સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્રારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ગામેગામ તા. ૧૬મી જૂનથી ગ્રામ્ય વિસ્તારમાં અને તા.૨૩ જૂનથી શહેરી વિસ્તારમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ નો આરંભ થશે. ગાંઘીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન જિલ્લાના કૂલ – ૧૫ ગામોની મુલાકાત લેશે. તથા આઇ.એ.એસ અને આઇ.એફ.એસ કક્ષાના કૂલ -૮ અઘિકારીઓ જિલ્લાના કૂલ – ૧૧૪ ગામોની મુલાકાત લેશે.
ગાંઘીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ આજે તા. ૧૬/૬/૧૧નાં રોજ દહેગામ તાલુકાનાં ચાર ગામોની મુલાકાત લઇ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી સવારે ૮.૦૦ કલાકે ઉદણ, ૯.૧૫ કલાકે ધારીસણા, ૧૦.૩૦ કલાકે નવાનગર, ૧૧.૩૦ કલાકે સગદલપુર અને બપોરે ૧૨.૩૦ કલાકે બદપુર ગામે જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો