અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

મોટર સાયકલ નવી સીરીઝ જી.જે.1 એન.સી.ના પસંદગીના નંબરો મેળવવા

પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી દ્વારા સંબંધિત વાહન માલિકોને જણવાવામાં આવે છે કે આ કચેરીમાં માોટર સાયકલ (દ્વિચક્રી-બે પૈડાવાળા) વાહનોને નંબરોને લગતી હાલની સીરીઝ ટૂંક સમયમાં પૂરી થનાર હોવાથી નવી સીરીઝ જી.જે.1 એન.સી. તા.21-6-2011થી શરૂ કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા તા.17-6-2011 થી તા. 20-6-2011 સુધી કચેરી સમય દરમિયાન સવારે 11-00થી 17-30 દરયિમાન ફોર્મ નં.20 સાથે બંધ કરવામાં અરજી કરવાની રહેશે.
તા.21-6-2011ના રોજ સવારે 10-00 કલાકે પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી કચેરીના પ્રથમ માળે આવેલ સભાખંડ ખાતે ફાળવણી સમિતિ દ્વારા કરવામાં આવશે. સંબંધિત અરજદારે / તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે. જે તે નંબર માટે સૌથી વધુ રકમનો ડીમાન્‍ડ ડ્રાફટ અરજી સાથે રજૂ કરનાર અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. અસફળ અરજદારોને તેઓએ રજૂ કરેલ ડીમાન્‍ડ ડ્રાફટ પરત આપવામાં આવશે. એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

ટિપ્પણીઓ નથી: