અમદાવાદ ખાતે સ્વ.પી.સી.મહાલાનોબીસની જન્મ જયંતી નિમિત્તે છઠ્ઠા
સ્ટેટીસ્ટીક્સ ડે ની ઉજવણી
ભારત સરકારે સ્વ. પી.સી.મહાલાનોબીસે આયોજન પ્રક્રિયા અને પંચવર્ષીય યોજના
ઘડવા માટે જરૂરી એવી આંકડાકીય માહિતી માટે કરેલ પ્રદાનના ભાગરૂપે તેમના
જન્મ દિવસ ૨૯ જૂનની કાયમી સ્મૃતિ રહે તે માટે સ્ટેટીસ્ટીક્સ ડે તરીકે
ઉજવવામાં આવે છે. રાજય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી,
યુનિવર્સિટી તથા કોલેજોના અઘાપકો અને વિઘાર્થીઓના સહયોગથી આદાવાદ ખાતે
ગઇકાલે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી
શ્રી વી.એન.માયરાએ સ્ટેટીસ્ટીક્સ ડેની ઉજવણીની સાથે મુખ્યત્વે આ વિષય તરફ
વિઘાર્થીઓ વધુને વધુ જોડાય અને રાજય તેમજ દેશની આયોજન પ્રક્રિયામાં
ભાગીદાર બને તે તરફ ખાસ ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત
રહેલ વિભાગના વડા અને પ્રાઘાપકોને સૂચન કર્યુ હતું કે આંકડાશાસ્ત્ર
વિષયમાં ટેકનોલોજીકલ બદલાવ જેવી બાબતોનો સમાવેશ કરવો જરૂરી છે. અગાઉ
ભારતીય આંકડાકીય સેવાઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું જે
હાલમાં કાર્યરત નથી. તેને પુનઃ શરૂ કરવા માટે સઘન પ્રયત્નો કરવા જરૂરી છે
જેથી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ થઇ શકે તેમ છે. દર
વર્ષે સ્ટેટીસ્ટીક્સ ડે માટે ભારત સરકાર તરફથી એક ખાસ થીમ નક્કી કરવામાં
આવે છે. આ વર્ષે Industrial Statistics ઔઘોગિક આંકડા વિષય નક્કી કરવામાં
આવ્યો છે.
દહેજ સેઝના સી.ઇ.ઓ શ્રી આર.જે.શાહે પ્રાસંગિક પ્રવચનમાં ઔઘોગિક આંકડાની
મહત્તા, ઉઘોગોની વાર્ષિક મોજણીના પરિણામો પરથી મળતી માહિતી પરથી કરવામાં
આવતું પૃથ્થકરણ અને જયારે ગુજરાત ઔઘોગિક ક્ષેત્રે દેશમાં અગિ્રમ સ્થાન
પ્રાપ્ત કરે છે ત્યારે ઔઘોગિક ક્ષેત્રે થતા વિકાસની જાણકારી માટે
આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ તેના ઉપર ભાર મૂક્યો
હતો. તેઓએ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉઘોગોની માહિતી માટે કરવામાં આવતા
સેન્સસ વિશે માહિતી આપી હતી. જે મુજબ ૩.૬૦ લાખ ઉઘોગો પૈકી ૨.૨૯ લાખ જેટલા
ઉઘોગો કાર્યરત છે અને ૧૨.૨૨ લાખ જેટલી રોજગારી પૂરી પાડે છે.
સી.ઇ.ડી. ઉઘોગ કમિશ્નરની કચેરીના નિયામકશ્રી ડૉ. ચંદન ચેટર્જી એ ઔઘોગિક
ક્ષેત્રના આંકડાઓના વિશ્લેષણ તરફ ભાર મૂકીને રાજયમાં કેવા પ્રકારના ઉઘોગો
સ્થાપી શકાય તે માટે આંકડાકીય માહિતીની અગત્યતા જણાવી હતી. જયારે
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના નિયામક શ્રી આર.એન.પંડયા, રાજયમાં
આંકડાકીય માહિતીનું એકત્રિકરણ કરીને જુદા જુદા પ્રકાશનોમાં તેમજ વેબસાઇટ
ઉપર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની વિગતો પૂરી પાડી હતી તેમજ
રાજયમાં થતા વિકાસ તરફ ધ્યાન દોરીને જરૂરી માહિતી સમયસર ઉપલબ્ધ થાય તો જ
આયોજન પ્રક્રિયામાં મદદ મળી શકે તે તરફ ભાર મૂક્યો હતો.
આંકડાશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત રહેલ આઘાપકોએ અને
વિઘાર્થીઓએ Industrial Statistics ઉપર વિવિધ માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યા
હતા. આ સેમીનારમાં વિઘાર્થીઓ સહિત રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો