અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

વડોદરા સહિત ત્રણ જિલ્લાના પડતર કેસોના નિરાકરણ માટે આરટીઆઇની લોક અદાલત યોજાશે
વડોદરા
રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રી તેમજ માહિતી આયોગના દિશા નિર્દેશો
પ્રમાણે અને વડોદરા જિલ્લા પ્રશાસનના સહયોગથી વડોદરા, ભરૂચ અને નર્મદા
જિલ્લાઓની આરટીઆઇની રાજ્યકક્ષાની પડતર અપીલોના નિરાકરણ માટે તા.૨૭/૦૪ને
શુક્રવારના રોજ શહેરમાં આરટીઆઇની લોક અદાલત યોજવામાં આવી છે. આ લોક અદાલત
હરણી રોડના સંગમ ચાર રસ્તા પાસે આવેલા કેન્દ્રીય વિઘાલય નં. ૧ ખાતે
સવારના ૯-૦૦ વાગ્યાથી ત્રણ સત્રોમાં યોજાશે. તેમાં અંદાજે ૨૩૩ જેટલી
અપીલોના નિરાકરણની કામગીરી કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત
માહિતી અધિકારીઓને તેમાં જાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

ટિપ્પણીઓ નથી: