બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મહેસૂલ, માર્ગ અને મકાન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને નર્મદા યોજનાની કેનાલોની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ જણાવ્યું કે,કેનાલો બનાવવા માટે જમીન સંપાદન કામગીરી જયાં બાકી છે ત્યાં ઝડપભેર પૂર્ણ કરવી. ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠા જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલોની ૮૦ ટકા કરતાં વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેનાથી ખેડુતોના ખેતરો સુધી ઝડપથી પાણી પહોંચાડી શકાશે. સંપાદીત થયેલ જમીનધારકોને સત્વરે ચુકવણું કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું.માડકા બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થયેલ છે.જયારે વેજપુર અને માલસણ કેનાલોનું કામ ઝડપભેર પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી.
બેઠકમાં કલેકટર શ્રી આર.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.બી.પટેલ, મદદનીશ કલેકટર શ્રી રવિશંકર, નાયબ કલેકટર શ્રી નલવાયા,નર્મદા નિગમના તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો