અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

પ્રાસંગિક છેલ્લા ચાર વર્ષમાં ૪૩૭૧૭ કન્યાઓ સહિત કુલ ૯૩૪૬૬ બાળકોને શાળા પ્રવેશ આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ફળદાયી પરિણામ ગત વર્ષની સરખામણીમાં ડ

આણંદ - દર વર્ષે જેમ ઉનાળુ વેકેશન પુરૂં થાય છે ત્યારે શાળામાં ભણતા બાળકો ફરીથી શાળાએ જઇ અભ્યાસ પ્રવૃત્તિ શરૂ કરે છે. પરંતુ સાથે સાથે હજારો નાના ભૂલકાંઓ પણ શાળાના પગથિયે પગ મૂકે છે. સમગ્ર વિશ્વમાં શાળા પ્રવેશનો આ અનુભવ એક અગત્યનો સિમાસ્તંભ ગણાય છે. જે અનુભવ સ્મૃતિ સાથõ વણાઇ જાય છે. બાળક તેની આસપાસનું વાતાવરણ માણવા, નવું શીખવા માટેનો પાયો રચે છે. આનંદ અને ઉત્સવની ભૂમિ એવા ભારત દેશમાં બાળ જીવનમાં આવતા દરેક પ્રસંગને પવિત્રતા સાથે જોડવામાં આવે છે. જેમ કે બાળ જન્મ, બાળકના નામાંકનનો ઉત્સવ, બાળક ને માતાના દૂધ સિવાય પ્રથમવાર બજોõ ખોરાક આપતી વખતે ઉજવાતો " અન્ન પ્રાશાન '' અને બાળકને પ્રથમવાર શાળાએ મોકલતાં ઉજવાતો " શાળા પ્રવેશોત્સવ '' આ પ્રસંગો સમાજ જીવનમાં સ્નેહસભર વાતાવરણ ઉભુ કરવામાં અને સમાજ જીવનમાં અનેરી ચેતનાનો સંચાર જગાવવામાં પ્રેરણા સ્ત્રોત બની રëë છે.
નાનપણના આ બધા જ શુભ પ્રસંગો બાળકના "શાળા પ્રવેશ'' ની આસપાસ ગુંથાયેલા છે. કે જે પ્રસંગ એ અવસ્થા દરમ્યાન બને છે કે જેને બાળક પાછળથી એક ખુશનુમા અને સુંદર ધટના તરીકે યાદ કરે છે. કારણ કે તે પોતાની વહાલસોયી માતા પાસેથી છુટા પડી મોટા બાળકો અને શિક્ષકોના જૂથ વચ્ચે જાય છે. તેથી જ શાળા પ્રવેશના આ પ્રસંગને એક અગત્યનું સ્થાન આપવું જોઇએ અને વાલીઓ, શિક્ષકો અને સમાજ દ્વારા તેને ગંભીરતાથી લેવો જોઇએ. આ માટે જ સાધન, સાહિત્ય સાથે વધારામાં એક સહકાર ઝુંબેશ / પ્રયુક્તિ વિકસાવવી પડશે અને શાળા ફરીથી શરૂ કરવા નામાંકન વધારવા માટે એક આધારસ્તંભ તરીકે મુકવી પડશે.
શાળાઓનðં શૈક્ષણિક સત્ર શરૂ થતા વાલીઓ અને સમાજની પ્રાથમિક જવાબદારી છે કે બધા જ બાળકો ફરીથી શાળાએ આવવા શરૂ થાય. પ્રથમવાર શાળામાં પ્રવેશી રહેલાં બાળકોના વાલીઓને ઉત્સાહિત કરવા કે બાળકને શાળામાં દાખલ કરવું એ ખુબ અગત્યનું છે. શાળાએ જઇ શિક્ષણ મેળવવું એ બાળકનો હક્ક છે.
દરેક બાળક શાળાએ જવું જોઇએ. ગરીબીમાંથી મુકિત મેળવવાનો એ જ સાચો માર્ગ છે. શાળાએ પ્રથમવાર જ પ્રવેશતા બાળકો માટે તે એક અગત્યનો દિવસ છે તે " વિઘારંભ '' એક પાયો છે કે જેનાં પર તેમનું ભવિષ્ય નિર્ભર છે. પૂર્વ હોય કે પશ્વિમ, શાળા જ સર્વોત્તમ છે. સમગ્ર રાજ્યમાં ૧૬મી જૂન થી ૧૮ જૂન ૨૦૧૧ દરમિયાન " શાળા પ્રવેશોત્સવ '' ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ લોકભાગીદારીથી થાય અને જિલ્લાનું એકપણ ગામ શાળા પ્રવેશોત્સવની ઉજવણીથી બાકી ન રહે તે માટે આ કાર્યક્રમમાં શિક્ષકો, ગામના આગેવાનો ચુંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તે જરૂરી છે. નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા પાત્ર ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ૧૦૦ ટકા નામાંકનના લક્ષને વ્યાપક લોકભાગીદારીથી સિધ્ધ કરાશે. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પુનઃપ્રવેશપાત્ર બાળકો સહિત કુલ ૨૨૮૯૦ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિઘાલક્ષ્મી બોન્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. કન્યાઓના સાક્ષરતા દરને ઉંચે લઇ જવાની દિશામાં સામુહિક પ્રયાસો હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લામાં પુરૂષ સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે આણંદ તાલુકામાં ૯૦.૧ ટકા, જ્યારે સૌથી ઓછુ તારાપુરમાં ૮૦.૦૪ ટકા છે. સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે આણંદ તાલુકામાં ૭૦.૫ ટકા જ્યારે તારાપુર તાલુકામાં ૫૧.૦૭ ટકા છે. શાળાપ્રવેશોત્સવ દરમ્યાન આણંદ તાલુકામાં ૫૧૫૭, ઉમરેઠમાં ૨૩૮૮, બોરસદમાં ૪૩૮૩, આંકલાવમાં ૨૧૮૧, પેટલાદમાં ૩૩૫૧, સોજિત્રામાં ૧૬૨૨, ખંભાતમાં ૨૭૦૭, તારાપુરમાં ૧૧૦૧ સહિત કુલ ૨૨૮૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે જેમાં ૧૨૧૪૧ કુમાર અને ૧૦૭૪૯ કન્યાઓનો સમાવેશ થાય છે. ૨૩ કુમાર અને ૨૪ કન્યા સહિત ૪૭ વિકલાંગ બાળકોને પણ શાળા પ્રવેશ અપાશે. જિલ્લામાં ૩૫ ટÀë×í ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા ઉમરેઠ, આંકલાવ તાલુકાના એક એક,સોજિત્રા તાલુકાના ત્રણ, ખંભાત તાલુકાના છ, તારાપુર તાલુકાના પાંચ સહિત સોળ ગામોમાં સ્ત્રી સાક્ષરતા દર ઉંચો લાવવા સવિશેષ પ્રયાસો કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પરિણામે ૨૦૦૯-૧૦ ના વર્ષની સરખામણીમાં ડ્રોપ આઉટ રેટમાં ૦.૦૦૦૨ ટકા ધટાડો નોંધાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ૪૩૭૧૭ કન્યાઓ સહિત કુલ ૯૩૪૬૬ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો છે.શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દાતાઓ દ્રારા શાળાઓમાં ભૌતિક સુવિધાઓ ઉભી કરવા રૂા.૫.૯૮ કરોડનું માતબર દાન પ્રા થયું છે.જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ફળદાયી પરિણામો મળ્યા છે.
પ્રાથમિક શિક્ષણને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા માટે શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્થાયીકરણ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે કાયાપલટ કરી છે. શાળા પ્રવેશોત્સવ એ બાળકોનù બાળકો દ્વારા અને બાળકો માટેનો કાર્યક્રમ છે. આવો આપણે સૌ સાથે મળી ૧૦૦ ટકા બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ.

ટિપ્પણીઓ નથી: