રાજકોટ:
રાજય સરકારના વર્ગ-૧, ર અને ૩ના કર્મચારીઓની વર્ષ ર૦૧૦-૧૧ની જનરલ પ્રોવિડન્ડ ફંડના હિસાબોની સ્લીપ તેઓ તા. ર૮/૨/૨૦૧૧ના રોજ જે કચેરીમાં નોકરી કરતાં હતા, તે કચેરીના ઉપાડ અધિકારીને તા. ર૧/૬/૧૧થી મોકલવામાં આવશે. આથી દરેક ઉપાડ અધિકારીને સ્લીપની સાથે જોડવામાં આવેલ તેમની કચેરીના કર્મચારીઓની જી.પી.એફ. ખાતાનંબરની યાદી (હાફ માર્જીન) સાથે સરખાવી જે-તે કર્મચારીઓને સોંપવાની રહેશે. જે કર્મચારીઓની અન્ય કચેરીઓમાં બદલી થઇ હોય, તેમણે તેમના જી.પી.એફ ખાતાની સ્લીપ તેમના નવા ઉપાડ અધિકારીને મોકલાવી દેવાની રહેશે. અને અત્રેની કચેરીને તેની જાણ કરવાની રહેશે.
કર્મચારીઓને મળેલ જી.પી.એફ. સ્લીપમાં જો કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર-પુરાવાની નકલ સાથે આ કચેરીનો તુરત સંપર્ક કરવા તેમજ તેમના જી.પી.એફ.ને લગતા કોઇપણ અણઉકેલ પ્રશ્નો માટે શ્રી ડી.આર.વણકર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ, એકાઉન્ટન્ટ જનરલ(એ. એન. ઇ) કાર્યાલય, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં-૨૪૪૧૬૦૦-૦૬ અથવા સુ.શ્રી ઇન્દુ અગ્રવાલ એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ. એન્ડ ઇ.) રાજકોટનો પત્રથી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો