અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમિત્તે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમિત્તે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

ગાંધીનગરઃ
વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમત્ત્િો ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી,
ગાંધીનગરના ઉપક્રમે તા. ર૯-૪-ર૦૧રના રોજ રાત્રે ૯-૦૦ કલાકે એચ. કે. કોલેજ
હોલ, અમદાવાદ ખાતે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે. નૃત્ય મહોત્સવમાં
ગૌરવ પુરસ્કૃત કલાકારો સર્વશ્રી શ્રીમતી ખમ્મા પરાગ શાહ અને વૃંદ દ્વારા
ભરત નાટયમ્‍, ર્ડા. નીપા ઠક્કર અને વૃંદ દ્વારા કથ્થકનૃત્ય, શ્રી અક્ષય
પટેલ દ્વારા ભરત નાટયમ્‍ અને સુશ્રી વૈશાલી ત્રિવેદી દ્વારા કથ્થક નૃત્ય
પ્રસ્તુત કરાશે. આ શાસ્ત્રીય નૃત્યની વિવિધ નૃત્ય શૈલીઓ માણવા હાર્દિક
જાહેર નિમંત્રણ આપવામાં આવે છે તેમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય, સંગીત નાટક
અકાદમી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: