અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

પ્લેગૃપ/ નર્સરી બાળકોના હિતાર્થે સંસ્થાલએ માહિતી રાખવીઃ¬

સૂરતઃ
પ્લેઃગૃપ, નર્સરી, શાળાઓમાંથી અપહરણ જેવા બનતા બનાવો સામે આગમચેતીરૂપે
શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાતનાએ એક જાહેરનામાનું બહાર પાડયું
છે. જે અંતર્ગત સંસ્થાનઓએ પોતાની પાસે જરૂરી વિગતો રાખવાની સૂચના આપી છે.
૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો શાળામાં સમય પૂરો થયા બાદ જે વાહનમાં
જતા હોય તેની વિગતો રાખવાની રહેશે. ભાડેના વાહનો ઓટોરીક્ષા, મીનીબસ,
મારૂતિવાન જેવા વાહનો માટે આ મુજબ માહિતી રાખવાની રહેશે.
અનુ. વિગત
૧ વાહનમાલીકનું નામ સરનામું/ટે.નં/મો.નં
૨ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં/મો.નં
૩ વાહનનો પ્રકાર તથા રજીસ્ટ્રેરશન નંબર
૪ ડ્રાઇવરનો લાયસન્સ નો નંબર તથા બેઝ નંબર
૫ ડ્રાઇવરનો ફોટો
૬ ડ્રાઇવર લઇ ને આવતાં તથા જતાં બાળકનું નામ તથા ધોરણ અને ઉંમરની વિગત
કોઇ નિયત પ્રાઇવેટ વાહન અથવા તો ખાનગી માણસ સાથે આવવા- જવાના કિસ્સા માં
વાલીની સંમતિથી લઇ જનાર વ્ય કિતની વિગતો સંસ્થાીએ રેર્કોડ પર રાખવાની
રહેશે. સ્કુસલના વાહનો જેવા કે બસ, મેટાડોરના કિસ્સાેમાં પણ સ્કુયલના
શિક્ષક અથવા તો જવાબદાર વ્યરકિત એ બાળકના માતા પિતા કે અધિકૃત માણસને
બાળક સોંપવો.
અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ અને ઉંમર
૨ વાલીએ તેમના બે સગા સંબંધી જે તેડવા માટે આવશે તેઓના નામ સરનામા અને
ટે.નં./ ટે.નં.મો.નં
૩ પ્રાઇવેટ વાહનનો નંબર
૪ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં. મો.નં
૫ ડ્રાઇવરનો ફોટો
આ રેકર્ડ ગમે ત્યાનરે પોલીસ સ્ટે શનના જવાબદાર અધિકારી તેમજ ઉપલા અધિકારી
ચકાસી શકશે. પોલીસ અધિકારીથી માંગણી થયેલ સ્કુરલ તરફથી રજુ કરવાની રહેશે.
શાળાએ નિયત શિક્ષકની સીધી દેખરેખ હેઠળ બાળકને અધિકૃત વ્યથકિતને સોંપવાના
રહેશે. બાળકોના વાલી આવી શકે તેમ ન હોય તેવા કિસ્સાીમાં ખાનગી માણસને
બાળક સોંપવામાં આવે ત્યા રે તે અધિકૃતને ખાતરી કરી બાળક સોંપવું અધિકૃત
વ્ય કિત ન તેડવા આવે તો અન્ય કોઇ વ્યાકિતની શિક્ષકે ખાતરી કર્યા બાદ જ
બાળકોનો કબજો સોંપવો.
જેની માહિતી આ મુજબ રાખવાની રહેશે.

અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ
૨ વાલી/અધિકૃત વ્યધક્તિં સિવાય અન્યતને બાળકનો કબજો શાળામાંથી સોંપવામાં
તે વ્યવક્તિગના નામ સરનામા અને ટે.નં/મો.નં.ની વિગત
૩ બાળકની સોપણી કરતાં પહેલાં ખાત્રી કરેલ તેની ચૌક્કસ વિગત
૪ બાળકનો કબજો જેને સોપેલ તેના વાહનનો પ્રકાર અને નંબર
આ વ્યોવસ્થાોના અમલ માટે અમુક શાળાઓમાં બાળકોને બે ઓળખકાર્ડ ફોટા સાથે
આપે છે. જેમાં એક બાળક પાસે અને એક લેવા આવનાર પાસે રાખે છે. જે
કિસ્સાનમાં બાળકના વાલીઓ/ગાર્ડીયન એવું ઇચ્છાતા હોય કે તેમનું સંતાન ૮ થી
૧૨ વર્ષનું છે. અને પોતાની રીતે સંસ્થાછમાં આવશે જશે તો તેઓની જવાબદારી
રહેશે. જેની બાંયધરી આપવાની રહેશે. બાંયધરી શાળાએ રેકર્ડ પર રાખવાની
રહેશે. આ જાહરનામાનો અમલ તા. ૦૧/૦૯/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર
શિક્ષાને પાત્ર થશે.
વિદેશીઓને મિલકત ભાડે આપો તો ૨૪ કલાકમાં પોલીસ સ્ટે શનમાં જાણ કરવીઃ
સૂરતઃસોમવારઃ- સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાેનાએ એક
જાહેરનામા દ્વારા શહેરી વિસ્તાતરમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે
ગેસ્ટથ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી
આપે ત્યાલરે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેોશનમાં આપવાનો હુકમ
કર્યો છે. જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યાકરે
તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યાવ અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી.
વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્સીવયલ પરમીટની કોપી
મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા,
ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્યાીએ કયા કામ
માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત
મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્પવદ હિલચાલ જણાયેથી તાત્કાકલિક પોલીસને
જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યિવસ્થાત રાખવી અને તેનું
રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં
રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રે શન
નંબર, રજીસ્ટારમાં નોધવાનો રહેશે. જે પબ્લીનક ટ્રાન્સરપોર્ટમાં આવેલ હોય
તો તે મુજબ રજીસ્ટધરમાં નોધ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૩/૭/૧૨ થી
તા.૩૧/૮/૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લધન કરનાર શિક્ષાને
પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: