અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

જુન માસમાં ઓછા વરસાદને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના પગલાં

રાજયમાં જુન મહીનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાથી તથા વરસાદ વધુ લંબાય
તે સ્થિતીને પહોચી વળવા આગોતરુ આયોજન કરવા રાજયના મુખ્ય સચિવશ્રી
એ.કે.જોતિએ સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રોઓ અને અધિકારીશ્રીઓની એક
તાકીદની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૨ ના રોજ બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજય સરકાર દવારા જુન માસમાં ઓછા વરસાદ તથા ચોમાસાના સંભવિત વિલંબથી
¬જાજનોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કરી જે જુદા જુદા પગલાઓ
હાથ ધર્યા છે તેની વિગતો રાહત કમિશ્નર શ્રી પી. કે. પરમારે આપી હતી.
રાહત કમિશ્નરશ્રીએ પાણી પુરવઠા ક્ષેત્રે લેવાયેલા પગલાંઓની વિગતો આપતા
જણાવ્યું કે રાજયમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પીવાના પાણીના સંભવિત
સમસ્યાને પહોંચી વળવા આગોતરા આયોજન માટે ¬ત્યેક જિલ્લાના જિલ્લા
કલેકટરશ્રીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંબંધિત જિલ્લામાં પીવાના પાણીની
સમીક્ષા કરીને તંગીને પહોંચી વળવા માટે ૧૧ જિલ્લામાં રૂ.૨૧૭૫ લાખના કામો
માટેનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ૧૧ જિલ્લાઓમાં ૧૧૭૯ ગામોમાં
૨૧૭૫ લાખના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટેન્કર પુરવઠા ઉપરાંત
હેન્ડપંપ રીજયુવિનેશન, હેન્ડપંપ, બોર, ઉંડા પાતાળ કૂવા, વ્યકિતગત અને જૂથ
યોજના સુધારણા વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જયાં તાત્કાલિક ધોરણે કાયમી પીવાનાં પાણીનાં સોર્સ ઉભા કરી ન શકાય
તેવા રાજયનાં ૭ જિલ્લામાં ૨૬૬ ગામો/પરાઓમાં ૨૩૭ ટેન્કર દ્વારા ૧૦૪૯
ફેરાથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે. જુદા જુદા જિલ્લામાં
જિલ્લા તંત્ર દ્વારા અઠવાડીક પીવાનાં પાણીની બેઠકો યોજી સમિક્ષા કરીને
પીવાનાં પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે
છે.
હાલમાં રાજયનાં જુદા જુદા ૨૬ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાઓમાં આવેલ ૧૨૯૮૩
ગામોમાં ૨૦૩૮૨૭ હેન્ડપંપોને કાર્યરત રાખવા માટે ૨૦૮ હેન્ડપંપ રીપેરીંગ
ટીમો કાર્યરત છે, જરૂર જણાયે તેમાં વધારો કરવામાં આવે છે.ચાલુ ઉનાળામાં
૯૫૧૫ ગામોમાં રૂ. ૨૪૬ લાખનાં ખર્ચે ૩૭૯૮૨ હેન્ડપંપો રીપેર કરવામાં આવેલ
છે.
સંભવિત પીવાનાં પાણીની તંગીને પહોંચી વળવા અર્થે ચાલુ ઉનાળામાં ૧૪૫૯
ગામોમાં રૂ.૨૩૯૮ લાખનાં ખર્ચે ૩૬૪૭ નવા હેન્ડપંપો/પાવર પંપો, તથા ૧૦૧
ગામોમાં રૂ.૬૪૨ લાખનાં ખર્ચે ૧૦૧ ઉંડા પાતાળ કુવાનાં સારકામ કરી તેનાં
ઉપર પંપો બેસાડી પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં આવા
¬કારની કામગીરી ¬ગતિ હેઠળ છે. હાલમાં રાજયમાં પાણી પુરવઠા ગ્રીડ દ્વારા
૧૧૦૦૦ જેટલાં ગામો તથા નાના મોટા શહેરોની ૩૮૨ લાખ જેટલી વસ્તીને પાણી
પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.જેનો રૂ.૪૨૫ લાખ સંચાલન અને નિભાવણી ખર્ચ
રાજય સરકાર કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
તદ્ઉરપરાંત "સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટરગ્રીડ" અંતર્ગત કામગીરી
આશરે ૪૬૭ કી.મી બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત રૂ. ૩૦૬૦ કરોડની કામગીરી હાથ
ધરેલ છે જેનાં માટે ચાલુ વર્ષે રૂ. ૧૯૦૦ કરોડનું આયોજન કરેલ છે.
ગામની આંતરિક પીવાનાં પાણીની વ્યવસ્થાના કામો લોકભાગીદારીથી
સ્વજલધારા/સેકટરીફોર્મ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિઓ મારફતે આશરે ૧૨૦૦
જેટલા ગામોમાં કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત કામોને પહોંચી
વળવા માટે હાલમાં ૧૬૦૭ જેટલાં નાના-મોટા પંપો ઉપલબ્ધ છે. તથા અન્ય
માલસામાન જેવુ કે પાઇપો, કેબલ, પેનલ, હેન્ડપંપ સેટો, રીપેરીંગનાં સામાન
મળીને કુલ રૂ.૯૮૭ લાખ નો માલસામાન હાથ ઉપર રાખેલ છે. અને રૂ.૫૦૦ લાખનો
સામાન આવકમાં છે.આમ, પુરતાં માલસામાન ની તૈયારી કરવામાં આવેલ છે.
સિંચાઈ ક્ષેત્રે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો આપતા રાહત કમિશ્નરશ્રીએ
જણાવ્યું કે રાજયમાં ઉનાળામાં કુલ બે લાખ બાવન હજાર હેક્ટરમાં સિંચાઈની
સુવિધાપૂરી પાડવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતમાં ૧૧,૫૧૫ હેક્ટર, મધ્ય
ગુજરાતમાં ૧૭,૩૪૭ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં ૧,૩૪,૯૬૯ હેક્ટર અને
સોરાષ્ટમાં ૩૩,૪૭૯ હેક્ટરમાં સિચાઈ થયેલ છે.
રાજયની વિવિધ સિંચાઈ યોજનાઓ જેવી કે સરદાર સરોવર, ઉકાઈ-કાકરાપર, જુજ,
કેલીયા, વેર-૨, કડાણા, વાત્રક, માઝમ, મેશ્વો, સુખી, કરજણ, કરાડ, હાથમતી,
ગુહાઈ, ધરોઈ, દાંતીવાડા, ખારીકટ અને ફતેવાડી, ભાદર, મચ્છુ-૧, મચ્છુ-૨,
શેત્રુંજી, ઉંડ-૧, ધાતરવાડી, મુંજીયાસર, હેરણ, હિરણ-૨ મારફતે ઉપર્યુક્ત
સિંચાઈ કરવામાં આવેલ છે.
સરદાર સરોવર યોજનાની નહેરો મારફતે જુદા જુદા ૬૦ સ્થળોએ પાણી આપીને ૪૫,૦૦૦
હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈ થયેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨૬,
સૈરાષ્ટ્રના ૬ અને મધ્ય ગુજરાતના ૭ સ્થળોએ પાણી આપ્યાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરો તથા સમગ્ર સોરાષ્ટ અને કચ્છ માટે
પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
સુજલામ સુફલામ નહેર અને સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા બે મહિનામાં રાજયના
જિલ્લાઓમાં ૬૦ તળાવો, પાટણમાં ૪૭ તળાવો, સાબરકાંઠાંમાં ૨૨ તળાવો,
ગાંધીનગરમાં ૨૪, અમદાવાદમાં ૭, પંચમહાલમાં ૨૩, વલસાડમાં ૨૧, સુરતમાં ૬૬,
ભરુચમાં ૧૧ અને નવસારીમાં ૩૨ મળીને કુલ ૩૧૩ તળાવો ભરાવામાં આવ્યા છે. આ
ઉપરાંત સરદાર યોજનાના કમાન્ડ વિસ્તારમાં ૧૦૫ તળાવો ભરવામાં આવ્યા છે.
જેનાથી ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવા પામેલ છે.
આમ રાજય સરકાર દ્વારા પૂર્વ આયોજન અને તકેદારીના પગલા લઈ ૨,૫૨,૦૦૦ હેક્ટર
વિસ્તારમાં ઉનાળુ વાવેતરને બચાવી લેવામાં આવેલ છે અને ધરૂવાડીયાની તૈયારી
માટે તથા મગફળી અને કપાસના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરૂં પાડી
કૃષકોને સહાયરૂપ થયેલ છે. કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલા આયોજન વિશે રાહત
કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયમાં ૨૦૧૨-૧૩ માં ચોમાસું ખેંચાયેલ
છે, અને વરસાદની પરિસ્થિતિ ચિંતાજનક છે. રાજય સરકાર તરફથી ખેતીવાડી બાબતે
ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે અને
તે મુજબ પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. રાજયમાં સૈરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
અને કચ્છના આશરે ૮૫્રુ વિસ્તારમાં હજીસુધી ખેતીલાયક વાવણી થયેલ નથી.
ખેડુતોને બદલાયેલ પાકની પરિસ્થિતિ જોતા બિયારણ પુરતા ¬માણમાં ઉપલબ્ધ છે
અને રાજયના ૧૨૦૦ ઉપરાંત સીડસ કોપોરેશનની વિતરણ સંસ્થાઓ તેમ જ જિલ્લા ખરીદ
વેચાણ સંઘ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, ખેડુતોની સહકારી મંડળીઓ તથા એગ્રો
સર્વિસ સેન્ટર, તથા બિયારણના સજિસ્ટ્રર્ડ વિક્રેતાઓ રાજયમાં દશ હજાર
ઉપરાંત છે, તેઓ પાસે પુરતા ¬માણમાં બીજ જથ્થો ઉપલબ્ધ છે. કોઈ જગ્યાએ
બિયારણની માંગ આવે તો ગુજરાતના કિસાન કોલ સેન્ટર ઉપર અથવા ખેતીવાડી
વિભાગના કોલ સેન્ટર ઉપર કોલ મળવાથી તાત્કાલિક બિયારણ ઉપલબ્ધ કરવામાં
આવશે. ઢોરના ઘાસચારા માટે રાજય સરકાર તરફથી ખાસ ઘાસ ઉત્પાદન માટે યોજના
તૈયાર કરવામાં આવેલ છે. પરિસ્થિતિ મુજબ ઘાસ ઉત્પાદન કરવા જરૂરી ¬ોત્સાહન
ખેડૂતોને આપવામાં આવેલ છે, જેથી લીલા ઘાસચારો અને ઘાસચારાને કોઈ અછત ન
રહે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં BT
કોટનના વધુ વાવેતરના કારણે લીલી ઘાસની જે કમી છે તે પૂર્ણ કરવા માટે
ઉપલબ્ધ પાણીથી ઉત્પન્ન કરવા રાજય સરકાર ¬ોત્સાહન આપે છે.
ઘાસ વ્યવસ્થા માટેના આયોજનની ભૂમિકા આપતા શ્રી પી. કે. પરમારે કહ્યું કે
રાજયમાં વન વિભાગનાં જુદા જુદા ગોડાઉનોમાં હસ્તક ખાવા લાયક ઘાસનો કુલ
જથ્થો ૨૧૦.૭૫ લાખ કિ.ગ્રામ ઉપલબ્ધ છે. જે પૈકી જામનગર ૨૭.૨ લાખ કિ.ગ્રામ,
રાજકોટ ૨૪.૧૧ લાખ કિ.ગ્રામ, ભાવનગર ૩૨.૩૧ લાખ કિ.ગ્રામ, સુરેન્દ્રનગર
૫.૫૬ કિ.ગ્રામ, પોરબંદર ૮.૬૭ લાખ કિ.ગ્રામ, જુનાગઢ ૪૨.૫૦ લાખ કિ.ગ્રામ,
અમરેલી (ગીર (પૂર્વ) ધારી) ૧૬.૯૯ લાખ કિ.ગ્રામ, દાહોદ(બારીઆ) ૨૭.૯૪ લાખ
કિ.ગ્રામ, ગોધરા ૯.૧૬ લાખ કિ.ગ્રામ, કચ્છ ૧૬.૪૯ લાખ કિ.ગ્રામ ધાસ ઉપલબ્ધ
છે. આ વિભાગોના ગોડાઉન પરથી હાલમાં વન વિભાગે ઠરાવેલ દરે ઘાસનું વિતરણ
કરવામાં આવી રહેલ છે. હાલમાં વન વિભાગના અમલીદર મુજબ ગોદામનું ધાસ
૨૦૧૦-૧૧નું રૂ.૪.૫૦ દરે, ૨૦૦૯-૧૦નું રૂ. ૪ ના દરે વિતરણ કરવામાં આવે છે.
રાજયના જિલ્લા કલેકટરશ્રોઓને જિલ્લાની ધાસની જરૂરિયાતની સમીક્ષા કરવા
સુચના આપવામાં આવેલ છે. વધુ વિતરણ કેન્દ્રો શરૂ કરવા તથા રાહતના દરે ધાસ
વિતરણ કરવા રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરેલ છે.
સોરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ધાસ, પાણીની સ્થિતિની
સમીક્ષા કરવા તથા વરસાદ લંબાય તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેના
આયોજન માટે કલેકટરશ્રોઓ, વિભાગીય ફોરેસ્ટ ઓફીસર્સ, ¬ાંત અધિકારીશ્રીઓ તથા
પાણી પુરવઠાના અધિકારીશ્રીઓની તાકીદની વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી
સમીક્ષા કરવામાં આવનાર છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: