આરોગ્યન વિભાગ, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આગામી તા.૧૧મી જુલાઇના રોજના
વિશ્વ વસ્તીક દિનને અનુલક્ષી વસ્તી નિયંત્રણ માટે વ્યાચપક જનજાગૃતિ આવે
એ માટે શ્રેણીબદ્ધ લોકઝુંબેશના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
બે તબક્કામાં કરવામાં આવનાર આ ઉજવણી દરમિયાન આરોગ્યા અંગેના કાર્યક્રમોની
સાથે કુંટુંબ કલ્યાકણ વિષયક લક્ષિત દંપતિઓ સાથે જરૂરિયાત અનુસાર કુંટુંબ
કલ્યાનણની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ અંગે સંપરામર્શ, જેમાં મોડા લગ્ન,
લગ્ન બાદ તુરંત બાળક નહિં, બે બાળકો વચ્ચેિ સુરક્ષિત અંતર, કુંટુંબના
સર્વાંગી વિકાસમાં નાના કુંટુંબનો ફાળો વગેરે બાબતો અંગે વિસ્તૃ ત સમજ
આપવામાં આવશે. ઉપરાંત આ બાબતોને માતા મરણ અને બાળ મરણ ઘટાડવામાં કેવી
રીતે સાંકળી શકાય એ માટે પણ મનોમંથન કરવામાં આવશે.
તા. ૧૧મી જુલાઇ પહેલાનું પખવાડિયું એટલે કે, તા.૨૭મી જુન થી ૧૦ જુલાઇ
દરમિયાન આરોગ્યુ વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમની સમજ આપવામાં
આવશે.આ બે સપ્તાહના સમયગાળા દરમિયાન કુંટુંબ કલ્યાાણ, માતા અને બાળ
આરોગ્યિ, એચ.આઇ.વી/એઇડસ વિશે જાગૃતિ, જરૂરિયાતમંદોને પરિવાર નિયોજન અંગે
સમજ આપવી જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
૧૧મી જુલાઇ પછીના પખવાડિયે એટલે કે, તા.૧૧ જુલાઇથી ૨૪ જુલાઇ દરમિયાન
કુંટુંબ નિયોજન અંગેના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરવા માટે લક્ષિત દંપતિઓ
સાથે પરામર્શ કરી ખુશાલીનો આધાર નાનો પરિવાર સૂત્રની સાર્થકતા અંગે પણ
વિશદ સમજ આપવામાં આવશે.
ઉપરાંત વસ્તીથ નિયંત્રણ અંગે આમ જનતામાં વ્યા.પક જાગૃતિ આવે એ માટે
આરોગ્યો વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજીક, રાજકીય અગ્રણીઓ અને
સમગ્ર સમાજને સાંકળીને વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વ્યાતપક લોકજાગૃતિ
અર્થે ઠેર ઠેર વર્કશોપ, રેલીઓ, પ્રશિક્ષણ શિબિર, ભીંતસૂત્રો, મમતા દિવસ
તથા હોર્ડિંગ્સગ/ફલેક્ષ, સાંસ્કૃેતિક કાર્યક્રમો, બેનર્સ, પ્રચાર
પત્રિકાઓ, જાહેરાત, કેબલ પ્રસારણ, પ્રેસનોટ વગેરે માધ્ય મો દ્વારા પ્રચાર
પ્રસાર કરવામાં આવનાર હોવાનું અધિક જિલ્લા આરોગ્યમ અધિકારીશ્રી તરફથી
જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સ્વના લીધે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંમ છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 30 જૂન, 2012
આગામી તા. ૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાશે
ખુશાલીનો આધાર નાનો પરિવારના થીમ પર ઉજવાશે વિશ્વ વસ્તીલ દિન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો