અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં જળવ્યવસ્થાપન અંગેનાં વિઝનનાં ફળદાયી પરિણામો વોટરશેડ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને વડાપ્રધાનનો એવોર્ડ એનાયત

ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સીને વડાપ્રધાનનો 'એવોર્ડ ફોર
એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન' પ્રદાન કરવામાં આવ્યો
વોટરશેડ મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર સિધ્ધી
પાટણ જિલ્લાનાં અંતરિયાળ ગામે કૃષિ ક્ષેત્રે અદભુત પરિણામો મેળવ્યા
ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી (GSWMA)ને વોટરશેડ
મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આજે વર્ષ ૨૦૧૦-૧૧ માટેનો વડાપ્રધાનનો
'એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન' એનાયત કરવામાં આવ્યો
હતો. GSWMA ને તેની પહેલ 'પાર્ટીસીપેટરી વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ'
બદલ આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. સિવિલ સર્વિસ દિવસનાં અવસર પર
આજે નવી દિલ્હી ખાતે GSWMAનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી રામ કુમારને
વડાપ્રધાન ડો.મનમોહન સીંઘનાં હસ્તે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પર્યાવરણ વિભાગનાં અગ્રસચિવ શ્રી એસ.કે.નંદા, સામાન્ય વહીવટનાં
અગ્રસચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, અધિક મુખ્ય વનસંરક્ષક શ્રી રાજીવા, નિવાસી
કમિશ્નર શ્રી ભરત લાલ અને રાજ્ય સરકારનાં અન્ય વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતાં.
ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (IWMP) નાં ગુજરાતભરમાં
અમલીકરણ માટે ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી (GSWMA) ને નોડલ
એજન્સી તરીકે નિમણુંક કરવામાં આવી છે. IWMP નો મુખ્ય ઉદ્દેશ્ય માટી, પાણી
અને અન્ય સેન્દ્રિય પદાર્થોનાં સંરક્ષણ દ્વારા પર્યાવરણીય સમતુલા
જાળવવાનો છે. GSWMAનાં પ્રયત્નોને પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થશે અને
ભુગર્ભ જળની સપાટી ઉંચે આવશે, વિવિધ પાક લઈ શકાશે અને વોટરશેડ
વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારી મળી રહેશે.
ગુજરાત સરકાર વતી એવોર્ડ ગ્રહણ કર્યા બાદ શ્રી રામ કુમારે જણાવ્યું હતું
કે GSWMAનાં તમામ પ્રોજેક્ટમાં આયોજનથી લઈને અમલીકરણનાં તબક્કાઓમાં
ચોક્સાઈ અને કાર્યક્ષમતા મેળવવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં
આવે છે. આ ઉપરાંત વેટરશેડ અંગેનાં જીઓસ્પાશિયલ ડેટા અને સામાજિક-આર્થિક
વગેરે પરિબળોનો ખ્યાલ રાખવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે GSWMA દ્વારા બનાવવામાં આવેલા વર્કિંગ મોડ્યુલને
રાષ્ટ્રિય સ્તરે નામના મળી ચૂકી છે. IWMP હેઠળ આશરે ૨૧.૩૪ લાખ હેક્ટર
જેટલા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જેની પાછળ ૨૭૬૯.૭૨ કરોડ જેટલો
ખર્ચ થશે. સમગ્ર કાર્યમાં નાણાનો અભાવ ન સર્જાય અને એકનાં એક કામનું
પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે આ મુદ્દાને લગતી તમામ યોજનાઓનો
સમન્વય કર્યો છે.
શ્રી રામ કુમારે જણાવ્યું હતું કે સૌપ્રથમ વખત ગુજરાતમાં વોટરશેડ
કાર્યક્રમ અંતર્ગત પ્રોજેક્ટ વિસ્તારનાં જમીનવિહોણા લોકોને રોજગારી
આપવાનો મુદ્દો પણ સાંકળી લેવામાં આવ્યો છે. આ માટેનો એક એક્શન પ્લાન
તૈયાર કરીને રાજ્યભરમાં તેને અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટે વર્ષ
૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ માટે મંજુર થયેલા પ્રોજેક્ટ્સ માટે બેચવાઈઝ
અંદાજપત્રીય ફાળવણી અનુક્રમે ૨૧૫ કરોડ, ૧૮૦ કરોડ અને ૧૮૫ કરોડ જેટલી
કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી
આગેવાની હેઠળ ગુજરાત જળવ્યવસ્થાપનનાં ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં આંકડા પ્રમાણે ગુજરાત એકમાત્ર એવું
રાજ્ય છે જ્યાં છેલ્લા આઠ વર્ષમાં ભૂગર્ભ જળનું સ્તર ઉંચું આવ્યું છે.
છેલ્લા દસ વર્ષોમાં ચેકડેમ, બોરીબંધ અને ખેતતલાવડી વગેરે જેવા ૫.૫ લાખ
જળસંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪.૫ લાખ હેક્ટર જેટલા
વિસ્તારને લઘુ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જેના પરિણામે વર્ષ
૨૦૦૦-૦૧ થી ૨૦૦૯-૧૦ નાં એક દશકમાં કૃષિ વિકાસ દર ૧૦.૯૭% જેટલો સૌથી વધુ
રહેવા પામ્યો છે.
IWMP નાં ફળદાયી પરિણામરૂપે ગુજરાતનાં પાટણ જિલ્લાનાં અંતરિયાળ એવાલ નામક
ગામે માત્ર એક વર્ષનાં ટુંકા સમયમાં જ કૃષિ ક્ષેત્રે અદભુત પરિણામો
મેળવ્યા છે અને ભારતનું મોડલ ગામ બની ગયું છે. એક સમયે આ ગામ પાણીની
તંગીની સમસ્યાથી ગ્રસ્ત હતું અને અહીંના ખેડુતો બાજરો વાવી શકવાની કલ્પના
પણ માંડ કરી શકતા હતા આ જ એવાલ ગામનાં દરેક ખેડુતો આજે એરંડો અને જીરુ
પકવીને મબલખ ઉત્પાદન મેળવતાં થયા છે.

ટિપ્પણીઓ નથી: