અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

ખેડા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૬ થી ૧૮મી જુન અને શહેરી વિસ્તારમાં તા.૨૩ થી ૨૫મી જૂન દરમિયાન યોજાશે

માહિતી બ્યુરો - નડિયાદ -
તા.૧૫મી જૂન, ૨૦૧૧ (બુધવાર) રાજય સરકાર ધ્વારા પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવનું આયોજન કરે છે. આ મહોત્સવના ભાગરૂપે ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં ગ્રામિણ વિસ્તારોમાં આ મહોત્સવ તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ અને શહેરી વિસ્તારમાં તા.૨૩ થી ૨૫ જૂન,૨૦૧૧ દરમિયાન યોજાનાર છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે.એ.પોટાના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લાની ૧૬૫૫ પ્રાથમિક શાળાઓને આવરી લઇ પ્રવેશપાત્ર ૨૮,૫૯૮ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરાશે. આ મહોત્સવ સફળ બનાવવા માટે જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં ૪૩ રૂટ અને શહેરી વિસ્તારનાં ૫ રૂટ મળી કુલ ૪૮ રૂટ નિયત કરાયા છે.
આ મહોત્સવ દરમિયાન રાજય કક્ષાએથી આઇ.એ.એસ., આઇ.પી.એસ., અને આઇ.એફ.એસ. અધિકારીઓ અને રાજય તેમજ જિલ્લા કક્ષાના પદાઅધિકારીઓ અને અધિકારીઓ પણ વિવિધ શાળાઓમાં ખાસ ઉપસ્થિત રહી પ્રવેશોત્સવને સફળ બનાવશે.

ટિપ્પણીઓ નથી: