અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ ભારતીય માછીમારોને છોડાવવા મત્સ્યોઘોગ મંત્રી શ્રી દિલીપ સંધાણીની અસરકારક રજૂઆત

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ ભારતીય માછીમારોને છોડાવવા મત્સ્યોઘોગ
મંત્રી શ્રી દિલીપ સંધાણીની અસરકારક રજૂઆત

રાજ્ય સરકારના સધન પ્રયાસોના પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં ૩૬પ૪ માછીમારોને
મુક્ત કરાયા
સીમા ઓળંગવાના આરોપસર ૪ર૬ માછીમારો અને ૬૦૯ ભારતીય બોટને સત્વરે મુક્ત
કરવા સધન રજૂઆત
ગાંધીનગરઃ
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગવાના આરોપસર ભારતીય માછીમારોની
પાકિસ્તાન સરકાર દ્વારા અવારનવાર ધરપકડ કરવામાં આવે છે અને બોટ કબજે લઇને
આ માછીમારોને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે તેમને મુક્ત કરવા
માટે મત્સ્યોઘોગ મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્ર સરકારના વિદેશ
મંત્રાલય સમક્ષ અસરકારક રજૂઆત કરી છે.
મંત્રી શ્રી સંધાણીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના
માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પાકિસ્તાનમાં પકડાયેલ માછીમારોને મુક્ત
કરવા કેન્દ્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ
છેલ્લા ૧૧ વર્ષમાં ૩૬પ૪ માછીમારોને છોડાવવામાં આવ્યા છે. હાલ પાકિસ્તાન
સત્તાવાળાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગવવાના આરોપસર ૪૦૬ ભારતીય
માછીમારો તથા ૬૦૯ ભારતીય બોટો પાકિસ્તાનની કસ્ટડીમાં છે. જેને છોડાવવા
માટે વિદેશ મંત્રાલયને સધન રજૂઆતો કરાઇ છે. આ રજૂઆતો પરિણામલક્ષી બને તથા
ભારતીય માછીમારો તાત્કાલિક રીતે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થાય તે માટે
યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રી શ્રી સંધાણીએ ઉમેર્યું
કે, તાજેતરમાં ર૬ જેટલા ભારતીય માછીમારોને અમૃતસર-વાધા બોર્ડર ખાતેથી
સ્વીકારીને તેઓના માદરે વતન વેરાવળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય
સરકારે કરી હતી. તેમાંના એક માછીમારની નાદુરસ્ત તબિયતને કારણે
વિમાનમાર્ગે અમૃતસરથી અમદાવાદ લાવીને તેને સારવાર પણ પૂરી પાડવામાં આવી
છે.
માછીમારોના રક્ષણ અને જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ કマયું કે, પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારોની ધરપકડ
થવાના કારણે તેઓના પરિવારો નિરાધાર બની જાય છે ત્યારે તેઓના કુટુંબને
રોજીરોટી માટે રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવીને પકડાયેલા માછીમારો
છૂટીને માદરે વતન પરત આવે ત્યાં સુધી તેમના કુટુંબને દૈનિક આર્થિક સહાય
પેટે રૂા. પ૦/- ચૂકવવામાં આવે છે તે મુજબ છેલ્લા દશ વર્ષમાં રાજ્ય સરકારે
રૂા. ૪૧પ લાખની સહાય ચૂકવી છે.

ટિપ્પણીઓ નથી: