અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

જિલ્લા સંકલન સમિતિની બેઠક નહીં મળે .....વડોદરા શહેરમાં હથિયારબંધી

જિલ્લા સંકલન સમિતિની બેઠક નહીં મળે
વડોદરા, જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠક તા.૧૮-૬-૨૦૧૧ને શનિવારનાં રોજ ૧૧.૩૦ કલાકે અને બીજી બેઠક ૧૨.૩૦ કલાકે ધારાસભા હોલ, કલેકટર કચેરી, વડોદરા મુકામે રાખવામાં આવી હતી. રાજય સરકાર તરફથી કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તા.૧૮-૬-૨૦૧૧ની જિલ્લા સંકલન સમિતિની બેઠક રદ કરવામાં આવી છે. તમામ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓને તેની નોંધ લેવા જણાવાયું છે.


વડોદરા શહેરમાં હથિયારબંધી
વડોદરા, શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા વડોદરા શહેરના સમગ્ર કમિશનરેટ વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫-૬-૨૦૧૧ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક હુકમો અમલી બનાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.  
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે

ટિપ્પણીઓ નથી: