અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

૨૭મીએ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા યોજાશે.

૨૭મીએ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા યોજાશે.
સૂરતઃ
સૂરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા આગામી તા.૨૩/૪/૨૦૧૨ના રોજ
રાખવામાં આવી હતી. અનિવાર્ય સંજોગોના કારણે સભા તા.૨૭મીએ બપોરે ૧.૩૦ વાગે
જિલ્લા પંચાયત કચેરી, દરિયા મહેલ,ના કમિટિખંડમાં રાખવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધુ વ્યઆકિતઓને
ભેગા થવા પર પ્રતિબંધઃ
સૂરતઃ શનિવારઃ- સૂરત શહેરમાં આવતીકાલ તા.૨૨/૪/૨૦૧૨ના રોજ સ્ટાાફ સિલેકશન
કોન્ટેરી બલ(જીડી) અને રાયફલમેન(જીડી)ની જાહેર પરીક્ષા લેવાનાર છે. જેથી
પરીક્ષા કેન્દ્રો ની આજુબાજુમાં શાંતિમય વાતાવરણ રહે તેમજ કાયદો અને
વ્યીવસ્થાષની જાળવણીની હેતુસર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થારનાએ એક
જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રો ની ૧૦૦મીટરની
ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યથકિતઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા
ઉપર તેમજ ઝેરોક્ષ સેન્ટીર ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાત
૧૦૦મીટરની ત્રિજયાથી વાહનો દુર રાખવા.જેમાં ગુરુકુલ વિદ્યાપીઠ વી.ટી.સી.
કન્યાર વિદ્યાલય સુમુલ ડેરી રોડ, કતારગામ, ગુરુકુલ વિદ્યાપીઠ કાસાનગર
સામે કતારગામ, એન.એમ.ઝવેરી યુનિયન હાઈસ્કુિલ છક્કાપીરની ગલી લાલગેટ,
આર.ડી.કોન્ટ્રા કટર હાઈસ્કુ લ નાનપુરા, આર.ડી.ધાયલ જીવન ભારતી
મા.વિ.નાનપુરાના પરીક્ષા કેન્દ્રોખ પર પરીક્ષાઓ યોજાશે. ફરજ પરની
કર્મચારીઓ, રોજગાર અર્થે જતા લોકો, લગ્ન કે વરધોડાને આ હુકમ લાગું પડશે
નહી. આ હુકમનો ભંગે કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: