી. યુ. શાહ આર્ટસ એન્‍ડ કોમર્સ મહિલા કોલેજ, શ્રીમતી સદ્દગુણાબેન સી. યુ. શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્‍કૂલ, શ્રીમતી સવિતાબેન વાડીલાલ વકીલ માધ્યમિક શાળા, તીરૂપતી કન્યા વિદ્યાલય તથા અલ્‍ટ્રાવિઝન એકેડમી પરીક્ષા કેન્‍દ્રોમાં પરીક્ષાર્થીઓ શાંતીથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રથી ચો તરફ ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ઉમેદવારો તથા પરીક્ષાનું સંચાલન કરનાર અધિકૃત સક્ષમ અધિકારીશ્રી તરફથી આપવામાં આવેલ ઓળખપત્ર ધરાવતી વ્‍યક્તિઓ અને પરીક્ષા કેન્‍દ્ર ઉપર ફરજ પર હોય તે વ્‍યક્તિઓ સિવાય અન્ય વ્‍યકતિઓના પ્રવેશ ઉપર તારીખ ૨૬/૬/૨૦૧૧ ના દિવસ માટે પ્રતિબંધ ફરમાવેલ છે.
આ ઉપરાંત આ દિવસે સવારના ૧૧.૩૦ કલાકથી બપોરના ૧..૩૦ કલાક સુધી ધોંધાટ કરે તેવા વાહનો ઉપર તેમજ પરીક્ષા કેન્‍દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરની મર્યાદામાં વાહનો પાર્ક કરવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનોની દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન થતી ગેરરીતીઓ અટકાવવા સારૂં પરીક્ષા કેન્‍દ્રોની આજુબાજુ એક કિલોમીટરના વિસ્‍તારમાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનોની દુકાનો પરીક્ષાના દિવસો દરમિયાન ચાલુ રાખવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમાં મદદગારી કરનાર વ્‍યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવ બીજા દિવસે ૬૫૬૨ બાળકોનું નામાંકન કરાયું

૩૫ કુમાર અને ૪૮ કન્‍યા મળી કુલ ૮૩ બાળકોને પુનઃ પ્રવેશ અપાયો
૧૬૦૧ કુમાર અને ૧૩૭૯ કન્‍યા મળી કુલ ૨૯૮૦ વિદ્યાથીઓએ ધોરણ ૮માં પ્રવેશ મેળવ્‍યો
લોક સહકારથી રૂ. ૬.૧૦ લાખથી વધુની રકમનું રોકડ સાધન-સહાયના રૂપમાં દાન પ્રાપ્‍ત થયું

સુરેન્‍દ્રનગર,તા.૧૭/૬- સમગ્ર રાજયની સાથે તા.૧૬ જુનથી સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ- કન્‍યા કેળવણી મહોત્‍સવના ગઇકાલે બીજા દિવસ દરમિયાન જિલ્‍લાની ૨૪૫ ગામોની ૨૫૮ શાળાઓમાં ૩,૩૮૬ કુમાર અને ૩૧૭૬ કન્‍યા મળી ૬૫૬૨ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો છે, જયારે ૩૫ કુમાર અને ૪૮ કન્‍યા મળી કુલ ૮૩ બાળકોને પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્‍યો છે તથા ૧૨૬૩ કન્‍યાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા છે.
આ ઉપરાંત બીજા દિવસે ધોરણ ૮ માં ૧૬૭૧ કુમાર અને ૧૩૭૯ કન્‍યા મળી ૨૯૮૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો છે.
જિલ્‍લામાં આરંભાયેલ આ શાળા પ્રવેશોત્‍સવ કારણે લોકોમાં પણ જાગૃતિ આવી છે, અને શાળાના બાળકો માટે લોકોએ પણ રોકડ-ભેટ સ્‍વરૂપે તેમનો સહયોગ આપ્‍યો છે. જિલ્‍લામાં બીજા દિવસ દરમિયાન અંદાજીત રૂ. ૮૮,૧૮૫ ની રકમ રોકડ સ્‍વરૂપે અને અંદાજીત રૂ. ૫,૨૨,૦૦૯/-ની કિંમતની ચીજ-વસ્‍તુના સ્‍વરૂપમાં લોક સહયોગરૂપે દાન પ્રાપ્‍ત થયું હતું.
કન્‍યા કેળવણી રથયાત્રાના બીજા દિવસ દરમિયાન સમગ્ર જિલ્‍લામાં મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લઇ બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન ધોરણ ૧ ની સાથે આંગણવાડી-બાલમંદિરમાં પણ બાળકોનું નામાંકન કરવામાં આવ્‍યું છે, તેમ જિલ્‍લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરશ્રી અને જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ખેડૂતોને ખાતરમાં કોઇ એક બ્રાન્‍ડનો આગ્રહ છોડી નિયત ધારાધોરણોવાળા ખાતર બીલથી ખરીદવા અનુરોધ

સુરેન્‍દ્રનગર, તા.૧૮/૬ઃ- નાયબ ખેતી નિયામક (વિસ્‍તરણ), ખેડૂત તાલીમ કેન્‍દ્ર દ્રારા સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ ખેડૂતોને ખાતરમાં કોઇ એક ચોકકસ બ્રાન્‍ડનો આગ્રહ ન રાખતા બજારમાં મળતા નિયત ધારા ધોરણવાળા ખાતરો બીલથી ખરીદવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
ખેડૂત તાલીમ કેન્‍દ્રની યાદીમાં જણાવ્‍યા મુજબ હાલ ખરીફ-૨૦૧૧ સીઝન થતાં આથી પિયત સુવિધા ધરાવતા ખેડૂતો પાકનું આયગોતરું આયોજન કરી રહયાં છે. જિલ્‍લાની ફોપીંગ પેટર્નને ધ્‍યાને લઇ રાસાયણિક ખાતરની જરૂરીયાતનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ છતાં ખેડૂતોને રાસાયણિક ખાતરની અછત જણાય છે. રાસાયણિક ખાતર ઉત્‍પાદક કંપનીઓને ઝડપી સપ્‍લાય કરવા સંબંધિત વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવે જ છે. સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં ખેડૂતો યુરીયા, ડી.એ.પી.માં બ્રાન્‍ડ નેમનો આગ્રહ રાખી અન્‍ય કંપનીના રાસાયણિક ખાતરો ઉપલબ્‍ધ હોવા છતાં ખરીદતાં નથી, જે બારબર નથી તમામ ખાતરોમાં તેના ધોરણો પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્‍ફરસ કે પોટાશ તત્‍વોના ટકા હોય છે.
વધુમાં જિલ્‍લાના રાસાયણિક ખાતરો વેચતા તમામ વિક્રેતાઓએ તેઓની દુકાન, પેઢી કે ઓફિસની બહાર તેઓ દ્વારા વેચાતા તમામ રાસાયણિક ખાતરોના નામ, તેના ટકા, સ્‍ટોક તથા ૧ થેલીનો ભાવ વગેરે વિગત દર્શાવતું બોર્ડ દિવસ-૩ માં ફરજીયાત રાખવાનું રહેશે, જેથી ખેડૂતો દુકાનના બોર્ડમાં વિગતો જોઇ સરળતાથી ખાતર ખરીદી શકે.

બાળકોના શિક્ષણ માટે ચિંતા કરતી સરકારના અથાક પ્રયાસોમાં વાલીઓનો સહયોગ પણ એટલો જ જરૂરી છે : જિલ્‍લા કલેકટરશ્રી અનુપમ

જાખણ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી અનુપમ અને સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલાની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો : ૯ ભૂલકાંઓને પ્રવેશ
જાખણ ઉપરાંત નાના ટીંબલા, મોટા ટીંબલા, ધાધોસર અને કટારીયા ગામોએ પણ કલેકટરશ્રીના હસ્‍તે ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાયો


સુરેન્‍દ્રનગર, તા.૧૮/૬ઃ- જિલ્‍લા કલેકટરશ્રી અનુપમ તથા જિલ્‍લા પંચાયતની સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલા તેમજ લીંબડી તાલુકાના અગ્રણીશ્રી ગોવંદભાઇ લકુમની ઉપસ્‍થિતિમાં ગઇકાલે લીંબડી તાલુકાના જાખણ ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ૯ ભૂલકાંઓને કુમકુમ તિલક કરી રંગેચંગે શાળા પ્રવેશ કરાવાયો હતો.
જિલ્‍લા કલેકટરશ્રી અનુપમે ગઇકાલે લીંબડી તાલુકાના નાના ટીંબલા, મોટા ટીંબલા, ધાધોસર, કટારીયા ગામોમાં પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. શ્રી અનુપમે તેમના સંબોઘનમાં જણાવ્‍યું હતું કે, બાળકોના શિક્ષણ માટે ચિંતા કરતી સરકારના અથાક પ્રયાસોમાં વાલીઓનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. બાળક શાળાએથી ઘેર આવે ત્‍યારે શાળામાં તેને શું શીખવવામાં આવ્‍યું અને તેમાં તેને શું મુશ્‍કેલી પડે છે તેવી વાલીઓ તરફથી પૃચ્‍છા થાય અને વિશેષ કાળજી રાખીને શાળાના ગુરૂજનોની સમયાંતરે મુલાકાત લઇ પોતાના સંતાનના અભ્‍યાસ સંદર્ભે પરામર્શ થાય તો તેમાં ધાર્યું પરિણામ ચોકકસ મેળવી શકાશે.
સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલાએ ઉપસ્‍થિત વિદ્યાર્થી-વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં એક પણ બાળક અભણ ન રહે અને તમામ બાળકો ખૂબ સારો અભ્‍યાસ કરે તે માટે રાજય સરકાર તરફથી રાજયભરની તમામ શાળાઓમાં મંત્રીશ્રીઓ, વરિષ્‍ઠ પદાધિકારીશ્રીઓ અને સનદી અધિકારીઓને ગામે ગામ મોકલીને ભૂલકાંઓને એક ઉત્‍સવના રૂપમાં શાળા પ્રવેશ કરાવાઇ રહયો છે, જેની છેલ્‍લાં ૮ વર્ષથી આ દિશામાં પરિણામલક્ષી અસરો જણાઇ રહી છે.
શ્રી દેવજીભાઇ વાઘેલાએ વધુમાં જણાવ્‍યું હતું કે, શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવને લીધે હવે વાલીઓ તેમની દિકરીઓને ઉચ્‍ચ શિક્ષણ મેળવીને ઉંચી ટકાવારી સાથે હવે અગ્રસ્‍થાન મેળવી રહી છે, ત્‍યારે તેમાંથી પ્રેરણા લઇને વાલીઓએ પણ તેમના બાળકોના ઉચ્‍ચ શિક્ષણ માટે પૂરતી કાળજી લઇને રાજય સરકારના આ અભિયાનમાં પૂરક સહયોગ આપવો પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
લીંબડી તાલુકાના અગ્રણી શ્રી ગોવિંદભાઇ લકુમે તેમના પ્રાસંગિક ઉદ્દબોઘનમાં જણાવ્‍યું હતું કે, શાળા પ્રવેશોત્‍સવ અગાઉ વાલીઓ તેમના બાળકોને શાળામાં બેસાડી જતાં હતાં પરંતુ હવે મહાનુભાવો અને સમગ્ર ગ્રામજનોની હાજરીમાં બાળકોને હસતા મુખે રંગેચંગે શાળા પ્રવેશ કરાવાઇ રહયો છે ત્‍યારે ભૂલકાંઓ પણ હવે શાળામાં ખુશી-ખુશી આવતા થયાં છે, જે આ કાર્યક્રમની ફલશ્રુતિ છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે બાળકોને શૈક્ષણિક કિટ્સ તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્‍ઠ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્‍સાહન ઇનામો એનાયત કરી પ્રોત્‍સાહિત કરાયા હતાં તદ્ઉપરાંત આંગણવાડીની બહેનોને પણ ભૂલકાંઓ માટે રમકડા આપવામાં આવ્‍યા હતાં
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજન, શાળાના આચાર્યશ્રી પ્રાગજીભાઇ પટેલ, તાલુકા અને ગામના અગ્રણીઓ, વાલીઓ –વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયાં હતાં
પ્રારંભમાં શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્‍વાગતગીત બાદ બાળકો દ્વારા યોગ નિદર્શન કરાયું હતું.
અંતમાં શાળાના આચાર્યશ્રી પ્રાગજીભાઇ પટેલે આભારદર્શન કર્યું હતું.

અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરીને ISO 9001:2008 QMS પ્રમાણપત્ર એનાયત

અમરેલી, તા.૧૮ જૂન,૨૦૧૧ અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરી-ગાંધીનગર ખાતે સામાજિક ન્‍યાય અને અધિકારીતા, રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્‍થિતિમાં સમ્રાટ એસોસિએટસ તરફથી નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરીને ISO 9001:2008 QMS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત મંત્રીશ્રી વાઘેલાના હસ્‍તે ડૉ. આંબેડકર વિશેનો કાવ્‍યસંગ્રહ શબ્દ બાંધ્યો સૂરજ અને અનુસૂચિત જાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે વિદેશ લોન અને પાયલોટ તાલીમ માટેની યોજના અંગેના પુસ્‍તકનું પણ વિમોચન કરવામાં આવેલ. અનુસૂચિત જાતિ કલ્‍યાણના નિયામક તરીકે ફરજ બજાવતાં શ્રી પી.કે. ગઢવી વય નિવૃત્ત થતાં શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી પી.કે. તનેજા ઉપસ્‍થિત રહેલ.

પારેખ ટેક્નિકલ ઇન્‍સ્‍ટીટ્યુટ-અમરેલી ખાતે સર્ટિફિકેટ કોર્ષમાં પ્રવેશ ફોર્મ વિતરણ

અમરેલી તા.૧૮ જૂન, ૨૦૧૧ કે.કે. પારેખ ટેક્નિકલ ઇન્‍સ્‍ટીટ્યુટ-અમરેલી ખાતે ઇલેક્ટ્રોનિક્સ એપ્‍લાય એન્‍ડ કોમ્‍પ્યુટર ટેક્નિશિયન (લાયકાત ધોરણ ૯ પાસ), ડેસ્‍ક ટોપ પબ્લીકેશન કોમ્પ્‍યુટર કોર્સ (ડી.ટી.પી.) (લાયકાત અંગ્રેજી વિષય સાથે ધો.૧૦ પાસ), ઇલે. મોટર રિવાઇન્‍ડિંગ એન્‍ડ સર્વિસીંગ(લાયકાત ધોરણ ૯ પાસ)ના સર્ટિફિકેટ કોર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્ર્યાર્થીઓએ રૂબરૂ સંપર્ક કરી રૂ.૧૫ ભર્યે રોકડેથી ફોર્મ મેળવવાનું રહેશે. તા.૨૦/૦૬/૨૦૧૧થી ફોર્મ વિતરણ શરૂ થનાર છે. વધુ વિગતો માટે ફોન નં. (૦૨૭૯૨)૨૨૨૪૬૭ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
સાવરકુંડલા તાલુકા મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી
અમરેલી, તા.૧૮ જૂન,૨૦૧૧ અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાની ચીખલી, નાની વડાળ અને હાથસણી પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-સાવરકુંડલા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૪/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-સાવરકુંડલાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર અને સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી અર્થે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-સાવરકુંડલાની યાદીમાં જણાવાયું છે.

મહિલા-બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદીનો અમરેલી જિલ્‍લાનો પ્રવાસ કાર્યક્રમ

અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રો. વસુબેન ત્રિવેદી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૦.૦૦ કલાકે મંગલાબેન બાલમંદિર- સાવરકુંડલા રોડ, અને ૧૧.૩૦ કલાકે કન્‍યા વિદ્યાલય-જેસીંગપરા,અમરેલી ખાતે પોષણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી વાનગીઓના પ્રદર્શન-નિદર્શન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

બગસરા તાલુકા મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી

અમરેલી, તા.૧૮ જૂન,૨૦૧૧ અમરેલી જિલ્‍લાના બગસરા તાલુકાની ગોકુળપરા અને હુડકો પ્રાથમિક શાળા-બગસરા, ખીજડીયા, હુલરિયા, નવી હળિયાદ, નવા પીપરીયા, હામાપુર પ્‍લોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-બગસરા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૯/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-બગસરાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે, તમામ જાતિના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ હોવી જોઇએ. નિયત નમૂનાની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર અને સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી અર્થે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-બગસરાની યાદીમાં જણાવાયું છે.

કૃષિ, સહકારમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૧૯ જૂન-૨૦૧૧ના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૧૯-૦૬-૧૧ ના રોજ પટેલવાડી-ગજેરાપરા,અમરેલી ખાતે ૦૯-૦૦ કલાકે અમરેલી જિલ્‍લા દૂધ સંભની સાધારણ સભા અને ૧૦.૦૦ કલાકે અમરેલી જિલ્લા મધ્યસ્‍થ સહકારી બેંક લિ.ની સાધારણ સભામાં ઉપસ્‍થિત રહેશે.

ગામડાઓમાં શિક્ષણનું સ્‍તર ઉંચું લાવવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છેઃનાણામંત્રીશ્રી વજુભાઈ વાળા બગસરાના સમઢિયાળા, માણેકવાડા અને જુની હળિયાદ

અમરેલી, તા.૧૮
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બગસરા તાલુકાના સમઢિયાળા, માણેકવાડા અને જુની હળિયાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. ૪૯ કુમાર અને ૪૦ કન્યા સહિત ૮૯ બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો જ્યારે ૧૮ કુમાર અને ૧૦ કન્‍યા સહિત ૨૮ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્‍યો હતો.
નાણામંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના પોતાના બાળક જ નહિ પરંતુ સમાજના કોઇપણ વર્ગનું બાળક પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે અંગે ખાસ કાળજી લેવી જોઇએ. ગામડાઓમાં શિક્ષણનું સ્‍તર ઉંચું લાવવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મફત શિક્ષણ સુવિધા, સાયકલ, ગણવેશ અને શિષ્‍યવૃત્તિ જેવી અનેક સહાય પૂરી પાડવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આજે સમાજમાં કન્‍યાઓએ દરેક ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ સિધ્‍ધીઓ હાંસલ કરી છે ત્‍યારે આપણી દીકરી પણ તેવી જ સિધ્‍ધીઓના શિખરો સર કરે તે માટે પાયો એટલે કે પ્રાથમિક શિક્ષણ જ મજબૂત બનાવવું જોઇએ. કન્‍યાઓ બે કુળની પ્રતિનિધી છે ત્‍યારે તેના અભ્‍યાસ માટે તો ખાસ કાળજી લેવી જ જોઇએ. જો આપણી આપણી દીકરીને જ નહિ ભણાવીએ તો આગામી પેઢીનું ભાવિ શું હશે?
જિલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી મનોજભાઇ મહિડાએ જણાવ્‍યું હતું કે, શાળા પ્રવેશોત્‍સવના કારણે આજે માતા-પિતા પણ પોતાના બાળકોના શિક્ષણ માટે જાગૃત થયા છે. રાજ્ય સરકારના કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના દીર્ધદ્રષ્‍ટિપૂર્ણ પગલાને લીધે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્ય સરકારના આ શિક્ષણ યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
તાલુકા પંચાયત સદસ્‍ય શ્રી રમેશભાઇ સતાસિયાએ જણાવ્‍યું હતું કે, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં પરિવર્તનો આવ્‍યા છે. જે બાળકોએ અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દીધો હોય તેમને પણ આ કાર્યક્રમ થકી પુનઃપ્રવેશ આપી પુનઃઅભ્‍યાસની તક પૂરી પાડવામાં આવે છે. પરંતુ સરકારના આ કાર્યક્રમો અને અનેક સહાયને લીધે બાળકોને અધવચ્ચેથી શાળા છોડવાની પરિસ્‍થિતિ રહી નથી.
આ તકે નગરપ્રમુખ શ્રી છગનભાઇ હિરાણી, બગસરા-મામલતદારશ્રી અને વાલીગણ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ગામડાઓમાં શિક્ષણનું સ્‍તર ઉંચું લાવવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છેઃનાણામંત્રીશ્રી વજુભાઈ વાળા બગસરાના સમઢિયાળા, માણેકવાડા અને જુની હળિયાદ

અમરેલી, તા.૧૮
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બગસરા તાલુકાના સમઢિયાળા, માણેકવાડા અને જુની હળિયાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. ૪૯ કુમાર અને ૪૦ કન્યા સહિત ૮૯ બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો જ્યારે ૧૮ કુમાર અને ૧૦ કન્‍યા સહિત ૨૮ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્‍યો હતો.
નાણામંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના પોતાના બાળક જ નહિ પરંતુ સમાજના કોઇપણ વર્ગનું બાળક પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે અંગે ખાસ કાળજી લેવી જોઇએ. ગામડાઓમાં શિક્ષણનું સ્‍તર ઉંચું લાવવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મફત શિક્ષણ સુવિધા, સાયકલ, ગણવેશ અને શિષ્‍યવૃત્તિ જેવી અનેક સહાય પૂરી પાડવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આજે સમાજમાં કન્‍યાઓએ દરેક ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ સિધ્‍ધીઓ હાંસલ કરી છે ત્‍યારે આપણી દીકરી પણ તેવી જ સિધ્‍ધીઓના શિખરો સર કરે તે માટે પાયો એટલે કે પ્રાથમિક શિક્ષણ જ મજબૂત બનાવવું જોઇએ. કન્‍યાઓ બે કુળની પ્રતિનિધી છે ત્‍યારે તેના અભ્‍યાસ માટે તો ખાસ કાળજી લેવી જ જોઇએ. જો આપણી આપણી દીકરીને જ નહિ ભણાવીએ તો આગામી પેઢીનું ભાવિ શું હશે?
જિલ્‍લા પંચાયત સદસ્‍ય શ્રી મનોજભાઇ મહિડાએ જણાવ્‍યું હતું કે, શાળા પ્રવેશોત્‍સવના કારણે આજે માતા-પિતા પણ પોતાના બાળકોના શિક્ષણ માટે જાગૃત થયા છે. રાજ્ય સરકારના કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના દીર્ધદ્રષ્‍ટિપૂર્ણ પગલાને લીધે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્ય સરકારના આ શિક્ષણ યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
તાલુકા પંચાયત સદસ્‍ય શ્રી રમેશભાઇ સતાસિયાએ જણાવ્‍યું હતું કે, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં પરિવર્તનો આવ્‍યા છે. જે બાળકોએ અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દીધો હોય તેમને પણ આ કાર્યક્રમ થકી પુનઃપ્રવેશ આપી પુનઃઅભ્‍યાસની તક પૂરી પાડવામાં આવે છે. પરંતુ સરકારના આ કાર્યક્રમો અને અનેક સહાયને લીધે બાળકોને અધવચ્ચેથી શાળા છોડવાની પરિસ્‍થિતિ રહી નથી.
આ તકે નગરપ્રમુખ શ્રી છગનભાઇ હિરાણી, બગસરા-મામલતદારશ્રી અને વાલીગણ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ખાદી માત્ર કાપડ નથી બલ્‍કે લાખો લોકોને રોજગારી આપનારૂં અને સ્‍વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે - મહામહિમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલા ખડસલી ખાતે કુંડલા તાલુ

અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ લોકશાળા-ખડસલી ખાતે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ,સાવરકુંડલાના હીરક જયંતી મહોત્‍સવ નું દીપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મહામહિમ રાજયપાલ ડૉ.કમલાએ કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળને ૭૫ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, પૂ. ગાંધીજીના વિચારોને ઝીલીને સ્‍વરાજની સાથે ગ્રામીણ ક્ષેત્રે સામાજીક પરિપેક્ષમાં સ્‍વરોજગારી અને સ્‍વાવલંબનનું શ્રેષ્‍ઠ ઉદાહરણ ગ્રામ સેવા મંડળ પૂરૂં પાડ્યુ છે. ખાદી ગ્રામોદ્યોગ દ્વારા છેલ્‍લા ૭૫ વર્ષથી તાલુકા ગ્રામ સેવા મંડળે પૂજ્ય બાપુના સ્‍વરોજગારી અને સ્‍વાવલંબન થકી ગ્રામોત્‍થાનના સિધ્ધાંત સાથે શિક્ષણની જ્યોત સતત ઝળહળતી રાખ્યાનું જણાવી ડૉ.કમલાએ આનંદની લાગણી વ્‍યક્ત કરી હતી.
ખાદી પ્રત્યેની લાગણીઓ વ્‍યક્ત કરતાં રાજયપાલ ડૉ. કમલાએ ખાદી માત્ર કાપડ નથી બલ્‍કે લાખો લોકોને રોજગારી આપનારું અને સ્‍વાવલંબન સાથે સ્‍વમાનભેર જીવન જીવવાનું તેમજ અને સ્‍વતંત્રતા સંગ્રામનું પ્રતિક હોવાનું જણાવ્‍યું હતું. આથી દરેક ભારતીયોને ખાદીનું મહત્‍વ સવિશેષ છે, ત્યારે યુવાપેઢી પણ ખાદી તરફ વળ્યાનો આનંદ વ્‍યક્ત કરી ખાદીની સાથે ગાંધી વિચારધારાને પણ અનુસરવા અનુરોધ કર્યો હતો.
સામાન્‍ય માનવી પણ ગરિમાપૂર્ણ જીવન જીવે તેવા પૂ.બાપુના સ્‍વપ્‍નને સાકાર કરવા તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા વિવિધ અભિયાનોમાં સક્રિય ભાગ લઈને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રચનાત્‍મક કામગીરી કરી સુર્વણ ઇતિહાસ રચ્યો છે, ત્‍યારે આજની યુવાપેઢીમાં પણ નવચેતના જાગૃત કરવા સંસ્‍થા શાશ્વત કાર્યરત રહે તેવી રાજયપાલ ડૉ. કમલાએ શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમમાં ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી કુમુદબેન જોષીએ તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા કરવામાં આવતી ખાદી-ગ્રામોદ્યોગ અને લોકશાળાના શિક્ષણથી સામાજીક સ્‍તરને ઉંચુ લાવવાના સરાહનીય પ્રયાસોની સમાજે નોંધ લેવા જણાવ્‍યું હતું. સંસ્‍થાની કામગીરી આવનારી પેઢીઓ માટે ભાથું બની રહેશે અને બુનિયાદી વિચારધારાનો પ્રવાહ આવી જ સંસ્‍થાઓએ હંમેશા વહેતો રાખ્‍યો હોવાનો મત વ્‍યક્ત કર્યો હતો.
રાજ્યસભાના સાંસદશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચન કરતાં સંસ્‍થા સ્‍થાપનાર મનિષીઓને ભગવદગીતાના કર્મ, ભક્તિ અને જ્ઞાનયોગના ખરાં અર્થમાં અનુનાયી હોવાનું જણાવી તેમના દીર્ધદ્રષ્‍ટિપણાનો ચિત્તાર આપ્‍યો હતો. આઝાદીના સમયના ઉષાકાળને પારખી આઝાદીના લડવૈયાઓએ ગ્રામોત્‍થાન અને સ્‍વરોજગારીનો રાહ ચીંધી નવી ક્રાંતિ સર્જી હતી. આ ઉપરાંત નિરક્ષરતા નાબૂદ કરવા ગામોગામ ગ્રામસેવા તથા લોકસેવાના દીપક પ્રગટાવેલ તેમાંનું એક એટલે ગ્રામસેવા કેન્દ્ર ખડસલી. આ તકે શ્રી રૂપાલાએ ખર્ચાળ શાળાઓના શિક્ષણને બદલે શિસ્‍ત અને અનુશાસનના પાઠ ભણાવતી ગાંધી વિચાર પ્રેરિત સંસ્‍થાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવા અનુરોધ કર્યો હતો.
લોકસભાના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સંસ્‍થાનો ઇતિહાસ તાજો કર્યો હતો. જયારે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી વાડીભાઇ પટેલે ખડસલીની સંસ્‍થાને સંસ્‍કારી નગરી ગણાવી, ખાદી ગ્રામોદ્યોગમાં જોડાઈને સુરાજયની કલ્‍પનાને સાકાર કરવા આવનારી પેઢીને આહવાન કર્યું હતું.
કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ શ્રી મનુભાઇ મહેતાએ શાબ્‍દિક સ્‍વાગતમાં સંસ્‍થાની પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી અને આભારવિધિ લોકશાળાના આચાર્યશ્રીસંજયભાઈ ભાવસારે કરી હતી.
આજના પ્રસંગે મહામહિમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલાના હસ્‍તે સંસ્‍થાની કન્‍યા છાત્રાલયમાં સંસદ સભ્‍યશ્રીની ગ્રાન્‍ટમાંથી મળેલ સૂર્યઉર્જાના ઉપકરણોનું ઉદઘાટન અને સંસ્‍થાના ૭૫ વર્ષની ગાથા વર્ણવતાં પુસ્‍તક ‘‘સંભારણું’’નું વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સંસ્‍થામાં અભ્યાસ કરતાં અને પ્રથમ નંબર મેળવેલ ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી કાળભાઈ વિરાણી, જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વી.વી. વઘાસિયા, જિ.પં.આરોગ્‍ય સમિતિના ચેરમેનશ્રી કમલેશ કાનાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી કેશુભાઇ વાઘેલા, કલેકટરશ્રી પી.આર.સોમપુરા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે, પોલીસ અધિક્ષક શ્રી એચ.આર.મુલીયાણા, સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ-રાજકોટના પ્રમુખશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇ, ખાદી ગ્રામોદ્યોગ સંઘ સમન્‍વય-રાજકોટના શ્રી બળવંતભાઇ દેસાઇ, ખાદી ગ્રામોદ્યોગ સંસ્‍થાના અગ્રાણીઓ, સંસ્‍થા સાથે ખાદી કામમાં રોકાયેલા, કાંતનાર, વણકર અને સ્‍વસહાય જૂથની મહિલાઓ સહિત વિદ્યાર્થી તથા વાલીગણ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

વનાણાંની સરકારી પડતર ખેડવાણ જમીનની હરરાજી કરાશે

પોરબંદર તા.૧૮ઃ- કુતિયાણાના સબ ડિવીઝનના નાયબ કલેકટરશ્રી પંકજ ઔંધીયાએ તા. ૧૪/૬/૨૦૧૧ના રોજ એક જાહેરનામું બહાર પાડીને તેમના કાર્યક્ષેત્રના રાણાવાવ તાલુકાના વનાણાં ગામની સર્વે નં ૮૩/૨ પૈકિ એ.૬-૦૦ ગુંઠા સરકારી પડતર જમીન જાહેર હરરાજીથી નવી અને અવિભાજય શરતે નિકાલ કરવાનું જણાવેલ છે. આ જમીનની અપસેટ કિંમત એક ચો.મી.ના રૂપીયા ૧૨૦/- મુજબ એક એકરના રૂપીયા ૪,૮૫,૬૪૦/- અને એકર ૬.૦૦ ગુંઠાની કૂલ અપસેટ કિંમત રૂપીયા ૨૯,૧૩,૮૪૦ થાય છે.
આથી ઉપરોકત જમીનની કબજા કિંમત ભરીને નવી અને અવિભાજય શરતે રાખવા ઇચ્‍છતા હોય તેવા ખેડૂત ખાતેદારોએ અરજી પુરા નામ, સરનામા સાથે સાદા કાગળ પર રૂપીયા ૩-૦૦ ની કોર્ટ ફિ ચોંડી જાહેર નામાની તારીખથી તા.૧૫/૭/૨૦૧૧ સુધીમાં નાયબ કલેકટર કચેરી મામલતદાર કચેરીના ઉપરના માળે કુતિયાણા ખાતે મળી જાય તે રીતે મોકલવા જણાવવામાં આવે છે. ખેડૂત ખાતેદાર સિવાય ની વ્‍યક્તિ હરરાજીમાં ભાગ લઇ શકશે નહીં.

બાળકો માં પડેલ વિવિધ સુષુપ્‍ત શકિત ઓને શિક્ષકો ઉજાગર કરે કલેકટરશ્રી ગિરિશ શાહ શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાગી વિકાસ થાય છે. પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.દવે

પોરબંદર,તા.૧૮ઃ- આજે પોરબંદર તાલુકાના પાંડાવદર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્‍યા કેળવણીના યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્‍લા કલેકટરશ્રી ગિરિશ શાહે બાળકોમાં પડેલ વિવિધ સુષૃપ્‍ત શકિતઓને ઉજાગર કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો.૧ માં ૧૧ અને આંગણવાડી કેન્દ્રોમાં ૯ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું મહાનુંભાવોએ નામાંકન થયેલ બાળકોને કુમકુમ તિલક કરીને મોં મીઠુ કરાવ્યું હતું
જિલ્લા કલેકટરશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. તેમણે વાલીઓને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે અંગત રસ લેવા અને બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવીને સનદી અધિકારી બનવા સહિત વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધીને જિલ્લા અને ગામનું નામ રોશન કરવા જણાવ્યું હતું.
ગાંધીનગરના ગૃહ વિભાગના ઇન્ટેલીઝન્સ શાખાના પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.દવે. એ જણાવ્યું હતું. કે શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાંગી વિકાસ થાય છે. નિરક્ષર માનવીનું જીવન ઓસીયાળુ બની જાય છે.
તેમણે આ તકે ગુણવત્તાયુકત શિક્ષણ પર ભાર મુકીને નબળા વિધાર્થીઓના શૈક્ષણીક ઉતકર્ષમાં શિક્ષકોને અંગત લક્ષ આપવા જણાવ્યું હતું. કન્યા કેળવણીના વ્યાપ પર ભાર મુકયો હતો તેમજ વ્યસન મુકિત માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુંભાવોના હસ્તે નામાંકન થયેલ બાળકોને શિક્ષણની કિટસ અને આંગણવાડીના બાળકોને રમકડા અપાયા હતા. તેમજ ધો.૧ થી ૭ માં પ્રથમ આવનાર હોંશિયાર વિધાર્થીઓનું દાતાઓ અને વિશિષ્‍ટ સિધ્ધીમાં વાંચે ગુજરાત માં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર વિધાર્થી શ્રી રાજન મોઢાનું સન્માંન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સ્વાગત પ્રવચન આર્ચાયશ્રી વલ્લભાઇ દવે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી અભય પંડિત અને આભારદર્શન શિક્ષકશ્રી મોઢાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નિલેશભાઇ ઓડેદરા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મધુરીકાબેન ઓડેદરા, સરપંચશ્રી લખધિરસિંહ જેઠવા, મામલતદારશ્રી ભડાણીયા, શ્રી સાજણભાઇ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં મહાનુભાવોના તથા બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

1...તા.૨૮ જુનના રોજ વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે બેઠક મળશે.2...પોરબંદર તાલુકાના નાગકા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન કૂલ ૪૭ બાળકો

1...તા.૨૮ જુનના રોજ વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે બેઠક મળશે.
પોરબંદર,તા.૧૮ઃ- પોરબંદર જિલ્લામાં આંતરરાષ્‍ટ્રીય વન વર્ષ અને ૬૨ માં વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે આગામી તા.૨૮ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે અત્રે
કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સબંધકર્તાશ્રી ઓને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.


2...પોરબંદર તાલુકાના નાગકા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન
કૂલ ૪૭ બાળકોનું નામાકંન કરાયું
કૂલ રૂ! ૬૦ હજારની શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ

પોરબંદર,તા.૧૮ઃ- પોરબંદર તાલુકાના નાગકા ગામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સીનીયર અધ્યાપક શ્રી અલ્તાફભાઇ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કૂલ ૪૭ નવા બાળકોનું નામાકંન અને વિધાર્થી ઓને કૂલ રૂ! ૬૦ હજારની શિષયવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગકા ગામ ની શાળા તથા ફુલીવાવનેસ સીમશાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકોનું નામાકંન કરવામાં આવ્યુ હતું.
મહાનુભાવોના હસ્તે નામાકંન થયેલ બાળકોને મીઠુ મો કરાવીને શિક્ષણની કિટસ તથા આંગણવાડી ના બાળકોને રમકડા તથા આંગણવાડીને બાળ ટ્રાઇ સાયકલ વિતરણ કરવામાં આવી હતી તેમજ ધો.૧ થી ધો.૭ માં પ્રથમ આવનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા યોગ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન ના જિલ્લા સંયોજક શ્રી મહેશભાઇ પરીખ, સરપંચ્ શ્રી અરજણભાઇ રાણાવાયા, આચાર્ય શ્રી મનુભાઇ પટેલ, શ્રી રાણાવાયા, વાલીઓ, શાળાના શિક્ષકો, બાળકો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
પોરબંદર તાલુકાના કાટવાણા ગામે ગાંધીનગર ના ગૃહ ખાતાના ઇન્ટેલીન્સ વિભાગના પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.દવેની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોનું નામાકંન કરવામાં આવ્યું હતું

તા.૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ પોરબંદરની મુલાકાતે આવશે.

પોરબંદર,તા.૧૮ઃ- ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (ખાણ અને ખનીજ વિભાગ) ના પ્રમુખશ્રી સહિતના સભ્યશ્રીઓ તા.૨૧ જુનના રોજ રાત્રે ૨૩ કલાકે પોરબંદર આવશે. અને રાત્રી રોકાણ કરશે. તા.૨૨ ના રોજ સવારે ૯.કલાકે જાહેર હિસાબ સમિતિ સૌરાષ્‍ટ્ર સિમેન્ટ, સૌરાષ્‍ટ્ર કેમીકલ્સ અને ટાટા કેમીકલ્સ વિગેરે યુનીટોની સ્થળ મુલાકાત લેશે. બપોરે ૪.૦૦ કલાકે સમિતિ સોમનાથ જવા રવાના થશે

રાણાવાવ આદિત્યાણાના વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી માટે કાર્યક્રમ રાજય ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયો

પોરબંદર,તા.૧૮ઃ-પોરબંદર જિલ્‍લાની રાણાવાવ-આદિત્યાણા નગરપાલીકાની વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ સચિવશ્રી રાજય ચૂંટણીપંચ ગાંધિનગર દ્વારા તા.૧૫ જુનના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૦ જુનના રોજ ચૂંટણીની નોટીસ જાહેરનામું બહાર પડાશે અને ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણીની નોટીસ પ્રસિધ્ધ કરશે. તા.૨૫ જુનના રોજ ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તારીખ, તા.૨૭ જુનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા.૨૮ જુન ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા.૧૦/૦૭/૨૦૧૧ ના રવિવારના રોજ સવારના ૮-૦૦ થી સાંજ ના ૫.૦૦ કલાક સુધી પેટાચૂંટણીનું મતદાન થશે અને તા.૧૨ જુલાઇના રોજ મતગણતરી કરાશે.
આ વોર્ડ નં-૩ ની બેઠકનો પ્રકાર સામાન્ય સ્ત્રી છે. ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્રસાથે ગુન્હાહિત ઇતીહાસ, શૈક્ષણીક લાયકાત, મિલ્‍કત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. તે રજુ ન કરી શકે તો જુદા-જુદા ૧૩ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી શકશે. આ પેટા ચૂંટણી વિજાણું મતદાન યંત્રો દ્વારા કરવામાં આવશે. તેમ જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને પોરબંદર કલેકટરશ્રી ગિરિશ શાહની યાદીમાં જણાવાયું છે.

શિક્ષણમાં બદલાવ લાવી બાળકનો સર્વાંગી વિકાસ કરીએ, -મંત્રીશ્રી વાસણભાઇ આહિર માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવ યોજાયો.

માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવમાં પછાતવર્ગ કલ્‍યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્‍યુ હતું કે, પ્રાથમિક શિક્ષણમાં રાજ્ય સરકારે અનેકવિધ સુધારાત્‍મક પગલા લીધા છે. શિક્ષણમાં બદલાવ લાવી બાળકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્‍ધ છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જુથળ ગામની પ્રાથમિક શાળાનુ સુંદર વાતાવરણ અને શિક્ષકો દ્વારા બાળકના ઘડતર માટે કરાતી તૈયારીઓ અને મહેનતથી પ્રભાવિત થઇ જુથળ ગામના શિક્ષકો અને વાલીઓને જાગૃતિ પ્રેરક છે, તેમ જણાવ્‍યુ હતું. જુથળ પ્રા.શાળામાં કુલ ૭૪ બાળકોને મંત્રીશ્રીએ કુમ-કુમ તિલક કરી દફતર આપી પ્રવેશ આપ્‍યો હતો.
જૂથળ ગામની ધો.-૯ની બાળા મેઘનાથી ભગવતીએ સૌને પ્રભાવિત કરતું શોર્યગીત રજુ કરતા મંત્રીશ્રીએ પ્રોત્‍સાહક રકમનું ઇનામ આપ્‍યુ હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયાએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકના શિક્ષણમાં બાળાઓને પણ જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. જુથળ પ્રા.શાળાના પ્રવેશોત્‍સવ કાર્યક્રમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિમાવત, તાલુકા વિકાસ અધિકારીશ્રી યાજ્ઞિક, અગ્રણીશ્રી બાલુભાઇ, દેવશીભાઇ, સરપંચશ્રી સેજીબેન સેવરા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે આચાર્ય મોહનભાઇ ડઢાણીયા અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત લોએજ ગામની પ્રાથમિક શાળામાં પણ મંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૧૬ કન્‍યા અને ૧૯ કુમાર એમ ૩૫ બાળકોને કુમ-કુમ તિલક કરી દફતર કીટ અર્પણ કરી પ્રવેશ આપ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી કરગઠીયા તેમજ અગ્રણીઓ શરદભાઇ મહેતા, માનસિંગભાઇ ડોડીયા, ભગવાનભાઇ મોરી, દેવાભાઇ માલમ તેમજ લખમણભાઇ નંદાણીયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

દિકરીને કરીયાવરમાં સંપતિ નંહી શિક્ષણ આપશોઃ- શ્રી મેઘજીભાઇ વાજા. ભેંસાણનાં ઢોળવા અને સાંકરોળામાં શાળા પ્રવેશોત્‍સવની ઉષ્‍માભેર ઉજવણી.

સોરઠમાં ઉજવવામાં આવી રહેલ શાળા પ્રવેશોત્‍સવનાં અંતીમ દિવસે ભેંસાણ તાલુકાના ઢોળવા અને સાંકરોળામાં ભૂલકાઓને આવકારી અતી પછાત જાતિ વિકાસ બોર્ડના ડાયરેકટરશ્રી મેઘજીભાઇ વાજાએ કહ્યુ કે દિકરીને કરીયાવરમાં સંપતિ નહીં પણ શિક્ષણ આપજો.
દિકરીનો સાચો કરીયાવર શિક્ષણ છે તેમ જણાવી શ્રી વાજાએ વધુમાં જણાવ્‍યુ કે દિકરી શિક્ષીત હશે તો તેના બાળકો અને કુટુંબ સંસ્‍કારી થશે. તેમણે શિક્ષકોને ચેલેન્‍જ ઉપાડી તંદુરસ્‍ત સમાજનાં નિમાર્ણમાં બાળકોમાં જ્ઞાન પ્રાપ્‍ત કરવાની જિજ્ઞાસા જાગે તેવા વિદ્યા મંદિરનું નિમાર્ણ કરવા પર ભાર મુકવો જોઇએ. ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ ઉસદડ વાલીઓને જાગૃત બની ગામનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ઢોળવામાં ૩૮ અને સાંકોળા ખાતે ૧૮ બાળકોનું નામાંકન કરાયુ હતુ.કન્‍યા કેળવણી મહોત્‍સવ પ્રસંગે બાળકોએ શોર્યગીત તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી હરેશ કડેચા, સરપંચ હરદાસભાઇ કટીર, આચાર્ય નરેન્‍દ્ર ભૂતૈયા, અગ્રણી નનકુભાઇ વાણીયા, રમેશભાઇ વેકરીયા, રામભાઇ ગજેરા,પ્રવીણભાઇ સોજીત્રા અરજણભાઇ સોલંકીનાં હસ્‍તે પ્રવેશપાત્ર બાળકોને કીટ, તેમજ શીષ્‍યવૃતિ અને તેજસ્‍વી બાળકોને પ્રોત્‍સાહન પુરસ્‍કાર એનાયત કરાયા હતા. આ તકે લાયઝનીંગ અધિકારી રૂડાણી, બી.આર.પી.. જગમાલ કરંગીયા તથા ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

શિક્ષણજ્ઞાનથી કોઇ વંચિત ન રહે તે સૌની પહેલી ફરજ છે. સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. ઃ-જિલ્‍લા કલેકટરશ્રી આશિર્વાદ પરમાર મેંદરડા તાલુકાના સમ

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ૨૪ તથા રાજેસર ગામે-૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્‍યશ્રી આર.સી.ફળદુ એ જણાવ્‍યુ કે રાજ્યમાં શિક્ષણજ્ઞાન થી કોઇ બાળક વંચિત ન રહે તે જોવાની આપણા સૌની પહેલી ફરજ છે. રાજ્ય સરકાર શિક્ષણમાં નવિક્રાંતિ સાથે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી કોઇપણ ક્ષેત્રે ઉચ્‍ચ શિક્ષણ સુધી અનેક સવલતો સાથે અન્‍ય રાજય કરતા પણ આગળ છે.
આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી આશીર્વાદ પરમારે જણાવ્‍યુ કે સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. પરિશ્રમએ ભાગ્‍યની નવિદિશા ઉઘાડનાર છે. માટે શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવી વાલી તથા ગ્રામજનોએ બાળકોને ઘરકામ માંથી સમય આપી શિક્ષણ આપવુ જોઇએ.
આ પ્રસંગે શાળામાં નામાંકન થતા બાળકોને દફતર, શિષ્‍યવૃતિ સાથે પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ-પ્રમાણપત્રો ઉપસ્‍થિત મહાનુભાવોએ એનાયત કર્યા હતા. જયારે શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ કરાયુ હતું. શાળાના બાળકોએ સાંસ્‍કુતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. પ્રસંગે અગ્રણીશ્રી વિનુભાઇ કથીરિયા, શ્રી જમનભાઇ શીંગાળા સરપંચશ્રી રણછોડ માથુકિયા, તાલુકા સદસ્‍યશ્રી કાનાણી શ્રી લાલજી નાગેશ્રી આચાર્યશ્રી સરવૈયા, ગ્રામ વિકાસ અધિકારીશ્રી રાઠોડ, તથા શ્રી બી.ટી.ટાંક, તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી કોર્ડીનેટર શ્રી જયેશભાઇ સાવલીયાએ કર્યુ હતું.

બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત ન રાખીએ. જુનાગઢ પાસેના આંબલીયા-મજેવડી ગોલાધર પ્રા. શાળામાં પ્રવેશોત્‍સવની ઉજવણી

શિક્ષણથી માણસના જીવનમાં આમુલ પરિવર્તન આવે છે.શિક્ષણ વગરનો માણસ દિશા વિહીન બને છે, ત્‍યારે બાળકોનાં ઉજ્જવળ ભવિષ્‍ય માટે તેમને શિક્ષણથી વંચિત ન રાખીએ. તેમ જુનાગઢ પાસેના આંબલીયા, મજેવડી અને ગોલાધર ખાતે શાળા પ્રવેશોત્‍સવમાં અગ્રણીશ્રી વજુભાઇ હિરપરા અને શ્રી કિરીટભાઇ પટેલે જણાવ્‍યુ હતું.
પ્રવેશપાત્ર ૧૨૧ બાળકોનું નામાંકન કરી તેમને શૈક્ષણીક કીટનું વિતરણ કરાયુ હતું. ઉપરાંત તેજસ્‍વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ અપાઇ હતી.તાલુકા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી નારણભાઇ દેવરા, તાલુકા કારોબારી સમીતીના ચેરમેનશ્રી નીલેષ ચોથાણી, આંબલીયાના સરપંચ બીબીબેન સુમરા, બી.આર.સી. ભાવનાબેન હદવાણી, સી.આર.સી, રંજનબેન વરીયાની ઉપસ્‍થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.
શાળા બાળકોના ઘકડતર કરનાર સંસ્‍થા છે વિદ્યાનું મંદિર છે તેના વિકાસ માટે વાલીગણ શિક્ષકો સાથે સૈા એ જાગૃત રહેવુ આવશ્યક છે. તેમ જણાવી શ્રી હિરપરાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. શાળાના આચર્યશ્રી હસમુખ વિકાણીએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતૂં.

જ્ઞાન અને સંસ્‍કારનું સિંચન કરે તે શિક્ષણ,અગ્રઃ- સચિવશ્રી વિપુલ મિત્રા રાયડી અને જમાલપુર ગામે શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી.

તાલાળા તાલુકાના રાયડી અને જમાલપુર ગામે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં અગ્ર સચિવશ્રી વીપુલ મિત્રાએ જણાવ્‍યુ કે જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે તે સાચુ શિક્ષણ, મનુષ્‍ય શિક્ષણ વિનાનો પશુ સમાન છે. શિક્ષિત સમાજ હશે તો વ્‍યસનો, કુટેવો અને દુર્ગુણો આપો આપ ખત્‍મ થશે. શાળામાં પ્રવેશ થતા બાળકો શાળા ન છોડે અને શિક્ષણ સારી રીતે મેળવે તે માટે માતા-પિતા તથા ગામના વાલીઓએ સહીયારા પુરૂષાર્થ દ્વારા જાગૃતિ કેળવવી જોઇએ.
આ પ્રસંગે જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીકુભાઇ સુવાગીયાએ બાળકમાં શિક્ષણ અને વાંચન પ્રત્‍યે રૂચિ કેળવવા તથા તેના મનગમતા વિષય તરફ લક્ષ આપવા જણાવ્‍યુ હતુ.
આ ઉજવણી સંદર્ભે રાયડી શાળામાં ૧૩ તથા જમાલપુરા શાળામાં ૧૬ બાળકોનાં નામાંકન સાથે દફતરકીટ, શિષ્‍યવૃતિ તથા પ્રથમ-દ્વિતીયને પ્રમાણપત્રો પુરસ્‍કાર એનાયત કરાયા હતા. શાળામાં વૃષારોપણ સાથે બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે સરપંચશ્રી હંસાબેન વેગડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણા, કેળવણી નિરીક્ષકશ્રી રાવલ આચાર્યશ્રી કિશોર મેઘપરા, શ્રીમોવલીયા, અગ્રણીશ્રી લક્ષ્‍મણભાઇ ગરેણીયા, શ્રી ઉકાભાઇ ભમર,શ્રીઘુસાભાઇ કામળીયા વિશેષ ઉપસ્‍થિતિ શ્રી અંજુલ મિત્રા, કુ.મેઘા મિત્રા તથા ગ્રામજનો એ ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહન પુરૂ પાડ્યુ હતું.

૧૩ ટાબરીયાઓએ ઇશ્વરીયા ગામને ગૌરવશીલ કર્યુ જસદણ તાલકાનાં ઇશ્વરીયા ગામના ૧૩ બાળકોને રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ મળશે ધો.૯ થી ધો. ૧૨ સુધી આ ૧૩ બાળકોન

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્‍લાના નાનકડા એવા ઇશ્વરીયા ગામનાં ધોરણ-૮ના ૧૩ તેજસ્‍વી તારલાઓએ રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ પરીક્ષા પાસ કરી સમગ્ર ગામને ગૌરવ અપાવ્‍યું છે.
રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ પરીક્ષા એટલે નેશનલ મીન્‍સ કમ મેરીટ સ્‍કીમ આ માટેની પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૮માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની લેવાય છે. જેમાં જસદણ તાલુકાના ૬૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે પૈકિ ૩૧૦ વિદ્યાર્થીઓ સફળ થઇ જસદણ તાલુકાએ આક્ષેત્રે ગુજરાત રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્‍ત કર્યો છે. આ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને દર માસે રૂ. પ૦૦ આમ વરસે રૂ. ૬૦૦૦ શિષ્‍યવૃત્તિ મેળવશે. આ શિષ્‍યવૃત્તિ ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધી મેળવશે.
ઇશ્વરીયા ગામને ગૌરવ અપાવનારા તેજસ્‍વી તારલાઓ સર્વશ્રી સાકરીયા અસ્‍મિતા, અબસાણીયા અસ્‍મિતા, ખુંટ ચંદન, મારકણા હેમાલી, ખુંટ દયા,પારખીયા હિરલ, મારકણા હેતલ, ખુંટ ધારા, ડાંગર મીરા, માલવિયા પ્રતિક, સાકરીયા સેજલ, ડાંગર નેહલ અને ખુંટ શ્રધ્‍ધાનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોનું શાળા મહોત્‍સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરી પ્રોત્‍સાહિત કર્યા હતા.
જસદણ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે જવલંત સફળતા માટે બી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી ભગવાનદાસ જે દુઘરેજીયા, શાળાનાં આચાર્યશ્રી રમેશભાઇ કંટેસરીયા, શિક્ષકા સર્વશ્રી દક્ષાબેન બોરીસાગર, માધુરીબેન વગેરે ખુબજ સક્રિય રહ્યા હતા.

અક્ષર જ્ઞાન આપવું એ પુણ્યનું કામ છેઃ - જળ સંપત્તિ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં શાળા પ્

રાજકોટ તા. ૧૮ જુનઃ ગુજરાતને સો ટકા સાક્ષર બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાની આજ ત્રીજા દિવસે પૂર્ણાહુતિ થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં મહાનુભાવોના હસ્તે પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. જળસપંત્તિ રાજ્ય મંત્રી કનુભાઇ ભાલાળાએ ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં કૂલ મળી ૫૩૦ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો.
આ બાળકોનું નામાંકન કરતા રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાએ કહ્યું હતું કે, સમાજના સદ્ધર વર્ગના લોકોની હવે જવાબદારી બને છે કે તે પોતાના ગામ કે આસપાસના પછાત વર્ગના લોકોના બાળકોના શિક્ષણ માટે પણ કાળજી લે. રાજ્ય સરકાર ગુજરાતને સો ટકા સાક્ષર કરવા પ્રયત્નો કરી રહી છે. આ માટે રાજ્યની ૩૩ હજાર પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપી રહી છે. ઘટતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવ્યા છે. ત્યારે, હવે આપણે તમામ બાળકોને શિક્ષિત કરવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ગુજરાત, ભારતમાં જન્મ લીધો છે. આપણને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. તેનું આપણે જતન કરવું પડશે અને સમયની સાથે તાલ મેળવવો પડશે. આ માટે શિક્ષણ જરૂરી છે. એટલે, બાળકને ભણાવવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ નથી. તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં રહેતો બાળક પણ શહેરકક્ષાનું શિક્ષણ મેળવે એવી તમામ સુવિધાઓ રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં ઉભી કરી છે. ધોરણ આઠ સુધીનું શિક્ષણ હવે પ્રાથમિક શાળામાં મળશે. આવા તમામ મહત્વના નિર્ણય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાના બાળકને નજરમાં રાખી લીધા છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવાની રહે છે. બાળક ભણશે તો જ ભવિષ્‍યમાં ભારતને શ્રેષ્‍ઠ નાગરિકો મળશે.
ધોરાજી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઇ ડાંગરે કહ્યું કે ગુજરાતનો વિકાસ અને પરિવારે પોતાનો વિકાસ સાધવો હોય તો આજે આપણે બાળકોને ભણાવવા પડશે. શિક્ષણ વિના બાળક સમય સાથે ચાલી શકશે નહીં.
મધ્યાહ્ન ભોજન વિભાગના નાયબ કલેક્ટર શ્રી કેતન નાયકે પ્રસંગોચિત પ્રવચનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા કહ્યું હતું.
ધોરાજી તાલુકાના ઉક્ત ગામોમાં વાજતેગાજતે કન્યા કેળવણી યાત્રા કાઢવામાં આવી હતી. નવઆગંતૂક બાળકોનું કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. દાતાઓના સહકારથી મળેલી શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં યોજાયેલી તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. લાભાર્થી છાત્રોને શિષ્‍યવૃત્તિ આપવામાં આવી હતી. નાની મારડમાં ધોરણ આઠના વર્ગ ખંડનું મંત્રીશ્રી ભાલાળાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ભાદાજાળિયામાં ૨૦, નાનીમારડમાં ૧૧, પાટણવાવમાં ૭૦, હડમતિયામાં ૯ અને નાગલખડામાં ૪ મળી કૂલ ૧૧૪ બાળકોને રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન ધોરાજી તાલુકામાં ૧૫૬૯, જેતપુર તાલુકામાં ૧૬૬૬ અને ગોંડલ તાલુકામાં ૨૭૨૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ઇશ્વરભાઇ વડાલિયા, રાજશીભાઇ હુમ્બલ, રૈયાભાઇ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વસાવા, લલીતભાઇ વ્યાસ, ભગવાનજીભાઇ સહિત ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાથશાળ સહકારી મંડળીઓને ઓડિટ કરાવી લેવા સૂચના

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્‍લામાં આવેલી હાથશાળ સહકારી મંડળીઓ(પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ-એપેક્સ વીવર્સ કો-ઓપરેટીવ સોસાયટી)એ તેમનું છેવટ સુધીનું હિસાબી ઓડિટ તા.૧૫.૯.૨૦૧૧ સુધીમાં ગુજરાત સહકારી અધિનિયમ કલમ-૮૪ હેઠળ અચૂક કરાવી લેવાનું રહેશે. અન્‍ય ઔદ્યગિક સંસ્‍થાઓએ ૩૧.૩.૨૦૧૧ સુધીમાં ઓડિટ પૂર્ણ કરાવી લેવાનું રહેશે, તેમ જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

લોકમેળાના આયોજન અંગેની બેઠક ૨૪ જુને યોજાશે.

રાજકોટ તા. ૧૮ જુનઃ આગામી જન્‍માષ્‍ટમીના તહેવારો નિમિત્‍તે રાજકોટ શહેર ખાતે યોજાનારા સાંસ્‍કૃતિક લોકમેળા તથા તેને સંલગ્‍ન અન્‍ય બાબતોના આયોજન અંગેની બેઠક ૨૪ જુને સાંજે ૫.૦૦ વાગ્‍યે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. લોકમેળા સંકલન સમિતિના અધ્‍યક્ષ અને જિલ્‍લા કલેકટર શ્રી એચ.એસ.પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારી આ બેઠકમાં સંબંધિત વિભાગના સરકારી અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષ અને રાજકોટ શહેરના નાયબ કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા સન્‍માન

રાજકોટ તા. ૧૮ જુનઃ વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સન્‍માનના કાર્યક્રમનું તા. ૧૯મી જુનને રવિવારનાં રોજ આયોજન થયું છે.
મુખ્‍યમંત્રીશ્રી સવારે ૧૧-૩૦ કલાકે વાંકાનેર આવી સન્‍માન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને બપોરના ૧૩-૩૦ કલાકે તેઓશ્રી ગાંધીનગર જવા રવાના થશે.

સમાજ ગામ રાજય અને રાષ્‍ટ્રનો વિકાસ ફકત શિક્ષણથી જ થઇ શકે. -કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ શ્રી જી.વી.વાદી શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે જસદણ તાલુકાના પાંચ

રાજકોટ તા. ૧૮ જુનઃ સમાજ, ગામ, રાજય કે રાષ્‍ટ્રનો વિકાસ ફકત શિક્ષણથી જ થઇ શકે. તેના વગર થયેલ વિકાસ ક્ષણિક હશે, જેથી શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેમ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ શ્રી જી.વી.વાદીએ જસદણ તાલુકાના પારેવાળા અને કમળાપુર ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં જણાવ્‍યું હતું.
શાળા પ્રવેશોત્‍સવના ત્રણ દિવસના કાર્યક્રમના આજના છેલ્‍લા દિવસે તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે શિક્ષણનો વ્‍યાપ વધારવા અને પ્રાથમિક શાળામાંથી વચ્‍ચે શાળા છોડી જતા બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા રાજય સરકાર છેલ્‍લા ૧૦ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવ જેવા શિક્ષણના વિકાસને ઉત્‍તેજન આપતા કાર્યક્રમો થકી પ્રયાસો કરી રહી છે જેને શિક્ષકો, વાલીઓ શાળા પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળામાં નામાંકન કરાવી આ તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તેની પુરતી તકેદારી રાખી આ સરકારના મહામીશનમાં સહયોગી બને તેમ જણાવી તેમણે કન્‍યા કેળવણી ઉપર ભાર મુકયો હતો.
વન સરંક્ષકશ્રી જી.વી.વાદી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે જસદણ તાલુકાના પારેવાળા શાળામાં કુમાર-૨૧, કન્‍યા ૧૭, કમળાપુરમાં કુમાર-૩૩ કન્‍યા-૪૮, મદાવા-કુમાર ર૩ કન્‍યા-૧૯, કડુકા કુમાર-૨૯ કન્‍યા-૩૧ અને ખડકાણા પ્રાથમિક શાળામાં કુમાર-૦૧ કન્‍યા-૦૪ મળી કૂલ રર૬ બાળકોને કુમકુમ તિકલ કરી મોં મીઠા કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે ધોરણ ૩ થી ૭ના તેજસ્‍વી બાળકોને પુરસ્‍કાર અને શિષ્‍યવૃત્તિ અર્પણ કરાઇ હતી તથા વિવિધ હરિફાઇમાં વિજેતા થનાર બાળકોને પુરસ્‍કાર અર્પણ કરાયા હતા.
વન સંરક્ષકશ્રી જી.વી.વાદીએ પારેવાળા પ્રાથમિક શાળાના રૂ ૪ લાખના ખર્ચે બનાવેલ નવનિર્મિત ઓરડાનું ઉદઘાટન કર્યુ હતું અને શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ શૈક્ષણિક પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગ્રામજનો અને વાલીઓને સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સંકલ્‍પપત્રનું વાંચન કરી શિક્ષણનો વ્‍યાપ વધારવા સંકલ્‍પબધ્‍ધ કરાયા હતા.
ઉપસ્‍થિત અધિકારીઓ, મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
શાળા પ્રવશોત્‍સવના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડના શ્રી જોષીએ શિક્ષણની અગત્‍યતા સમજાવી હતી.
કાર્યક્રમમાં જિલ્‍લા શિક્ષણ ભવન રાજકોટના શ્રી વિપુલ મહેતા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર શ્રી મારવાણીયા, તાલુકા ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી લક્ષ્‍મણભાઇ મકવાણા, અગ્રણીશ્રી રવજીભાઇ સરવૈયા, સી.આર.સી. કોઓર્ડીનેટર શ્રી હરેશભાઇ વ્‍યાસ, શાળાઓના આચાર્યો, સરપંચો, તલાટી મંત્રીશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

શૈક્ષણીક સ્‍તર ઉંચુ લાવવાના રાજ્ય સરકારના પ્રયાસોને સાકાર કરીએ -શ્રી મનોજ અગ્રવાલ ટંકારા તાલુકાના બંગાવડી ખાતે ધો-૧ માં ૩૪ અને આંગણવાડીમાં ૧૬ બાળકોનો

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજયભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્‍સવ ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્‍લાના ટંકારા તાલુકા બંગાવડી અને ખાખરા ખાતે સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલના હસ્‍તે આજ રોજ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ સંપન્‍ન થયો હતો.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલે રાજય સરકારના શૈક્ષણીક સ્‍તર ઉંચુ લાવવાના પ્રયાસોને સાકાર કરવા વાલીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આજના યુગમાં બાળકોનો શૈક્ષણીક પાયો મજબુત હોય તે બાબત અતિ મહત્‍વની ગણાવી, બાળકો શિક્ષણની ઉંચાઇને સર કરે તે માટે માતાઓ અને શિક્ષકો તથા વાલીઓને શાળામાં પ્રવેશ મેળવનાર કે અભ્‍યાસ ચાલુ હોય તેવા બાળકોને ભણવા માટે પ્રોત્‍સાહિત કરવા સહિયારો પ્રયાસ કરવા જણાવ્‍યું હતું.
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ટંકારા તાલુકાના બંગાવડી ખાતે ધો-૧ માં ૩૪ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે જેમાં ર૩ કુમાર અને ૧૧ કન્‍યાઓનો સમાવેશ થાય છે જ્યારે આંગણવાડીમાં ૧૩ કુમાર અને ૩ કન્‍યાઓ મળી ૧૬ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો હતો.
આ પ્રસંગે ધોરણ-૩ થી ૭માં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્‍સાહક ઇનામો તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને રમકડાં વગેરેનું મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતું તથા દાતાઓનું પુસ્‍તક અર્પણ કરી સન્‍માન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા જ્યારે બાળકો દ્વારા યોગ, સ્‍વાગત ગીતો રજૂ કરી, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્‍યું હતું.
આ કાય્રક્રમમાં પશુપાલન નિયામક શ્રી જે.ડી પરડવા, ટંકારા મામલતદાર શ્રી જિજ્ઞાસાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી બારૈયા, શ્રી દિનેશભાઇ દેસાઇ, શ્રી પરેશભાઇ દલસાણીયા, બી.આર.સી. શ્રી ભરતભાઇ, દાતા શ્રી અમૃતભાઇ દેત્રોજા, શ્રી રઘુવીરસિંહ, શ્રી કૃષ્‍ણસિંહ જાડેજા, સરપંચશ્રી, ગામ આગેવાનો, માતાઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકગણ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.
બાદમાં સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલ તથા મહાનુભાવોના હસ્‍તે ટંકારા તાલુકાના ખાખરા ગામે પ્રવેશપત્ર ત્રણ બાળકોનો શાળાપ્રવેશ સંપન્‍ન થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના બાળકોએ કરી હતી.

આજના હરિફાઇના યુગમાં બાળકો પડકાર ઝીલી શકે તેવા શિક્ષણની હિમાયત કરતા સંયુકત સચિવશ્રી એમ.એ.નરમાવાલા પરાપીપળિયા ગામે ૪૧ બાળકોનો થયેલો શાળા પ્રવેશ

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામે શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા અને અંતિમ દિવસે કૃષિ અને સહકાર વિભાગના સંયુકત સચિવશ્રી એમ.એ.નરમાવાલાએ દીપ પ્રાગટય કર્યા બાદ ૧૯ કુમારો અને રર કન્‍યાઓ મળી કૂલ ૪૧ બાળકોને ધો.૧માં શાળા પ્રવેશ અપાવ્‍યો હતો.
શ્રી નરમાવાલાએ આજના હરિફાઇના યુગમાં બાળકો પડકાર ઝીલી શકે તેવું શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે તેવી હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યુ કે ખાનગી શાળામાં બાળકોના અભ્‍યાસ પ્રત્‍યે વાલીઓમાં લગાવ વધુ જોવા મળે છે, પરંતુ સરકારી શાળાઓમાં સારા તાલીમવાળા શિક્ષકો ઉપલબ્‍ધ છે ત્‍યારે ગુણવત્તાવાળુ શિક્ષણ બાળકોને પ્રાપ્‍ત થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ જેથી ખાનગી શાળાઓનો મોહ ખાળી શકાય.
આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના નિયામકશ્રી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં પ્રવેશ મેળવનાર બાળકો પ્રાથમિક શિક્ષણ અચૂક પૂર્ણ કરે તે માટે વાલીઓ જાગૃત થાય તેમજ અઠવાડીયામાં એક વાર બાળકની પ્રગતિ અંગે શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરે તે આવશ્‍યક હોવાનું જણાવ્‍યુ હતું.
શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત, યોગના આસનો, ધો.૩ થી ૭માં પ્રથમ આવેલા બાળકોને ઇનામો દ્વારા પ્રોત્‍સાહિત કરાયા હતા. દાતાઓનું સન્‍માન પણ આ તકે કરાયું હતું. વાંચે ગુજરાત અંતર્ગત પુસ્‍તક તરતું મુકવામાં આવ્‍યું હતુ. આ તકે સંકલ્‍પપત્રનું પણ વાંચન થયું હતું.
શાળા પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ૧૧ કુમારો અને ૧૪ કન્‍યાઓ મળી કૂલ રપ બાળકોને દાખલ કરવામાં આવ્‍યા હતા અને રમકડા, ત્રણ પૈડાવાળી સાયકલ વગરે મહાનુભાવોના હસ્‍તે અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી ચેતન ગણાત્રા, શ્રીમતિ નરમાવાલા, ગામના સરપંચ શ્રી દાનાભાઇ ગોવિંદભાઇ શિયાળ, સી.આર.સી. શ્રી જાગૃતિબેન જોષી, આચાર્યશ્રી સુભાષભાઇ વૈશ્નાણી, વાલીઓ, આગેવાનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શુક્રવાર, 17 જૂન, 2011

આંતરસુબા ગામના અંગૂઠા છાપ લીલાબેન નાયકા દિકરીને ભણાવીને નોકરી કરાવવાની ખેવના સેવે છે.

દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા ના ગીરી કંદરાઓની વચમાં વસેલુ આંતરસુબા ગામની વસ્તી માંડ ૧૫૦૦ જેટલી છે. તેમાં ૫૦ ટકા વસ્તી બક્ષીપંચ સમાજ અને ૫૦ ટકા અતિ પછાત એવી આદિવાસી જાતિના નાયકા સમાજ છે. આદિવાસી સમાજમાં નાયકા સમાજ શિક્ષણ તેમજ આર્થિક રીતે અતિ પછાત છે. આ સમાજમાં સૌથી ઓછુ શિક્ષણ નું પ્રમાણ જોવા મળે છે. પરંતુ રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના મનોચિંતનમાંથી પ્રગટેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ છેલ્લા ૮ વર્ષ થી ગામડે-ગામડે ઢોલ-નગારા અને શરણાઇના શૂર સાથે ગામમાં જાણે કે કોઇ ઉત્સવ હોય તે રીતે ગામ લોકો ભેગા મળીને ઉજવે છે. આ કાર્યક્રમ ?? ગ્રામજનો ની શિક્ષણ પ્રત્યે ની માનસિકતા બદલી નાખી છે. કર્મયોગી જેવી તાલીમ થી શિક્ષકોની માનસિકતા પણ બદલાઇ છે. શિક્ષકો ધરે-ધરે જઇ વાલીઓ ને સમજાવે છે. જેને લીધે વાલીઓમાં જાગૃતિ કેળવાઇ છે. પરિણામ સ્વરૂપ હવે અતિ પછાત વિસ્તારના અભણ અને ગરીબ લોકો પણ દિકરા-દિકરીના ભેદ ભાવ વગર શાળાએ દાખલ કરાવવા માટે ની માનસિકતા કેળવાઇ છે.
આંતરસુબા ગામના લીલાબેન ધીરાભાઇ નાયકા એક છોકરૂ બગલમાં તેડીને દિકરી સજજનબેન ને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા આવ્યા હતા ત્યારે તેમની આંખોમાં દિકરીને ભણાવવાની ચમક હતી. લીલાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે અભણ રહી ગયા પરંતુ અમારા છોકરાઓ ભણીને નોકરી કરતા થાય તેવી ઇચ્છા છે. તેમ જણાવ્યું છોકરીના પિતાજી કેમ દાખલ કરવા માટે નથી આવ્યા તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે સજજનના પિતાજી ધીરાભાઇ મજૂરી અર્થે બહાર ગામ ગયા છે. પરંતુ હું મારી પુત્રીને ભણાવવા માટે જ ધરે રોકાઇ છું તેમ આત્મ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
(આલેખનઃ- જિલ્‍લા માહિતી કચેરી દાહોદ )

પ્રાથમીક શાળામાં ઉલ્‍લાસ ભર્યુ વાતાવરણ ઘણુંજ આવશ્‍યક -એડી.ડી.જી.પી.શ્રી સિંગ શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે લીમખેડા તાલુકાના નીનામાની વાવ, ધાનપુર પાટડી, આંતરસુબા, અને શાષ્‍ટા ગામે-૧૨૬ બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો

દાહોદ, ઉંડાણવાળી અંતરીયાળ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસતા ગરીબ પરિવારોનું એક પણ બાળક શાળા પ્રવેશ થી વંચિત ન રહે તે હેતુ થી સમગ્ર રાજયમાં સરકાર ધ્‍વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે બીજા દિવસે દાહોદ જિલ્‍લાના લીમખેડા તાલુકાના નીનામાની વાવ,ધાનપુર પાટડી,આંતરસુબા, અને શાષ્‍ટા ગામે-૧૨૬ બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ-એડી.ડી.જી.પી. સ્‍ટેટ ક્રાઇમ રેકોર્ડ કમ કોમ્‍પ્‍યુટર સેન્‍ટર ગાંધીનગરના શ્રી એમ.પી. સિંગ કરાવ્‍યો હતો.
ત્‍યારબાદ શ્રી સીંધ જણાવ્‍યું હતુ કે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા ભુલકાઓને પોતાના મા- બાપ થી છૂટા પડી શાળામાં પ્રવેશ મેળવતા હોય ત્‍યારે પ્રાથમિક શાળાઓમાં આનંદ ઉલ્‍લાસ અને સુંદર વાતાવરણ ઘણુંજ આવશ્‍યક છે તેથી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને ડર ઓછો કરી શકાય છે. અને બાળક ઉત્‍સાહભેર શિક્ષણ મેળવી શકે.વધુમાં શ્રી સીંધ જણાવ્‍યું હતુ કે વર્તમાન સમયમાં શિક્ષણ થકી સંસ્‍કારીતા અને તંદુરસ્‍તી થી શિક્ષા પ્રાપ્‍ત થશે તો આદર્શ સમાજનું ઘડતર થશે જે આપણાં ઉજળા ભાવી માટે જરૂરછે. માન.મુખ્‍યમંત્રીશ્રીના સ્‍વપ્‍નને સાકાર કરવા આપણે સૌએ સહકાર આપવા હાકલ કરી હતી.
ઇનચાર્જ મામલતદારશ્રી પાટીદારે પ્રવચન કરતા પ્રવેશ મેળવેલ બાળકો નો ડ્રોપ આઉટ ન થાય તે માટે તકેદારી રાખવા તેમજ રાજય સરકાર ધ્‍વારા શિક્ષણ ને લગતી અમલી બનાવેલ યોજનાઓ નું વિગતે સમજ આપતાં જણાવ્‍યું હતુ કે શિક્ષણ મેળવેલ હશે તો જ આ યોજનાઓ નો લાભ લેવામાં સરળતા રહેશે.
આ પ્રસંગે શ્રી સીંધ ના હસ્‍તે નીનામાની વાવ-૨૧,ધાનપુર પાટડી-૨૫,આંતરસુબા-૩૭, અને શાષ્‍ટા-૩૧ મળી ૧૨૬ બાળકોને પ્રવેશ અપાવી શિક્ષણ કિટસ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોના ને રમકડાં અને સુખડી આપી પ્રવેશ અપાયો હતો.તેમજ તેજસ્‍વી બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાદમાં માન.મુખ્‍યમંત્રીશ્રીના પત્રનું વાંચન કરવામાં આવ્‍યું હતુ અને વૃક્ષા રોપણ કરવામાં આવ્‍યું હતુ.
આ પ્રસંગે બી.કે. નિરીક્ષકશ્રી પરમાર,સી.આર.સી. જાટવા શાળાના આચાર્યશ્રી ડામોર,શિક્ષકો,ગ્રામજનો,બાળકો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતા.

બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. - માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા ફતેપુરા તાલુકા પાંચ ગામોએ ૨૨૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા

દાહોદ, બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. એમ માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ રાજ્યમાં ચાલી રહેલ કન્યા કેળવણી શાળા અને પ્રવેશોત્સવના બીજા દિવસે ફતેપુરા તાલુકાના હિંદોલીયા, પાટી, કંથાગર, સાગડાપાડા અને ઉભાપાણ ગામોએ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજ્નોને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુ.
આ પ્રસંગે શિક્ષણથી સમાજમાં તમામ સ્તરે પરિવર્તન આવે છે તેમ જણાવી પછાત વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાની સાથે સમાજ અને રાષ્ટ્રના તંદુરસ્ત વિકાસ માટે વાલીઓને કમાણીનો થોડોક ભાગ બાળકના શિક્ષણ પાછળ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં નાયબ કલેક્ટરશ્રી બી.કે ગઢવીએ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સરકારે તમામ સુવિધાઓ પુરી પાડી છે ત્યારે શિક્ષકની નિયમિતતા અને વાલીની થોડીક જાગરૂકતા કોઈ પણ ગામને સંપૂર્ણ સાક્ષર બનાવશે અને તેના પરિણામે સંતુલિત વિકાસ થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સચિવશ્રી એ.કે.શર્મા અને મહાનુભાવોના હસ્તે હિંદોલીયા ગામે ૩૧ કુમાર ૩૧ કન્યા, પાટી ૧૦ કુમાર ૧૧ કન્યા, કંથાગર ૧૯ કુમાર ૩૪ કન્યા, સાગડાપાડા ૪૧ કુમાર ૩૨ કન્યા અને ઉભાપાણ ૧૧ કુમાર ૯ કન્યા મળીને કુલ ૨૨૯ જેટલા બાળકોને દફતર, પાટીપેન આપીને શાળા પ્રવેશ જ્યારે રમકડાં,ચોકલેટ અને સુખડીના પેકેટ્સ આપીને આંગણવાડીના બાળકોને વિધિવત પ્રવેશ કરાયો હતો.
આ પ્રસંગે લાયઝન અધિકારી અને સીઆરસીકો.ઓ.શ્રી રમેશ કટારા, સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંણવાડી વર્કર બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં મહિલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનર હસ્તકના પાતાળકુવાઓની બાકી સિંચાઇ વસુલાત પર વ્યાજમુકિત વ્યાજમુકિત યોજનાનો લાભ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે

તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનગર હસ્તકના આણંદ તથા ખેડા જિલ્લાના પાતાળકુવાઓ ઉપરની ત્રણ વર્ષ અગાઉની બાકી વસુલાત બાકીદારો એકી સાથે ભરપાઇ કરે તો બાકી વસુલાત પર ચઢેલ ૧૨ ટકા વ્યાજ માફ કરવાનો નિર્ણય નિગમ ધ્વારા લેવામાં આવ્યો છે. આ યોજના તા.૩૦-૦૯-૨૦૧૧ સુધી અમલી છે. વધુમાં આ વિભાગની મંડળી/જુથ સંચાલિત પાતાળ કુવાઓ પરની બાકી વસુલાત મંડળ/જુથ ધ્વારા વસુલ કરી આપવામાં આવશે તો વસુલાત કરેલ રકમ પર ૨ ટકા લેખે વળતર આપવાની જોગવાઇ કરેલ છે. તેમજ જે પાતાળકુવાઓને બાકી વસુલાત શૂન્ય થશે તે પાતાળકુવાઓ મંડળી/જુથને ૫(પાંચ) વર્ર્ષની અવધિથી આપવા નિર્ણય કરાયો છે.
આ વ્યાજ મુકિત યોજના સપ્ટેમ્બર-૨૦૧૧ સુધી અમલી હોઇ જિલ્લાના તમામ ખાતેદારોને વ્યાજમુકિત યોજના હેઠળ નિગમના બાકી નાણાં નિગમની કચેરીએ ભરપાઇ કરી પહોંચ મેળવી લઇ, દેવાદારીમાંથી મુકત થવા સારૂં અપીલ કરવામાં આવી છે. તેમજ મંડળી/ જુથ સંચાલિત પાતાળકુવાઓના હોદ્દેદારો પણ આ યોજના સંદર્ભ પાતાળકુવાની બાકી વસુલાત વસુલ કરવાની ૨ ટકા લેખે વળતર તેમજ વધુ પાંચ વર્ષ માટે પાતાળકુવાઓ ભાડે આપવાના નિર્ણયનો લાભ લેવા કાર્યપાલક ઇજેનર, ગુજરાત જળસંપતિ વિભાગ નંબર-૨,નડીઆદનો સંપર્ક સાધવા જણાવાયું છે.