અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

માહિતી ખાતાને બે નિષ્ઠાીવાન અધિકારીઓની ખોટ સાલશેઃ-સંયુકત માહિતી નિયામકશ્રી ડીંડોડ પાટણ જિલ્લાડ માહિતી કચેરીના બે અધિકારીઓ વય નિવૃત્તિ વિદાયમાન

જિલ્લાિ માહિતી કચેરી, પાટણના નાયબ માહિતી નિયામકશ્રી નવીનચંદ્ર આર.
ભગોરા તથા સિનિયર સબ એડીટર ર્ડા. પી.એ. પરમારને માહિતી પરિવારના તમામ
સભ્યોીએ વય નિવૃત્તિ વેળાએ ભાવભરી વિદાય આપી હતી. અમદાવાદના સંયુકત
માહિતી નિયામકશ્રી દિનેશકુમાર ડીંડોડના અધ્યક્ષસ્થા ને માહિતી ભવન ખાતે
યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી ડીંડોડે કહયું હતું કે,
પાટણ જિલ્લાે કચેરી ખાતેથી બે નિષ્ઠાષવાન અધિકારીઓ એક સાથે નિવૃત થઇ રહયા
હોઇ તેની ખોટ માહિતી ખાતાને કાયમ સાલશે. નાયબ માહિતી નિયામકશ્રી
એન.આર.ભગોરા અને સિનિયર સબ એડીટર શ્રી ર્ડા. પી.એ.પરમારે પાટણ જિલ્લાશની
કામગીરીને ઘણી ઊંચાઇ સુધી પહોંચાડી છે. બન્નેખ અધિકારીઓની વહીવટી સૂઝ,
ફરજ પ્રત્યેએની નિષ્ઠાઘ, કામ પ્રત્યે્નો લગાવ અને પ્રમાણિકતા એમના
સદૃગુણો રહયા છે. વય નિવૃત્તિ પછી બન્નેન નિવૃત્ત અધિકારીઓ તેમનો બાકીનો
સમય પરિવાર સાથે વિતાવે, સામાજીક પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાને યોગ્યં
લાગે તેવી સેવામાં કાર્યરત રહે એવી શુભકામના વ્યૃક્ત કરી હતી. પાટણ
જિલ્લાા સરહદનો સાદ દૈનિકના તંત્રી અને દૈનિક પત્રકાર સંઘના પ્રમુખશ્રી
રાજેશભાઇ સોની, નિભાવ દૈનિકના તંત્રીશ્રી અશ્વિનભાઇ જોષી, નોબલ મિત્ર
દૈનિકના તંત્રીશ્રી નિમેષ ગોલે, હમલોગ દૈનિકના તંત્રીશ્રી મનીષ ખમાર,
બુનિયાદ દૈનિકના તંત્રીશ્રી વિનોદભાઇ ઠક્કર વગેરેએ વિશેષ ઉપસ્થિિત રહીને
નાયબ માહિતી નિયામકશ્રી એન.આર.ભગોરા તથા ર્ડા. પી.એ.પરમારની કામગીરીને
બિરદાવી હતી તેમજ તેમના દીર્ધાયુ જીવન માટે શુભકામના વ્યતકત કરી હતી.
માહિતી પરિવારના તમામ સભ્યોતએ શ્રીફળ, સાકર અને ફૂલહારથી બહુમાન કરી
શુભેચ્છાહ પાઠવી હતી. પ્રતિભાવમાં નાયબ માહિતી નિયામકશ્રી ભગોરાએ કહયું
કે, આ કચેરીમાં તો હું કાર્યકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ સ્ટાંફના
સભ્‍યોએ મનમૂકીને વિશ્વાસથી જે કામગીરી કરી છે તે સરાહનીય છે. તેમણે
પોતાના પરિશ્રમી જીવનની ખટ્ટી-મીઠ્ઠી યાદો રજૂ કરીને સરકારી સેવા કેટલી
નિષ્ઠાનપૂર્વક બજાવી તેના તાદ્રશ્ય ઉદાહરણો વ્યમકત કર્યા હતા. ર્ડા.
પી.એ.પરમારે પ્રતિભાવ આપતાં કહયું કે, તેમના જીવનનો કાર્યકાળ મોટાભાગે
અનેક પ્રકારની આપત્તિઓથી પ્રભાવિત હોવા છતાં સરકારશ્રીના કાર્યોને પૂરી
નિષ્ઠાનથી પૂર્ણ કર્યા છે. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટેકનીકલ
આસીસ્ટનન્ટાશ્રી સુરેશભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે માહિતી પરિવાર
અને પત્રકાર મિત્રોએ નિવૃત્ત થનાર બન્નેે અધિકારીઓને ભાવભીની વિદાય આપી
હતી.
માહિતી પરિવારના શ્રી ડી.પી.પટેલ, શ્રી ડી.આર.વઢેર, શ્રી આર.કે.પરમાર,
શ્રી બી.પી.બુસા, શ્રી એસ.આર.રાવળ, શ્રી બી.એમ.રબારી, શ્રી પી.એલ.ઠાકોર,
શ્રી એલ.આર.આહીર, શ્રી ડી.ડી.પટેલ, શ્રી પી.બી.ઠાકોર, શ્રી ડી.એમ.દેસાઇ,
શ્રીમતી એમ.જી.ભીલ, શ્રી દલપતજી ઠાકોર તથા પાલનપુર માહિતી કચેરીના
કર્મચારીઓ ઉપસ્થિીત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: