ભીલવાણિયાનું જયમા સખીમંડળ દર મહિને બચત કરી સભ્યો વચ્ચે ધિરાણ પણ કરે છે
વડોદરા
વડોદરા જિલ્લાના જેતપુરપાવી તાલુકાના ભીલવાણિયા ગામનું મહિલાઓનું ૨૪
સભ્યોનું જયમા શકિત સખીમંડળ બચતના ઉદે્શ સાથે અસ્તિત્ત્વમાં આવ્યું
હતું. દર મહિને બહેનો રૂા. ૫૦ લેખે રૂા. ૧૨૦૦/-ની બચત કરી રૂા. ૫૦,૦૦૦/-
નું ફંડ ભેગું કર્યું છે.
સખી મંડળ તડવી લીલાબેન જગુભાઈ જણાવે છે કે પહેલાં બહેનોને કંઈ ખબર ન
હોવાથી બચત તરફ લક્ષ્ય રાખતી નહીં. પરંતુ હવે દર મહિને નિયમિત બચત જમા
કરાવી દે છે. આ બચતમાંથી અમે સભ્યોને બીમારી, કોઈ નાની-મોટી જરૂરિયાત હોય
ત્યારે ધિરાણ આપીએ છીએ અને અમારું કામ નીકળી જાય છે.
અમને આ ગરીબ કલ્યાણ મેળામાં રૂા.૮૦,૦૦૦/- ની સહાય મળી છે. તેમાંથી અમે
બધી બહેનો રોજગારલક્ષી ધંધો ચાલુ કરવાનું આયોજન કર્યું છે. જેમાં તમામ
બહેનો સહમત છે. ગામની બીજી બહેનો પણ સ્વેચ્છાએ જોડાઈ રહી છે. ખરેખર
સખીમંડળ દ્વારા બહેનોમાં જાગૃતતા આવી છે અને બહેનો આર્થિક રીતે પગભર થઈ
રહી છે તેમ જણાવી લીલાબેન કહે છે ભલુ થાજો આ સરકારનું જેમને અમારા જેવી
ગરીબ મહિલાઓ માટે સખીમંડળો શરૂ કર્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો