અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

બાળકને વહાલ કરો, તેના અભ્યારસ પર ધ્યાયન આપો, તેના માટે સમય આપો ગુજરાતનું ભવિષ્યડ આપો આપ ઉજ્જવળ થશેઃ મંગુભાઈ પટેલ

શાળા પ્રવેશોત્સયવના અંતિમ દિવસે ઉધના વિસ્તાનરમાં બાળકોને પ્રવેશ અપવતા વન મંત્રી

સૂરતઃ
રાજ્ય નું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને બાળકો રાજી ખુશીથી
શાળામાં પ્રવેશ મેળવી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે તેવા ઉમદા આશયથી
રાજ્ય ભરમાં શરૂ થયેલા બીજા તબક્કાના શહેરી વિસ્તાતરો માટેના શાળા
પ્રવેશોત્સશવના અંતિમ દિને સૂરતના ઉધના વિસ્તાતરમાં વન મંત્રીશ્રી
મંગુભાઈ પટેલના હસ્તેા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નાના
ભુલકાઓને પ્રવેશ અપાવ્યો્ હતો.
આ પ્રસંગે વન મંત્રીએ બાળકોને કંકુ તિલક કરી, મોઢુ મીઠુ કરાવી શાળામાં
પ્રવેશ કરાવ્યો હતો. બાળકોને શિષ્યસવૃત્તિનું વિતરણ પણ કરવામાં આવ્યુંઓ
હતું.
વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલે જણાવ્યુંા કે, રાજ્ય માં છેલ્લા ૧૦ વર્ષથી
શાળા પ્રવેશોત્સટવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો્ છે. જેમાં મુખ્ય મંત્રી
સહિત મંત્રીઓ, આઈઇએસ, આઇપીએસ અધિકારીઓ નાના ભુલકાઓને શાળામાં પ્રવેશ
કરાવે છે. તેનું મૂળ કારણ બાળકનું મન શિક્ષણમાં લાગે અને તેને અનુકૂળ
વાતાવરણ મળે તે માટેનું આ એક આયોજન છે. સરકારે આ કાર્યક્રમને મહોત્સનવનું
રૂપ આપી કન્યાન કેળવણી રથ દ્વારા બાળકીઓના શિક્ષણ પર ભાર મૂક્યો. છે.
વાલીઓ પોતાના બાળકોને વહાલ કરે, તેના અભ્યારસ પર ધ્યાાન આપે અને પોતાના
વ્ય્વસાયમાંથી પણ તેના માટે સમય ફાળવી તેના ભવિષ્યબની ચિંતા કરે તો
ગુજરાતનું ભવિષ્યદ આપોઆપ ઉજ્જવ બની જશે. તેમ જણાવી વનમંત્રીએ સરકારના આ
અભિયાનને સાકાર કરવા વાલીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે સૂરત મહાનગર પાલિકા શાસકપક્ષના નેતાશ્રી દયાશંકરશ્રીએ શાળા
પ્રવેશોત્સ વ માટે મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિચારો અને
તેમની નેમ અંગે વાલીઓ અને શિક્ષકોને માહિતી આપી હતી.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી: