અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

પાલનપુર ખાતે મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી પોષક વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો." બાલભોગ સંપૂર્ણ પોષક આહાર છે, તેનાથી બાળકોની

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મહેસૂલ, માર્ગ અને મકાન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી પોષક વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે,ગુજરાત સમગ્ર દેશ માટે પ્રથમ નંબરનું આદર્શ અને પ્રેરણાદાયી રાજય બન્યું છે, ત્યારે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સક્રિય પ્રયાસો વડે રાજયને આદર્શ રાજય તરીકે વિશ્વ ફલક પર ચમકાવીએ.તેમણે કહ્યું કે, રાજય સરકાર બાળકો અને વિશેષ કરીને ગરીબ મહિલાઓના સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે મક્કમ પણે કટીબધ્ધ છે. તેમજ આ માટે અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે,રાજયની ૪૫ લાખ મહિલાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આંગણવાડીના બાળકોને બાલભોગ પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, બાલભોગ સંપૂર્ણ પોષક આહાર છે, તેનાથી બાળકોની તંદુરસ્તીમાં ખુબ સારો સુધારો થાય છે.
મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે,આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છા અને સંકલ્પ છે કે, મારા ગુજરાતનું દરેક બાળક અને મહિલાઓ તંદુરસ્ત હોય. આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સક્રિય પ્રયાસો વડે મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને ઝડપથી સાકાર કરીએ. તંદુરસ્તી જળવવા વિશે મંત્રીશ્રીએ સારુ માર્ગદર્શન આપ્‍યું હતું..તેમણે કહ્યું કે,દિકરા-દિકરીના ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીએ. મંત્રીશ્રીએ સ્વચ્છતા જાળવવા,પોષણયુક્ત આહાર અંગે કાળજી રાખવા અને અંધશ્રધ્ધાથી દૂર રહેવા ભારપુર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ બાળકોના આરોગ્યની તપાસ કરીને જરૂરતમંદ બાળકોને વિનામૂલ્યે તમામ સારવાર રાજય સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા ૬૦ પ્રકારની વિવિધ વાનગીઓ જેવી કે, શીરો, કોબીઝના પરોઠા, લાડુ, રાબ, કંસાર, મુઠીયા, શેવ ખમણી, શક્કરપારા, ગોટા, ભજીયા, ઢોકળા વગેરે બનાવવામાં આવી હતી. તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર શ્રી આર.જે.પટેલ,નાયબ કલેકટર શ્રી નલવાયા, મુખ્ય જિલ્લા આરોગ્ અધિકારી શ્રી આચાર્ય, આઇ.સી.ડી.એસ.અધિકારી શ્રી આરતીબેન દવે,અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: