અમદાવાદ :
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુરૂવારથી તા.16-17-18 જૂનના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર ગ્રામ પ્રદેશમાં સતત નવમા વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે.
આવતીકાલના ગુજરાતને શિક્ષિત બનાવવા માટે પાયાની કેળવણી એવા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ ઊંચે લઇ જવા માટેનો આ સરસ્વતી યાત્રાનો સહિયારો પુરૂષાર્થ રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર અને સમાજ સાથે મળીને કરશે.
ગુજરાતમાં સરકાર સંચાલિત 3ર77ર પ્રાથમિક શાળાઓ અને 44000 આંગણવાડીઓને આવરી લઇને સમગ્રતયા 18000 ગામોમાં સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીશ્રી, સમગ્ર મંત્રીમંડળ અને સંસદીય સચિવશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ અને તમામ સચિવો તથા સનદી અધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ મળીને ટીમ ગુજરાતના રર110 મહાનુભાવો દરરોજ પાંચ શાળાની મૂલાકાતે જશે અને એમ ત્રણ દિવસમાં સમગ્ર ગ્રામવિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ માટેના જ્ઞાનયજ્ઞમાં ઉદ્ીપક નેતૃત્વ પુરૂં પાડશે.
શહેરી ક્ષેત્ર માટેનું પ્રાથમિક શિક્ષણનું જનઅભિયાન તા.ર3-ર4-રપ જુન ર011ના ત્રણ દિવસો દરમિયાન 1પ9 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં યોજાશે.
છેલ્લા સતત આઠ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઆંદોલનની અદ્દભૂત સફળતા અંકિત થઇ છે, અને સને ર001ની વસતિ ગણતરીની માહિતીની તુલનામાં સને ર011ના વસતિ ગણનાના કેન્દ્રીય અહેવાલ અનુસાર, ગુજરાતમાંસ્ત્રી સાક્ષરતાના દરમાં 13 ટકા વૃધ્ધિ તથા શાળા છોડી જવાના ડ્રોપ આઉટ રેશિયોમાં ર9.77 ટકા ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં ધોરણ 1 થી પ માં શાળાનો અભ્યાસ છોડનારાની 100માંથી માત્ર બે બાળકોની ટકાવારી છે. આ બે બાળકો પણ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરે તેની ચિન્તા મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળાઓના ગુણાત્મક બદલાવ માટેની માળખાકીય સુવિધા પૂરી કરવાનું અભિયાન પાર પાડયું છે. દશ વર્ષમાં 1,ર1,3પ8 જેટલા વિધાસહાયકોની નિમણુંક કરી છે. ગત વર્ષે જે પ000 શાળામાં ધોરણ-8 નો વર્ગ શરૂ થયો તેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પ્રશિક્ષિત એવા 10,000 વિદ્યાસહાયકોની પણ પારદર્શી ભરતી કરી દીધી હતી. આ વર્ષે વધુ 6પ00 શાળામાં ધોરણ-8ના વર્ગો શરૂ થશે એના માટે વધુ 13,000 વિદ્યાસહાયકો નિમાઇ રહ્યા છે. રાજ્યમાં 7પ748 નવા વર્ગખંડો બાંધ્યા છે અને પ0914 સ્વચ્છતા સંકુલોની આવશ્યક સુવિધા ઉભી કરી દીધી છે. આજે ગુજરાતની 3ર77ર ગ્રામ્ય પ્રાથમિક શાળામાં બધે જ વીજળી અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. 11 લાખ કન્યાઓને પ્રત્યેકને રૂા. 1000ના વિદ્યાલક્ષ્મી બોન્ડરૂપે રૂા. 11 કરોડનું ભંડોળ ગરીબ પરિવારની કન્યા માટે આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધી માટે તો જનતા જનાર્દને અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિસાદ આપીને રૂા. 44 કરોડનું ભંડોળ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને મળેલી ભેટ સોગાદોની કરેલ હરાજીમાંથી ઉપલબ્ધ થયું છે. સમગ્ર દેશમાં કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના કારણે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યાઓના શિક્ષણ માટે અનેકવિધ નવી ક્ષિતિજો ખોલી છે. ગામડાંની નાની બાલિકા અને કન્યાઓ અભ્યાસમાં તેજસ્વી અને યશસ્વી બની રહી છે.
શિક્ષણ સાથે આરોગ્ય તપાસણી તથા પ્રાથમિક શાળામાં મધ્યાન્હ ભોજન માટેના પોષક આહારના ગુણાત્મક પરિણામો અને આંગણવાડીમાં બાલભોગની પોષક આહારની આગવી પહેલથી કુપોષણમાંથી આવતીકાલનું ગુજરાત મૂકત થાય એવી પ્રતિબધ્ધતા સાથે કન્યા કેળવણીનું આ અભિયાન પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડીની શિક્ષણ સંસ્કારની ભૂમિકાનો નવો સામાજિક પ્રભાવ ઉભો કરવાનું ગુજરાતને ગૌરવ અપાવશે. આ અભિયાન સંપન્ન થયા પછી ‘ગુણોત્સવ'નું અભિયાન પ્રાથમિક શાળા, શિક્ષક અને વિદ્યાર્થીની ગુણવત્તામાં પણ નવી ઊંચાઇના દર્શન કરાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ વિરાટ જનઅભિયાનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા શાળા પરિવારના સહુ સ્વજનોને સંવેદનાસભર પત્ર પણ પાઠવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો