રાજકોટ
શહેરના શ્રમજીવી વિસ્તાિરની શાળાઓમાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સલવ સંપન્ન રાજકોટ
છેલ્લા દશ વર્ષથી રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ કન્યા કેળવણી
મહોત્સવથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યે ની જાગૃતતા આવી છે તેમ આજે
શહેરી વિસ્તાતરના શાળા પ્રવેશોત્સાવના છેલ્લાી દિવસે રાજકોટના પછાત
વિસ્તા્રની પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં.૯૬માં શાળા
પ્રવેશોત્સ્વ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં રાજયના અનુસુચિતિ જાતિ વિકાસ
નિગમના અધ્યનક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. તેઓએ વધુમાં ઉમેર્યુ
કે. મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયના સર્વાગી વિકાસ માટે
શિક્ષણની મહતા સમજી છેલ્લાધ ૧૦ વર્ષથી રાજયમાં શાળા પ્રવેશોત્સીવ અને
કન્યાર કેળવણી મહોત્સટવનું અભિયાન ઉપાડી રાજયનું એકપણ શાળા પ્રવેશપાત્ર
બાળક શાળા શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું ધ્યેનય સેવ્યું છે અને આ
માટે શાળાઓને તમામ રીતે સુવિધાસભર બનાવી છે તેમ જણાવી દરેક વાલીઓ પણ
પોતાના બાળકને પુરતુ શિક્ષણ અપાવી રાજય સરકારના આ અભિયાનમાં સહયોગી બને
તેમ જણાવ્યુપ હતું. આ પ્રસંગે મહાનગરપાલીકા સ્થાહઇ સમિતિના ચેરમેન ડો.
જૈમનભાઇ ઉપાધ્યાીયે જણાવ્યુંમ હતુ કે આવનારો સમય જ્ઞાન અને શિક્ષણનો છે.
જીવનનો વિકાસ અને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ અનિવાર્ય છે. માટે વાલીઓ
પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે બાળકોને પુરતુ શિક્ષણ આપે તેમ જણાવ્યુન
હતું.
ગુજરાત રાજય અનુસુચિત જાતિ વિકાસ નિગમના અધ્યકક્ષ શ્રી ચાવડા તથા
ઉપસ્થિવત મહાનુભાવો દ્વારા શ્રમજીવી વિસ્તા ર દેવકીનંદન સોસાયટીની
પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં. ૯૬માં ૬૭ બાળકો તેમજ સરસ્વાતી પ્રાથમિક
શાળા નં. ૯૭ ડો. હોમી જહાંગીર ભાભા પ્રાથમિક શાળા નં. ૭૮, છત્રપતી શીવાજી
પ્રાથમિક શાળા નં. ૬૬, એકલવ્ય પ્રાથમિક શાળા નં. ૧૮ના બાળકોને કુમકુમ
તિલક કરી મોં મીઠા કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા
પ્રવેશ કરાવ્યોક હતો તથા દાતાઓ દ્વારા આંગણવાડીના બાળકો માટે મળેલ
રમકડાઓની કીટ આંગણવાડી વર્કરને અર્પણ કરી આંગણવાડીના નાના ભુલકાઓને પણ
આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.
અધ્યરક્ષશ્રી ચાવડા તથા મહાનુભાવોના હસ્તેગ શિષ્ય વૃત્તિ વિતરણ તથા
ધોરણ-૪ થી ૭ના તેજસ્વીં બાળકોનું પુરસ્કા ર અને પુસ્તરકો આપી સન્માાન
કરાયું હતું. અધ્યપક્ષશ્રી ઝવરેભાઇ ચાવડા અને ઉપસ્થિાત મહેમાનોએ શાળાઓના
પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
શાળાના બાળકોએ સ્વારગત ગીત, દેશભકિતગીત, યોગાસનો અને ભવાઇના કાર્યક્રમો
રજુ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી મુનીયા, રૂટ
અધિકારીશ્રી ભુવાત્રા, નગરસેવક શ્રીગેલાભાઇ રબારી, શિક્ષણ સમિતિના સભ્યોર
સર્વશ્રી સતીષભાઇ સોલંકી, શ્રી નયનાબેન પેઢડીયા, શ્રી દિગ્વીતજયસિંહ
ગોહિલ, શ્રી દિલીપભાઇ ભટ્ટ તથા શ્રી સોમાભાઇ ભાલીયા, શાળાના આચાર્યશ્રી
બહાદુરસિંહ તથા શિક્ષકો, આંગણવાડી વર્કરો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિીત
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો