અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

રાજકોટ જિલ્‍લાના દરેક તાલુકામાં પહેલી જુલાઇથી લર્નર લાઇસન્‍સ માટે ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ મેળવવાની રહેશે.લાઇસન્‍સ માટે ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ

રાજકોટ : રાજકોટ શહેર અને તાલુકામાં લર્નર લાઇસન્‍સ મેળવવા માટે પહેલી
જુન-૨૦૧૨થી ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ પધ્‍ધતિ અમલી બનાવાઇ છે. હવેથી તા.
પહેલી જુલાઇ-૨૦૧૨થી સમગ્ર રાજકોટ જિલ્‍લાના બધા તાલુકાઓમાં પણ આ પધ્‍ધતિ
અમલી કરવામાં આવી છે. આથી રાજકોટ જિલ્‍લાના તમામ તાલુકાઓના લનર્સ મોટર
ડ્રાઇવીંગ લાઇસન્‍સ (શીખાઉ લાઇસન્‍સ) મેળવવા અરજી કરનાર અરજદારોએ
ફરજિયાતપણે ઓનલાઇન
એપોઇન્‍ટમેન્‍ટ મેળવી અરજી કરવાની રહેશે. ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ મેળવેલ
અરજદારોએ પોતાને ફાળવેલ સમયથી ૧૫ મિનિટ પહેલાં દસ્‍તાવેજો તથા શારીરિક
ચકાસણી માટે હાજર રહેવું. અરજી સાથે સામેલ કરેલ રહેઠાણનો પુરાવો તથા
જન્‍મતારીખના પુરાવા ચકાસણી માટે મુળ નકલ(ઓરીજીનલ) સાથે રાખવાના રહેશે.
ઓનલાઇન એપોઇમેન્‍ટ માટેની માર્ગદર્શિકા આ મુજબ છે.

ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ http://sarthi.nic.in (સારથી.એનઆઇસી.ઇન)
કોમ્‍પ્‍યુટરમાં એક્રોબેટ રીડર વર્ઝન-૯નું ઇન્‍સ્‍ટોલેશન થયેલ હોવું
જરૂરી છે. ઓનલાઇન ટ્રાન્‍ઝેકશન વીથ સારથી મેનુમાંથી ''ઇસ્‍યુ ઓફ લર્નીગ
લાયસનસ ટુ મી'માં જવું, ઉપર દર્શાવેલ લીંક ખોલતા અરજી ફોર્મ ખુલશે. જે
વ્‍યકિતગત ભરવાનું છે. લાલ રંગની ફુદડીથી દર્શાવેલ ખાનાની વિગતો ફરજીયાત
ભરવાની રહેશે, ફોર્મ ભર્યા બાદ
સેવ કરવાનું રહેશે. સેવ કરવા માટે ''સબમીટ'' બટન પર કલીક કરવાનું રહેશે,
તમારી અરજી પત્રકનો નંબર અને જન્‍મ તારીખ ભવિષ્‍યમાં સંદર્ભ માટે તથા
લર્નીગ લાયસન્‍સની એપોઇમેન્‍ટ(તારીખ તથા સમય) લેવા માટે યાદ રાખવાનો
રહેશે, અરજી સેવ કર્યા બાદ ''તમારી અરજી સફળતાપુર્વક સેવ થઇ ગયેલ છે.''
તેવો સંદેશ પ્રદર્શિત થશે, શીખાઉ લાયસન્‍સ કસોટી માટે પુર્વ નિર્ધારિત
સમય તથા દિવસ મેળવવા
(એપોઇમેન્‍ટ) મુખ્‍ય પેઇજ પરના ''એપોઇમેન્‍ટ ફોર એલએલટેસ્‍ટ'' લિંક પર
કલિક કરવાનું રહેશે, સ્‍લોટ બુકીંગના મેનુ પર જઇ ''ફોર એલએલટેસ્‍ટ''
લિન્‍ક પર કલીક કરવું, સ્‍લોટ બુકીંગ કરવા માટે તમારો અરજીનંબર તથા જન્‍મ
તારીખની નોંધ કરો, તમારી પસંદગી તથા અનુકુળતા પ્રમાણે ટાઇમ સ્‍લોટ બુક
કરો, જનરેટ થયેલી સ્‍લીપની પ્રિન્‍ટ કરી તમારી પાસે રાખવી, આર.ટી.ઓ.
કચેરી ખાતે પસંદ કરેલ સમયની
૧૫ મીનીટ પહેલા પ્રિન્‍ટેડ સ્‍લોટ બુકીંગ સ્‍લીપ, અરજીફોર્મ, અને જરુરી
જોડવાના દસ્‍તાવેજો સાથે હાજર થવાનું રહેશે. અરજી સાથે જોડેલ
દસ્‍તાવેજોની ખરાઇ માટે ઓરીજીનલ દસ્‍તાવેજો સાથે લાવવાના રહેશે, લનર્સ
લાયસન્‍સ તથા પાકા લાયસન્‍સ માટે એક જ વખત એકજ અરજી કરવાની રહેશે તેમ
પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટ શ્રી ડી.આર.પટેલે જણાવ્‍યુ છે.

ટિપ્પણીઓ નથી: