અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

વડોદરા શહેરમાં બાળમજુર અધિનિયમ હેઠળ જિલ્લા ટાસ્કફોર્સના દરોડા બે બાળમજુરોને મુકત કરાયા

વડોદરા:
વડોદરા જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જમોં બે બાળ મજુરો મળી આવતા તેમને મુકત કરવામાં આવ્યા હતા.
મદદનીશ શ્રમ આયુકતશ્રી વી.કે.રાઠવાની યાદી મુજબ જિલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલી ટાસ્કફોર્સ કમિટી દ્વારા વડોદરા શહેરના ફતેપુરા, સંગમ ચારરસ્તા, વિજયનગર સર્કલ, માંડવી, ચોખંડી, નાની માર્કેટ, વાડી અને તેની આસપાસના વિસ્તારમાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા, ઓટોગેરેજ તેમજ નર્મદા ભવનથી એરપોર્ટ અમીતનગર સર્કલ વિસ્તારોમાં ટીમ દ્વારા સધન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાની લારી પરથી અને સાયકલની દુકાનમાં કામ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળ કામદાર મળી આવ્યા હતા. આ બંને બાળકામદારોને કામે રાખનાર માલિક પાસેથી મુકત કરાવી એકને તેના વાલીને સ્થળ પર સોંવામાં આવ્યો હતો અને બીજા બાળશ્રમિકને ચિલ્ડ્રન હોમમાં મોકલવમાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ટાસ્કફોર્સના અધિકારીઓએ દરોડામાં આવરી લીધેલા વિસ્તારમાં બાળ મજુરીના ગુન્હા અને તેની સજાની માહિતી આપી હતી. દરોડાની ટીમમાં મદદનીશ શ્રમ આયુકતશ્રી રાઠવા સહિત સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ અધિકારી, પ્રોબેશન અધિકારીઓ, શ્રમ આયુકત કચેરી અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરી હતી.

ટિપ્પણીઓ નથી: