વડોદરા,
વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સતીષ શર્માએ એક બેઠકમાં જણાવ્યું હતું કે,
વડોદરા શહેરના મકરપુરા ઈન્દિરાનગર ખાતે રહેતી કુ.આફરીન કાલુમીયા પઠાણ -
ઉમર વર્ષ ૭ (સાત)નું તા. ૧/૬/૧૨ના રોજ સાંજના ૭.૦૦ વાગ્યાના સુમારે વડસર
બિ્રજ નીચે ઝૂપડપટૃીમાં રહેતા કપીલ રામાશીશી મંડળ, ઉંમર વર્ષ-૨૨ જેને
આઈસ્ક્રીમ તથા ચોકલેટ આપવાના બહાને અપહરણ કર્યું હતું. જેની ફરિયાદ
મકરપુરા, પોલીસ સ્ટેશનમાં તા. ૨/૬/૧૨ના રોજ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગુનાની તપાસ શરૂ થતાં જ કપિલ મંડળ રેલવે દ્વારા બિહાર
ભાગી ગયો હતો અને ત્યાંથી મૃતકના માતા-પિતાને દૂરસંચાર દ્વારા વારંવાર
ધમકી આપતો હતો. તેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.શ્રી એસ.એલ.ચૌધરીની
ટીમે આરોપીના ધર પુરુષોત્તમનગર તા.જિ.દરભંગા ખાતે પહોંચાડીને સતત નિગરાની
રાખી હતી. ત્યાંથી કપીલ બિહારના મધુબની જિલ્લાના મનહઈ ખાતે રહેલી માસીના
ધરે છુપાયો હોવાનું જાણ થતાં ત્યાંની સ્થાનિક પોલીસના સહયોગથી રેડ પાડીને
આરોપીને પકડી પાડયો હતો. જયાં સકરી પોલીસ સ્ટેશનમાં આરોપીની અટક કરી
પૂછપરછ કરતાં કપીલે કબુલ્યું હતું કે જે દિવસે આફરીનનું અપહરણ કર્યું તું
તેજ દિવસે તેના પર બળાત્કાર ગુજારી ગળુ દબાવી હત્યા કરી લાશને વડસર ગામની
ગૌચરવાળી જગ્યામાં ફેંકી દીધી હતી. આરોપી તપાસ હેઠળ છે અને આ હત્યા પાછળ
પ્રેમ પ્રકરણ હોવાનું આરોપી જણાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો