કોઇ પણ ઉંમરની મહિલા ઉમેદવારોને ટયુશન ફી વગરની તેમજ પરીક્ષામાં પાસ થનાર તાલીમાર્થીને સરકારી NCVT/GCVT સર્ટિફીકેટ આપની સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા થલતેજ (મેમનગર)માં વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ માટે અરજીઓ મંગાવાઇ છે. આ સરકારી સંસ્થામાં ધો-10 અને ધો-12 પાસ મહિલા ઉમેદવારો માટે કોપા, CSP (કોમ્પ્યુટર) હેર એન્ડ સ્કીન કેર (બ્યુટી પાર્લર), ડ્રસ મેકીંગ (સિલાઇકામ)ને લગતા વ્યવસાયલક્ષી કોર્સની પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. પ્રવેશ ફોર્મ ઓન લાઇન http:/itiadmission.guj.nic.in વેબસાઇટ પર તા. 24મી જૂન સુધી ભરી શકાશે. તેમજ છેલ્લા ઓન લાઇન ભરેલ ફોર્મ સંસ્થામાં રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લા તા.28મી જૂન છે. સુખીપુરા પાણીની ટાંકી પાસે, પ્રકાશ અંધકન્યા ગૃહના ખાંચામાં, મેમનગર ખાતે રજિસ્ટ્રેશન જમા કરાવવું એમ આચાર્યશ્રીએ જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો