અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ

જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્‍ટેમ્‍બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

કેમ્‍પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્‍ટ-૧૧ સપ્‍ટેમ્‍બર-૧૧
કલ્‍યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭

મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ

જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્‍ટેમ્‍બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

કેમ્‍પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્‍ટ-૧૧ સપ્‍ટેમ્‍બર-૧૧
કલ્‍યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭

ખેલાડીઓએ શિષ્‍યવૃતિ મેળવવા અંગે

જામનગર–સને ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન રાષ્‍ટ્રકક્ષાની સાંધિક તેમજ વ્‍યકિતત્‍વ રમતોમાં પ્રથમ, દ્વિતીયઅ અને તૃતિય સ્‍થાન મેળવનાર ખેલાડીઓને ૧૮૦૦ ની શિષ્‍યવૃતિ તથા શાળાકિય, શરદ-શિયાળુ રમતોત્‍સવમાં રાષ્‍ટ્રકક્ષાએ ભાગ લીધો હોયને ધનિષ્‍ડ પ્રશિક્ષણ કેમ્‍પ કરેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૧૨૦૦ની વૃતિકા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની કચેરી તરફથી આપવામાં આવે છે.
આવી સિધ્‍ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્‍લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્‍લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, બ્‍લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્‍લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ જિલ્‍લાની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્‍યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર જિલ્‍લાનો ડ્રોપ આઉટ દર માત્ર ૧.૩૬ ટકા

અમરેલી-પ્રાથમિક શિક્ષણનું મહત્‍વ સમજીને રાજ્ય સરકારે છેલ્‍લા સાત વર્ષથી શાળા પ્રવેશોત્‍સવનું સુદ્રઢ આયોજન કરેલું છે. આથી રાજ્યમાં પૂર્વેની સરખામણીએ સાક્ષરતા દર વધ્‍યો છે. કન્યા કેળવણી અંતર્ગત શિક્ષણની સઘન કામગીરી થતાં પૂર્વે કરતાં લોકોમાં સ્‍ત્રી શિક્ષણ અંગે જાગૃત્તિ આવી છે. આજે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થઇ છે. રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા. ૧૬ થી ૧૮ જૂન અને શહેરી વિસ્‍તારોમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમ્‍યાન શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાશે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્‍યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્‍યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્‍યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્‍યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્‍યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્‍યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્‍યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્‍યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્‍યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્‍યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્‍લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્‍યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્‍લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્‍યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્‍યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્‍યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્‍યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્‍યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્‍યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્‍યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્‍યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્‍યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્‍યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્‍યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્‍યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્‍લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને કારણે જિલ્‍લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ રૂ.૧૯.૭૩ લાખના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે

અમરેલી, તા.૧૩ જૂન,૨૦૧૧ રાજ્ય સરકાર દ્વારા ૩૫ ટકા કરતાં ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ શહેરી વિસ્‍તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા પરિવારની બાળાઓને તથા ધોરણ ૧માં નામાંકન સમયે રૂ.૧,૦૦૦નું વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવે છે.
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્‍યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્‍યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્‍યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્‍યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્‍યાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે.

મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્‍છતા ઉમેદવારો જોગ

અમરેલી-અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.

મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્‍છતા ઉમેદવારો જોગ

અમરેલી-અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ અમરેલીની જનતાએ ખાસ ખરીદી કરી બાળકો માટે નવા રમકડાંઓ અને પુસ્‍તકો કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીને અર્પણ કર્યા

અમરેલી-૨૦૧૧ દર વર્ષે યોજાતાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં આગામી તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ના રોજ ગ્રામ્ય કક્ષાએ તથા તા.૨૩ થી ૨૫ જૂનના રોજ શહેરી વિસ્‍તારમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાશે. પ્રવેશોત્‍સવની ઉજવણી દરમિયાન ધોરણ ૧ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતાં નાના-નાના ભૂલકાંઓને પુસ્‍તકો અને રમકડાંઓ આપી પ્રવેશ આપવામાં આવે છે.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્‍થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્‍તારોમાંથી પુસ્‍તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્‍તારમાંથી લોકોએ પોતાનાં વ્‍હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્‍યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્‍તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્‍તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

વેરાવળ તાલુકામાં આંગણવાડીના નવા ૩૬ મકાન બનશે રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ

વેરાવળ ખાતે વોર્ડ નં. ૫ માં સરસ્‍વતી વિદ્યાલયમાં યોજાયેલા કુપોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં કુપોષણથી પીડાતા બાળકો, માતાઓ અને કિશોરીઓને કિંમતી પૌષ્‍ટીક આહાર આપવાનું અભિયાન રાજય સરકારે ઉપાડયું છે.
રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્‍યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્‍ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્‍યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્‍ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્‍યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્‍યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્‍થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્‍યુટી કલેકટરશ્રી વસાવાએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્‍વારા વેરાવળના પછાત વિસ્‍તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્‍પર બહેનોને મંત્રીશ્રીના હસ્‍તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્‍યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.

શાળા પ્રવેત્‍સવ દરમ્‍યાન જૂનાગઢ જિલ્‍લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા પછાત વિઘાર્થીઓને રૂા.૫.૬૭ કરોડની એડવાન્‍સ શિષ્‍યવૃતિ તથા ગ

બક્ષીપંચ આર્થિક પછાત, લઘુમતી અને વિચરતી જાતી તેમજ સામાજીક શૈક્ષણિક વર્ગ પૈકી અતિ પછાત જાતીના વિઘાર્થીઓને શાળામાં પ્રવેશતા જ સુધારેલા દરથી શિષ્‍યવૃતિ અને ગણવેશ સહાય જિલ્‍લા નાયબ નિયામક વિકસતી જાતી દ્વારા અપાશે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્‍ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્‍સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્‍યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્‍યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્‍યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્‍લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.

જબલપુર ખાતે યુનિટ હેડ કવાર્ટર કવોટામાં ભરતી મેળો યોજાશે.

હેડ કવા.૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર જબલપુર ખાતે તા.૨૨/૨૩ અને ૨૪/૦૬/૨૦૧૧ થી યુનિટ હેડ કવા. કવોટામાં સોલ્‍જર જનરલ ડયુટી, સોલ્‍જર ટેકનીકલ અને સોલ્‍જર ડ્રેસ મેનની ભરતી કરવા બાબતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્‍છુક રસ ધરાવનાર સિગ્નલ રેજીમેન્‍ટમાં ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો, સ્‍વ.માજી સૈનિકોના ધર્મ પત્‍નિઓએ હેડ કવા.૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર જબલપુર ખાતે સ્‍કુલ અને અભ્‍યાસના તથા મુળ નિવાસનું ચાલ ચલનનું સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્‍ય પ્રમાણપત્રો અને ૨૦ ફોટોગ્રાફ સાથે ઉપરોકત સરનામે અને તારીખે સ્‍વ ખર્ચે હાજર રહેવું. આ બાબતમાં વધુ જાણકારી મેળવવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુન:વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક સાધવો.

સોરઠના માજી સૈનિકો જોગ

રેકોર્ડ ઓફીસ આર્મિ ઓર્ડીનન્‍સ સ્‍કોર, સીકંદરાબાદ ખાતે માજી સૈનિકો/સ્‍વ.માજી સૈનિકોના ધર્મ પત્‍નિઓ તથા તેઓના આશ્રિતોના પેન્‍શન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્‍નોના તાત્‍કાલિક નિરાકરણ માટે સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્‍યાન હેલ્‍પ લાઇનની સુવિધા સિવિલ ટેલીફોન નંબર ૦૪૦-૨૭૭૩૦૭૦૫ તથા ઇમેલની સુવિધા aocrecords.aoc@gmail.com શરૂ કરવામાં આવેલ છે. જે સુવિધાનો લાભ તમામ માજી સૈનિકો/સ્‍વ. માજી સૈનિકો લેવા યાદીમાં જણાવાયુ છે.
૧૬ જૂન થી વનરાજોને વેકેશન

સોમવાર, 13 જૂન, 2011

KASHYAP JOSHI JETPUR

I AM READY TO PUT YOUR MASSAGE AND METTERS ON MY BLOG. SEND MY YOUR DETAILS AND INFORMATIONS OF MY MAIL ID
kkumarjoshi@gmail.com
9974262812

Indians Earn Rs.50000/month via part time jobs. Easy form filling data entry jobs Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM

Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM .
We are offering a rare Job opportunity where you can earn working from home using your computer and the Internet part-time or full-time. Qualifications required are Typing on the Computer only. You can even work from a Cyber Caf or your office PC, if so required. These part time jobs require working for only 1-2 hours/day to easily fetch you Rs. 20-25,000 per month. Online jobs, Part time jobs. Work at home jobs. Dedicated workers make much more as the earning potential is unlimited. No previous experience is required, full training provided. Anyone can apply.

Please Visit http://www.earnparttimejobs.com/index.php?id=3464969

Indians Earn Rs.50000/month via part time jobs. Easy form filling data entry jobs

Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM .
We are offering a rare Job opportunity where you can earn working from home using your computer and the Internet part-time or full-time. Qualifications required are Typing on the Computer only. You can even work from a Cyber Caf or your office PC, if so required. These part time jobs require working for only 1-2 hours/day to easily fetch you Rs. 20-25,000 per month. Online jobs, Part time jobs. Work at home jobs. Dedicated workers make much more as the earning potential is unlimited. No previous experience is required, full training provided. Anyone can apply. Please Visit http://www.earnparttimejobs.com/index.php?id=3464969

રવિવાર, 12 જૂન, 2011

फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री

http://www.clickindia.com/
http://www.meramaal.com/
http://www.webdunia.com
http://www.quikr.com/
http://www.adeex.in/
http://www.adoos.in
http://www.craigslist.co.in/
http://www.locanto.in/
http://www.click.in/
http://www.indialist.com/
http://www.clickindia.com/
http://www.indianflyer.com/
http://www.olx.in/
http://classifieds.rediff.com/
http://classifieds.sulekha.com/
http://www.classifieds.co.in/
http://www.prachaar.in/
http://www.goforads.com/
http://www.quikr.com
http://www.indnav.com/Classifieds
http://www.kugli.com/
http://indiadynamics.com/
http://www.indianclassifieds.com/
http://www.vivastreet.co.in/
http://www.baajaa.com/
http://www.digitalbhoomi.in/
http://www.khrido.com/
http://www.khichdee.com/
http://classifieds.webindia123.com
http://www.adpost.com/in/
http://classifieds.byindia.com/
http://classifieds.ivarta.com/
http://www.beatyourprice.com
http://www.allindiaclassified.com/
http://www.adsmantra.com/
http://www.bechna.com/
http://www.oodle.in/
http://www.travelji.com/
http://www.sticknobills.com/
http://www.khojle.in
http://www.blockpad.in/
http://www.quick2get.com
http://uproot.in
http://Indianbytes.com

You can also use freeclassifiedhub.com Its free, requires no registration, html allowed and you can post unlimited ads.

http://www.earnparttimejobs.com/index.php?id=3464969

http://www.earnparttimejobs.com/index.php?id=3464969

શનિવાર, 11 જૂન, 2011

कश्यप जोशी जेतपुर-९९७४२६२८१२



હઝારેએ કહ્યું છે કે

હઝારેએ કહ્યું છે કે બાબા રામદેવ હજુ એટલા પરિપક્વ નથી થયા કે કોઇ સામાજિક આંદોલનનું નેતૃત્વ કરી શકે. તેમણે હાલ તો યોગ છોડી અન્ય ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવવી joie.

JOIN WITH SAHARA INDIA


સતત નવમાં વર્ષે દશ વર્ષમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણાત્‍મક સુધારણાના ઉત્તમ પરિણામો મળ્‍યા છે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીની તુલ

અમદાવાદ : મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવનું સમાજ ચેતનાનું અભિયાન, સતત નવમાં વર્ષે આગામી તા.16-17-18 જૂન ર011ના રોજ સમગ્ર ગ્રામવિસ્‍તારની તમામ 3ર77ર પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે અને તા.ર3-ર4-રપ જૂન ર011ના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર શહેરી ક્ષેત્રમાં હાથ ધરાશે
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના આ અભિયાનના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં છે તેની પ્રસ્‍તુતિ સાથે આ શૈક્ષણિક વર્ષના પ્રારંભે, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક અને સર્વસમાવેશક બનાવવાના આ સાક્ષરતા યજ્ઞમાં મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીમંડળ, તમામ સચિવશ્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત રર110 જેટલા મહાનુભાવો ત્રણ-ત્રણ દિવસ લગાતાર 18000 ગામડાં, 1પ1 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં દરરોજ પાંચ શાળાઓમાં કેળવણીની જ્‍યોત પ્રગટાવશે.
કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-ર011માં યોગદાન આપનારા આ તમામ મહાનુભાવોની સમક્ષ શિક્ષણ વિભાગે ભૂમિકા પ્રસ્‍તુત કરી હતી.
મુખ્‍યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્‍યું કે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીના તુલનાત્‍મક દશ વર્ષની વિગતોએ સ્‍વયંસ્‍પષ્‍ટ કર્યું છે કે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને ગુણાત્‍મક પરિવર્તન માટે હાથ ધરેલા મંથનના ઉત્તમ પરિણામો આવ્‍યા છે, શિક્ષણને સમાજમાં ઉદાસિનતાને બદલે સાર્વત્રિક ઉત્‍સાહ અને સ્‍વીકૃતિ મળી છે. આપણે પૂરવાર કરી શકયા છીએ કે આપણું સામૂહિક મંથન પરિસ્‍થિતિ બદલવામાં કામિયાબ બન્‍યું છે.
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના અભિયાનની સફળતાના વિવિધ પાસાંઓની સવિસ્‍તર ભૂમિકા સમજાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍થાયિ અને ઘર કરી ગયેલી વ્‍યવસ્‍થા બદલવા ગામડાંના આ અભિયાન પ્રવાસોથી એવી જડીબૂટ્ટી હાથ લાગી છે કે સાચા અર્થમાં પ્રયાસો કરીએ તો ધાર્યા પરિણામો આવશે. આપણે નીતિ નિર્ધારણમાં આમૂલ પરિવર્તન કરી શકયા છીએ અને સમસ્‍યાઓનું સમાધાન લાવી શકયા છીએ એ વિશેષ ફલશ્રુતિ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
શિક્ષણ સાથે આરોગ્‍ય સંભાળનો સમન્‍વય કરીને ગુજરાતે આવતી કાલની પેઢી માટેની જે કાળજી લીધી છે તે સમગ્ર ટીમ ગુજરાતના ઉત્તમ શકિત અને યોગદાનને આભારી છે એમ તેમણે કન્‍યા કેળવણી યાત્રાના આ અભિયાનમાં પોતાની સમગ્ર ચેતના અને તાજગી સાથે જોડાવાનું સૌને આહવાન આપતાં જણાવ્‍યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી રમણભાઇ વોરાએ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા આ વર્ષે જે નવા આયામો, સુવિધાઓ અને ગૂણાત્‍મક સુધારાના પગલાંઓ લેવાઇ રહ્યાં છે તેની ભૂમિકા આપી હતી.
શિક્ષણના અગ્ર સચિવશ્રી હસમુખ અઢિયાએ પ્રારંભિક રૂપરેખામાં જણાવ્‍યું કે દશ જ વર્ષમાં ગુજરાતસ્ત્રી સાક્ષરતા, કન્‍યા કેળવણી, શાળા નામાંકન અને ગુણોત્‍સવમાં મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શનથી લક્ષિત સફળતા મેળવી શકયું છે.
પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ આગામી કન્‍યા કેળવણી યાત્રા અભિયાનની માર્ગદર્શક ભૂમિકા સાથે પ્રસ્‍તુતિ કરી હતી. નિયામકશ્રી આર. સી. રાવલે આભારદર્શન કર્યું હતું.
ગુજરાત સ્‍વર્ણિમ જ્‍યંતી નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવ માટે કલકત્તા ગુજરાતી સમાજને અભિનંદન આપતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને કલકત્તા ગુજરાતી સમાજના અગ્રણીઓએ ગાંધીનગરમાં મળીને, ગુજરાતની સ્‍વર્ણિમ જ્‍યંતિ નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવના ઉત્‍સાહપ્રેરક આયોજનની રૂપરેખાથી માહિતગાર કર્યા હતા અને શ્રી રૂષિ દોશી તેમજ શ્રી નિમેષ ગાંધી શ્રેષ્‍ઠ રમતવીરો તરીકે જાહેર થતાં કલકત્તા ગુજરાતી સમાજ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે તેમને પારિતોષિકો આપવામાં આવ્‍યા હતા.
મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલકૂદ ઉત્‍સવ સહિત સ્‍વર્ણિમ જ્‍યંતી ઉજવણીમાં ઉત્‍સાહપ્રેરક ભાગ લેવા માટે ગુજરાતી સમાજ કલકત્તાને અભિનંદન આપ્‍યા હતા.

સૂર્યઊર્જાની વૈશ્વિક રાજધાની ગુજરાત બનશે;મુખ્ય મંત્રીશ્રી ટૂંક સમયમાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે અને એમાં

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના સૌથી મોટા પ મેગાવોટના એઝયોર સૂર્ય ઊર્જા સંચાલિત સૌર વીજ પ્લાન્ટનું સાબરકાંઠાના ખડોદામાં લોકાર્પણ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત વિશ્વની સૂર્ય ઊર્જાની રાજધાની બનવાનું છે અને આગામી છ મહિનામાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે જેમાં એક લાખ યુવાનોને રોજગારીના અવસર મળશે.
રિન્યુએબલ અને સોલાર એનર્જીના સેકટરમાં પણ ગુજરાત "ગ્લોબલ હબ' બની રહ્યું છે એવો ગૌરવપૂર્વક ઉલ્લેખ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
ગુજરાત સરકારની સોલાર એનર્જી પોલીસી અન્વયે સૂર્યઊર્જા ક્ષેત્રે દેશની અગ્રગણ્ય એવી એઝયુર પાવર દ્વારા સાબરકાંઠાના મોડાસા તાલુકામાં ખડોદા નજીક ૬૩ એકર જમીનમાં, માત્ર નવ જ મહિનામાં રૂા. ૧૭૦ કરોડના ખર્ચે આ સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પાંચ મેગાવોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ કાર્યરત થયો છે જે ભારતમાં સૌથી મોટો સૂર્યઊર્જા વીજળીનો પ્લાન્ટ છે. આ સોલર પાવર પ્લાન્ટથી ૧પ૦ ગામોમાં ર૦,૦૦૦ કુટુંબોના ધરોમાં સૂર્યઊર્જાનો સૂર્યોદય થયો છે. ભવિષ્યમાં એઝયુર પાવર વધુ પ મેગાવોટ વીજ સ્થાપિત ક્ષમતાનું આ સોલાર પાવર પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ થશે.
ભારત સરકારે સોલાર એનર્જીની પોલીસી ગુજરાત પછી અમલમાં મુકી છે. પરંતુ તેની નીતિમાં એવી વિસંગતતા છે કે હિન્દુસ્તાનમાં ગુજરાત અને રાજસ્થાન એવા પ્રદેશો છે જયાં સૌથી વધુમાં વધુ સૂર્યઊર્જા ઉપલબ્ધ છે પરંતુ ભારત સરકાર પાસે ગુજરાતમાં સૂર્ય ઊર્જાનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત આવે છે ત્યારે આવા વિકાસકારને ગુજરાત સિવાય બીજે બધે જ સૂર્યઊર્જાથી વીજળીમથક બનાવવા સમજાવાય છે. ગુજરાતને વિકાસમાં આગળ વધતું રોકવા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત અનેક પેંતરા કરે, વિકાસમાં રોંડા નાંખવાનો અન્યાય, અત્યાચાર કરે છે પણ ગુજરાતના વિકાસને કેન્દ્રની સલ્તનત રોકી શકી નથી. છ કરોડ ગુજરાતીઓના સમર્થનથી રાજ્ય સરકાર ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવી રહી છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં સૂર્યઊર્જાથી વીજઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકારે ૮૦૦ મેગાવોટ સોલાર પાવરનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ તેમાંથી ગુજરાતને માત્ર ને માત્ર ર૦ મેગાવોટની જ ફાળવણી કરવામાં આવી છે. આ ગુજરાતને સરાસર અન્યાય છે, એમ જણાવતાં તેમણે આક્રોશ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના સંકટની પરેશાનીનું વાતાવરણ છે ત્યારે સમયની માંગ છે કે, આપણા પૂર્વજોએ કુદરતના શોષણ કે સંધર્ષની નહીં પણ કુદરતી સંસાધનો સાથે સુસંગત એવી જીવનશૈલીનો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ફરી એકવાર ચાલવાની અનિવાર્યતા છે. આપણને જો ભાવિ પેઢીની ચિંતા હોય તો આપણું દાયિત્વ છે કે પ્રાકૃતિક સંસાધનોની અને પર્યાવરણની રક્ષા કરીએ.
ઊર્જાના સંકટના પડકારો ઝીલવા માટે પ્રકૃતિએ જે ઊર્જાના સંસાધનોની આપણને ભેટ ધરી છે તેના માધ્યમોનો વિકાસમાં સદ્દઉપયોગ કરીએ એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે કલાઇમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ સરકારમાં શરૂ કર્યો છે એટલું જ નહીં, આખા દેશમાં સૌથી પહેલી સૂર્ય ઊર્જા નીતિ ર૦૦૧માં અમલમાં મુકી દીધી છે. વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક પણ ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહ્યો છે જેમાં સૂર્યઊર્જા દ્વારા વીજ ઉત્પાદન ઉપરાંત સોલાર કોમ્પોનેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ આકાર લઇ રહ્યા છે અને વિશ્વભરની અગ્રગણ્ય સોલાર એનર્જી સેકટરની કંપનીઓ સહભાગી બની છે.
""દેશમાં આ સરકાર એવી છે કે જે વર્તમાન સમાજની સુખાકારીની તો ચિંતા કરે જ છે પણ ભવિષ્યની પેઢી માટે પણ ચિંતા કરીને વિકાસનો માર્ગ સુનિヘતિ કરી રહી છે'' એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વના ઊર્જાના નકશા ઉપર ખડોદાનું નામ ધ્રૃવ તારાની જેમ ચમકતું થઇ ગયું છે એવી આજની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બનેલા સૌને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ આડેના બધા ગ્રહણોથી મુક્ત રહીને આપણે પર્યાવરણના વિકાસ સાથે પ્રગતિની યાત્રાને જોડી છે અને તેથી જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇ સર કરી રહ્યું છે.
એઝયોર પાવરનો આ સોલાર પાવર પ્લાન્ટ ગુજરાત જ નહીં ભારતનો સૌથી મોટો સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ છે અને ટૂંક સમયમાં તેની સ્થાપિત ક્ષમતા બમણી થઇ જવાની છે. ગુજરાત સરકાર વિકાસની ઝડપ કેટલી ગતિથી આગળ વધારી રહ્યું છે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એ હક્કિતનો ખાસ ઉલ્લેખ કર્યો કે, ગુજરાતમાં ઔઘોગિક વિકાસ નવી હરણફાળ ગતિ ઉપર પહોંચ્યો છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વાવેતરનો વિસ્તાર એકલા ગુજરાતનો જ વધ્યો છે અને પર્યાવરણ ક્ષેત્રે સુરક્ષાની પહેલ પણ ગુજરાતે જ કરી છે.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર રાજ્ય છે જયાં સતત ર૪ કલાક વીજળી આપે છે. કોલસો અને ગેસ ન હોવા છતાં દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત કાર્યરત છે.
આજે પણ ખેડૂતોને ગુજરાત સરકાર વીજળીમાં રૂા. રપ૦૦ કરોડની સબસીડી આપે છે. વીજક્ષેત્રે થતો ભાવ વધારાનો બોજ ગુજરાત સરકાર ઉઠાવે છે અને રાજ્યની પ્રજા પર તેનો બોજ નથી પડવા દેતી. રાજ્યમાં છેવાડાના વિસ્તારના પરિવારોમાં પ લાખ વીજ કનેકશન આપ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોઇપણ ધર વીજસુવિધા વિનાનું હોય તો તાત્કાલિક વીજ કનેકશન આવશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આગામી એક જ વર્ષમાં ૧૪૦ નવા સબસ્ટેશનો શરૂ કરાનાર છે. જેનાથી ગામડાઓમાં સતત અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો ઉપલબ્ધ થાય એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વિશ્વનું "સોલાર કેપિટલ' બને તે દિશામાં ગુજરાતે ડગ માંડયા છે. ગુજરાત સરકારની હકારાત્મક વીજ નીતિ આ દિશામાં વધુ વેગવાન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આઇ.એફ.સી.ના ડાયરેકટર શ્રીમતી અનિતા જયોર્જે જણાવ્યું હતું કે, ગુજરાત એ ઊર્જા પાવર ક્ષેત્રનું શ્રેષ્ઠ રાજ્ય છે. એટલે જ ગુજરાતમાં આઇ.એફ.સી. રૂા. ૪પ૦ કરોડનું રોકાણ કરી ૧૦૦ મે.વો. સોલાર પાવર ઉત્પાદન કરવા કટીબદ્ધ છે. એઝયોરમાં પણ આઇ.એફ.સી.એ રૂા. ૪પ કરોડનું રોકાણ કર્યું છે.
એઝયોર પાવરે દેશમાં સોલાર સેકટરમાં રૂા. ૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને ર૦૧પ સુધીમાં આ રોકાણ વધારવા ઉત્સુક છે. જેનાથી મહત્તમ સોલાર ઊર્જાનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાત સરકારના આ ક્ષેત્રે હકારાત્મક પગલાંથી ગુજરાત "સોલાર પાવર'નું કેપિટલ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રોજેકટ અંગે માહિતી આપતાં એઝયોર પાવરના ચેરમેન શ્રી એચ. એસ. વાધવાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં અમને રાજ્યના પ્રતિનિધિઓ તરફથી અને ખાસ કરીને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી અત્યંત ફળદાયી સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રોજેકટ માટે જમીનની ફાળવણીથી માંડીને અન્ય જરૂરી પરવાનગી આપવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઝડપી સહયોગ આપી ગુજરાતે સારા ભવિષ્ય માટેની કલ્પનાને અમલીકરણ સાથે સુસંગત કેવી રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે. ભારતના ગામડાઓનું વીજળીકરણ કરવા માટે વિતરિત સૌર ઊર્જા એ ઉત્તમ વિકલ્પ છે અને અમે આ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ રહીશું, એમ જણાવી ગુજરાતનો આજે કાર્યાન્વિત કરેલો પ્લાન્ટ "વર્લ્ડ કલાસ' ટેકનોલોજી ધરાવે છે. ગુજરાત સરકારે ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. વિશ્વના અનેક ઉઘોગપતિઓ એટલે જ ગુજરાતમાં આવવા ઉત્સુક છે, એમ શ્રી વાધવાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન, "જેડા'ના અધ્યક્ષ શ્રી ઇશ્વરભાઈ ભાવસાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, એઝયોરના સીઇઓ શ્રી ઇન્દરપિ્રત વાધવા, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

विभागों से संबद्ध श्रम संबंधी स्‍थायी समिति द्वारा खान (संशोधन) विधेयक, 2011 के संबंध में सुझाव आमंत्रित

माननीय लोकसभा अध्‍यक्ष ने राज्‍यसभा में यथा पुर:स्‍थापित खान (संशोधन) विधेयक, 2011 को जांच करने और प्रतिवेदन देने के लिए श्रम संबंधी स्‍थायी समिति को भेज दिया है । प्रस्‍तावित संशोधन के व्‍यापक निहितार्थों तथा खान कामगारों की सुरक्षा और संरक्षा के प्रति गहन चिंता के मद्देनजर ने सामान्‍य रूप से आम जनता तथा विशेष रूप से कर्मचारियों/नियोक्‍ताओं समूह, राज्‍य सरकारों/ संघ राज्‍य प्रशासन आदि जैसे पणधारकों से सुझाव /टिप्‍पणी विचार आमंत्रित करने का निर्णय लिया ।

लिखित ज्ञापन/सुझाव भेजने के इच्‍छुक व्‍यक्‍ति इससे संबंधित विज्ञापन के प्रकाशन की तारीख से 20 दिनों के भीतर, अंग्रेजी अथवा हिंदी में उसकी दो प्रतियां , संयुक्‍त सचिव (डीएस), लोकसभा सचिवालय, कमरा सं. 414 , संसदीय सौध, नई दिल्‍ली -110001, दूरभाष सं. 23034414, फैक्‍स नं. 23792726 को भेज सकते हैं ।

समिति को प्रस्‍तुत किए गए ज्ञापन /सुझाव समिति के रिकार्ड का हिस्‍सा होंगे और उन्‍हें पूर्णतया गोपनीय रखा जाएगा तथा ये समिति के विशेषाधिकार का लाभ लेंगे ।

जो व्‍यक्‍ति ज्ञापन देने के अतिरिक्‍त समिति के समक्ष उपस्‍थित होना चाहते हैं उनसे अनुरोध है कि वे इसे विशिष्‍ट रूप से इंगित करें /तथापि इस संबंध में समिति का निर्णय अंतिम होगा ।

विनोद /वीना -2243

મુખ્‍યમંત્રીશ્રીનો આક્રોશ મુંબઇ ર6/11ના આતંકવાદી હુમલાના પકડાયેલા આરોપી રાણાને અમેરિકાની શિકાગો અદાલતમાં દોષમૂકત કરવાની ઘટનામાં કોણે પેંતરો રચ્‍યો? અમ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મુંબઇ ઉપરના ર6/11ના આતંકવાદી ઘટનામાં પકડાયેલા આતંકવાદી-રાણાને અમેરિકાની શિકાગો ન્‍યાય અદાલતમાં કેસ ચલાવવા અને દોષમૂકત કરવાની પાછળ અતિગંભીર પેંતરો હોવાનો સ્‍પષ્‍ટ નિર્દેશ કર્યો છે અને વેધક સવાલો ઉઠાવ્‍યા છે કે મુંબઇની આતંકવાદી હિંસાના દોષિતોને અમેરિકાની અદાલત નિર્દોષ ઠરાવવાની હિંમત કઇ રીતે કરી શકે? કયા આધાર ઉપર કોણે તપાસ કરીને? આમા કોની કઇ ભૂમિકા છે?
હિન્‍દુસ્‍તાનના મુંબઇમાં ર6/11ની આતંકવાદી હિંસામાં પાકિસ્‍તાનની સાઝિશ તો પૂરવાર થઇ ચૂકી છે અને છતાં આતંકવાદીઓને આશ્રય દેનારા પાકિસ્‍તાનને અમેરિકા છાવરી રહ્યું છે તે પણ જગજાહેર છે ત્‍યારે અમેરિકા અને પાકિસ્‍તાનની સાંઠગાંઠનો આ પેંતરો રચાયો છે એવો સ્‍પષ્‍ટપણે આક્ષેપ મુખ્‍યમંત્રીશ્રીએ કર્યો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારત સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા જણાવ્‍યું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી તો અમેરિકાના મિત્ર ગણાય છે ત્‍યારે મુંબઇ આતંકવાદના દોષીને અમેરિકાની શિકાગો અદાલતમાં કેસ ચલાવીને મૂકત કરવાની કાર્યવાહી અંગે તેઓએ દેશને જવાબ આપવો રહ્યો. ભારત સરકાર તત્‍કાળ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્‍યકત કરે તેવી માંગ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે અમેરિકાનું પાકિસ્‍તાન તરફી જે વલણ છે તેની સામે કેન્‍દ્ર સરકારે અને વડાપ્રધાને વિરોધ કરવો જ રહ્યો સમયની માંગ એ પણ છે કે ભારત સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કરવો જ પડશે. અન્‍યથા હિન્‍દુસ્‍તાનમાં આતંક-હિંસા ગતિવિધિ કરનારા આતંકવાદીઓ એવી જ પેરવી કરશે કે તેમના કેસો અમેરિકાની અદાલતો ચાલવે અને અમાનુષી આતંકવાદી હિંસા આચર્યા પછી પણ નિર્દોષ છૂટી જાય.-શું ભારત સરકાર આતંકવાદનો ભોગ બનેલા હિન્‍દુસ્‍તાનના નિર્દોષ નાગરિકોને ન્‍યાયના અધિકારથી વંચિત રાખવા માંગે છે? હિન્‍દુસ્‍તાનની ન્‍યાયપ્રણાલી ઉપર વિશ્વાસ નથી?
મુખ્‍યમંત્રીશ્રીએ આક્રોશપૂર્વક એવા વેધક સવાલો પણ ઉઠાવ્‍યા છે કે શું અમેરિકા તેના 9/11 આતંકવાદી હુમલાના દોષિતોને હિન્‍દુસ્‍તાનની અદાલતમાં કેસ ચલાવવા પરવાનગી આપશે? શું ભારતનું ન્‍યાયતંત્ર અમેરિકાના 9/11ના આતંકવાદી હુમલાની ઘટના અંગે કોઇ ફેંસલો આપી શકે? સમગ્ર વિશ્વની ન્‍યાય-પ્રણાલી સમક્ષ આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે અને આતંકવાદ સામે લડનારી હરેક શકિત અને સરકારની સામે પણ સવાલ ખડાં કર્યા છે.
એકબાજુ હિન્‍દુસ્‍તાન આતંકવાદીઓને પકડીને તેની સામે દેશની ન્‍યાયપ્રણાલી અનુસાર ન્‍યાયિક કાર્યવાહી કરે છે, ત્‍યારે હિન્‍દુસ્‍તાનમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાના ભારતે જ પકડેલા આતંકવાદીઓને અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવીને છોડી મૂકવામાં આવે તે ઘટના ભારત કઇ રીતે સાંખી લેશે? આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ પીડિતો પ્રત્‍યે આ ઘોર અન્‍યાય નથી?
આના પરિણામે તો સમગ્ર ન્‍યાયતંત્ર, આંતરરાષ્‍ટ્રીય સંબંધો સંદર્ભમાં પણ ગંભીર સંકટ પેદા થશે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ ભારત સરકાર દેશની જનતા સમક્ષ આ સંદર્ભમાં સ્‍પષ્‍ટ વલણની પ્રતિક્રિયા તત્‍કાલ આપે એવી માંગણી કરી છે.

વ્યવસાય, સેવા અને કલા જેવા ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ ""ગરિમા-૨૦૧૧'' એવોર્ડથી સન્માનિત બિઝનેસ વિમેન કમિટી દ્વારા આયોજિત સન્માન સમા

અનેક પડકાર, સામાજિક વિષમતાઓ વચ્ચે આત્મબળ અને પુરુષાર્થના સથવારે રાજ્યની જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે, તેવી મહિલાઓનું ગઇકાલે "ગરિમા-૨૦૧૧' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નારી નહીં પણ નારીશકિતનું આ અભિવાદન અને સન્માન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની બિઝનેસ વિમેન કમિટી, દ્વારા આઉટ સ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ "ગરીમા-૨૦૧૧' અંતર્ગત ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયું હતું.
વ્યવસાયના જે ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને "ગરીમા એવોર્ડ'થી સન્માનતિ કરાયા હતા. તેમાં શ્રી દેવી હરિક્રિશ્નન, શ્રીમતી પૌલોમી લશ્કરી, શ્રીમતી સંગીતા એન. ચોકસી, શ્રીમતી સુલુબેન જ. શાહ, ડૉ.દર્શિની વી.શાહ, ડૉ.મેધા શાહ, શ્રીમતી સરોજ શર્મા, શ્રીમતી ઇલાબેન નિર્મલ, બિજલ શાહ, શ્રીમતી રમોના વ્હોરા તથા શ્રીમતી શિલ્પા એસ. ચોકસીનો સમાવેશ થાય છે. મેન્યુફેકચરિંગ, ટ્રેડિંગ, પ્રોફેશનલ, સર્વિસ, રૂરલ એન્ટરપ્રાઇઝ, કલ્ચરલ, મધર ડોટર ઇન્સ્પિરેશન અને ઇનોવેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક સંધર્ષ વચ્ચે આ મહિલાઓએ સિદ્ધિ હાંસલ કરતા તેમને સન્માનિત કરાઇ હતી.
જાણીતા ડિઝાઇનર અનુરાધા વકીલના અતિથિ વિશેષપદે યોજાયેલ સમારોહમાં આ મહિલાઓના સન્માનને નારીશકિતના અને તેમનામાં રહેલા કૌશલ્યના સન્માન સમાન લેખાવી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમ ગુજરાતની સિદ્ધિઓનો આ દાયકો છે તેમ ગુજરાતની મહિલાઓની યશસ્વી સિદ્ધિઓનો પણ આ દાયકો છે. અનેક સંધર્ષનો સામનો કરી વિવધિ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું આ સન્માન અન્ય પુરુષાર્થી બહેનો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે. રાજ્ય સકારે પણ સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે રાજ્યમાં સખીમંડળોની રચના કરીને મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષના સંદર્ભમાં તેમણે "બિઝનેસ વૂમન કમિટી'ના પદાધિકારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૃહ ઉઘોગ આધારિત વસ્તુઓના બજાર માટે ઉભા કરાયેલા ગ્રામહાટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા જો કોઇ પણ રચનાત્મક સૂચનો હશે તો રાજ્ય સરકાર એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા તત્પર છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રીમતી અનુરાધા વકીલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિંતન પરીખ, બિઝનેસ વિમેન કમિટીના ચેરપર્સન શ્રીમતી દિપા શાહ વગેરેએ પ્રાસંગિક ઉદ્‍બોધનમાં કમિટી દ્વારા થઇ રહેલ પ્રવૃત્તઓિની વિગતવાર રૂપરેખા આપી હતી. પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીએ જ્યૂરી તરીકે સેવા આપી તેમનો પ્રતિભાવ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી બિઝનેશ વિમેન કમિટી આ પ્રકારના એવોર્ડ બહેનોને આપે છે. અગાઉ ત્રણ કેટેગરીમાં એવોર્ડ અપાતા હતા, હવે સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે.

महिलाओं के लिए सेना में और अधिक अवसर बढ़ाए जाएंगे- एंटनी

रक्षा मंत्री श्री ए.के. एंटनी ने हिमालय की ऊंची चोटी एवरेस्‍ट पर देश और भारतीय वायु सेना का झंडा फहराने वाले पर्वतारोही दल को और विशेष रूप से दल में शामिल महिलाओं को बधाई देते हुए कहा है कि महिलाओं की इस सफलता से उन्‍हें आम तौर से समाज और विशेष रूप से सशस्‍त्र बल के विभिन्‍न भागों में और अधिक प्रतिनिधित्‍व दिया जा सकेगा।

श्री एंटनी ने एवरेस्‍ट के पर्वतारोही दल के सम्‍मान में आयोजित एक कार्यक्रम में यह बात कही। उन्‍होंने कहा कि यह बात सराहनीय है कि भारतीय वायु सेना द्वारा महिला अधिकारियों को पर्वतारोहण जैसे जोखिम भरे खेल-कूद में समान अवसर उपलब्‍ध कराये जा रहे हैं, जबकि पहले इस तरह के खेलों पर पुरुषों की ही दावेदारी समझी जाती थी। श्री एंटनी ने कहा कि उन्‍हें यह जानकर बहुत खुशी हुई कि वायु सेना के इस पर्वतारोही दल में वायु सेना की तीन महिला अधिकारी भी शामिल हैं।
विनोद/शीराजी /बिष्‍ट —2254
(Release ID 9668)

"યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.--- મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચથી ઔધોગિક તાલીમ સંસ્થાનું ભવ્ય બિલ્ડીંગ બનશે. આ બિલ્ડીંગના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને અને વરદ્હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,યુવા ધનના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ રીતે સંકલ્પબધ્ધ અને સક્રિય છે.તેમણે કહ્યું કે,શિક્ષિત અને રોજગારી મેળવતા યુવાધનને લીધે ઝડપથી સુખમય સમાજનું નિર્માણ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર રાજયમાં વિવિધ પ્રકારના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, કુશળ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અજોડ અને વિક્રમજનક સર્વાગી વિકાસ થયો છે. રાજયમાં વિશાળ પાયે ઉધોગો સ્થપાઇ રહ્યાં છે, સમગ્ર વિશ્વના ઉધોગપતિઓ ગુજરાતમાં મુડી રોકાણ માટે આતુર બન્યા છે ત્યારે ગુજરાતના યુવાધનને રોજગારી માટે સુવર્ણ અવસર પ્રાપ્‍ત થઇ રહ્યો છે ત્યારે બાળકોને સારુ ટેકનિકલ શિક્ષણ અપાવીએ. મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે,યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.તેમણે કહ્યું કે,ગ્રામ્ય કક્ષાએ સારા અને કુશળ કારીગરો તૈયાર થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રી વાઘેલાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના ઝડપી અને સર્વાગી વિકાસ માટે રાજય સરકારશ્રી ધ્વારા અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. પરિણામે લોકોની શહેરીકરણ તરફની દોટ પડતી મુકાઇ છે.તેમજ ગામડા સુવિધાભર્યા અને સમૃધ્ધ બન્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે,જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકને કાળજીપૂર્વક તેની આવડત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. શ્રી વાઘેલાએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે તેનો લાભ લઇને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરીએ.
ઉલ્લેખનીય છે કે,વડગામ ખાતે ઓગસ્ટ-૨૦૦૮ થી ઔધોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. હાલમાં સંસ્થા ખાતે ૪ વ્યવસાય કાર્યરત છે જેની આઠ બેચમાં કુલ-૧૦૨ તાલીમાર્થી ભાઇ બહેનો તાલીમ લઇ રહ્યાં છે. વિશાળ સંકુલમાં અધતન સુવિધાસભર બિલ્ડીંગ બનતા વધુ તાલીમાર્થી ભાઇ બહેનોને લાભ મળશે.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વ શ્રી એન.ટી.રાઠોડ, શ્રીમતી રમીલાબેન આસેડીયા, શ્રી ચિમનલાલ સોલંકી, શ્રી પ્રવિણસિંહ રાણા,શ્રી દુધાભાઇ પરમાર, આઇએમસી ચેરમેન શ્રી અલીઅસગર મુસા, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ,તાલીમ સંસ્થાઓના આચાર્યશ્રીઓ,તાલીમાર્થી ભાઇ બહેનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

रेलवे ने अप्रैल-मई 2011 में 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया

भारतीय रेलवे ने अप्रैल-मई 2011 के दौरान राजस्‍व अर्जि‍त करने वाला 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया । पि‍छले वर्ष की इसी अवधि‍में ढ़ोए गए 146.41 मि‍लि‍यन टन माल से यह 10.89 मि‍लि‍यन टन वृद्धि‍को दर्शाता है । इस प्रकार यह वृद्धि‍7.73 प्रति‍शत हुई ।

मई 2011 के दौरान भारतीय रेलवे द्वारा ढ़ोया गया राजस्‍व अर्जि‍त करने वाला माल 79.78 मि‍लि‍यन टन रहा । पि‍छले वर्ष की इसी अवधि‍के दौरान भारतीय रेलवे द्वारा वास्‍तवि‍क रूप से ढ़ोए गए 74.24 मि‍लि‍यन टन माल से यह 5.54 मि‍लि‍यन टन अधि‍क है, जो 7.46 प्रति‍शत वृद्धि‍को दर्शाता है ।

वि‍नोद/शर्मा/मनोज- 2246
(Release ID 9663)

आइये विश्व के श्रेष्ठतम परिवार सहारामे जुड़े


શુક્રવાર, 10 જૂન, 2011

કલાસર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ - નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા


સ્‍વ. ઉમાશંકર જોશી જન્‍મ શતાબ્‍દી નિમિતે ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશી નાટકને મનભરીને માણતા રાજકોટવાસીઓ
રાજકોટ તા. ૯ જુનઃ રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે લબ્‍ધ પ્રતિષ્‍ઠિત સાહિત્‍યકાર સ્‍વ. ઉમાશંકર જોશીની જન્‍મ શતાબ્‍દી નિમિતે તેમના જીવન અને સાહિત્‍યકૃતિઓ પરનું નેમ આર્ટસ, રાજકોટ નિર્મિત મનીષ પારેખ લિખિત, દિગ્‍દર્શીત, અભિનિત દ્વિઅંકી સંગીત નાટક ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશીની પ્રસ્‍તુતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે થઇ હતી. આ નાટય-કાર્યક્રમના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય રાજયના નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે રાજયના રમત-ગમત અને યુવક સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્‍યેશ જહા ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, ‘રાજય સરકાર કલા અને સાહિત્‍યને વધુ ઉતેજન મળે તે માટે પ્રયત્‍નશીલ છે. લેખકો, કલાકારો, સંગીતકારો જેવા કલા સર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેમજ સાહિત્‍યકારોના વિચારો લોકો જાણે અને ઉજ્જવળ સમાજ-જીવનનો ઉત્‍કર્ષ થાય તેવો રાજય સરકારનો અભિગમ છે.‘
આ નાટકમાં સુનિલ ઓઝા, નિહિર ધામેચા, ચેતસ ઓઝા, ડો..નમ્રતા દોશી વગેરે કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નાટકનું નિર્માણ હર્ષદ પારેખે કર્યુ હતુ. જયારે સ્‍વર સ્‍વ. અજીત શેઠ, નિરૂપમા શેઠ, સ્‍વ..પરેશ ભટ્ટ, ઉદય મઝુમદાર, સાધના સરગમ વગેરેએ આપ્‍યો હતો. નૃત્‍ય નિર્દેશન નેહા મહેતા પારેખે અને રંગભૂષા પ્રદીપ દવેએ સંભાળી હતી.
આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્‍ય સચિવ ડો.પ્રદિપ આઝાદ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એચ.બ્રહમભટ્ટ, જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી મણવર, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજ્યમાં ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી -મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ * રાજ્યના ૧૧ જિલ્લામાં જમીનોનો આધુનિક ટેક્નોલોજીથી થતો રિસર્વે

રાજકોટ-જેતપુરની ઉદ્યમશિલ જનતાની સુવિધા માટે રૂ.૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિર્ણયો કર્યા છે. બિનખેતીના પ્રિમિયમમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. ખેતીથી ખેતીના વેચાણના પ્રિમિયમમાં પણ રાહતો આપવામાં આવી છે. ખેડૂતની જમીન કોઇ જમીન માફિયા હડપ ન કરી જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીનનો પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યના ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવ્યા છે.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્‍સવને કારણે કૃષિ ઉત્‍પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્‍ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્‍યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્‍ડ્રન યુનિવર્સિટી અને સ્‍પોર્ટસ યુનિવર્સિટી સ્‍થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્‍યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્‍ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્‍લાસ્‍ટર કરવામાં આવશે. આંતરિક રસ્‍તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્‍નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્‍ટિંગ, ટ્રી પ્‍લાન્‍ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્‍ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્‍ડ બી., જિલ્‍લા પંચાયત અને સ્‍ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્‍ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.

હળવાથી ભારે વરસાદની આગાહી તકેદારીના તમામ પગલા લેવા સૂચના

રાજકોટ- હવામાન ખાતાની યાદી મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવતા આગામી ૪૮ કલાક દરમ્‍યાન હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના હોઇ આવી પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખી તકેદારીના જરૂરી પગલા લેવા તેમજ અધિકારી-કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા રાજકોટ જિલ્‍લા કલેકટર કચેરી દ્વારા વહિવટી તંત્રના અધિકારીઓને જણાવાયું છે.

બીજા અને ચોથા શનિવારની જાહેર રજાના દિવસોમાં રોજગાર કચેરી કાર્યરત રહેશે

રાજકોટ-એસ.એસ.સી, એચ.એચ.સી. તેમજ કોલેજકક્ષાના વિવિધ્ ફેકલ્‍ટીના પરિણામ પ્રસિધ્‍ધ થયેલ હોઇ, મદદનીશ (રોજગાર)ની કચેરી, રાજકોટ ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્‍છુક ઉમેદવારોને કામકાજના દિવસો ઉપરાંત શનિવારની જાહેર રજાઓ તા.૧૧/૬/૧૧ તા.૨૫/૬/૧૧, તા.૯/૭/૨૦૧૧ અને તા.૨૩/૭/૨૦૧૧ દિવસોએ પણ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી, રીન્‍યુઅલ તેમજ લાયકાત વધારાની કામગીરી ચાલુ રહેશે આ સેવાનો ઉમેદવારોને લાભ લેવા મદદનીશ રોજગાર અધિકારી, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

રાજકોટ,જેતપુર, ડેડરવા,જેતપુર,મોરબી,મોવિયા,નાનીવાવડી,ગુમ થનારનો પતો આપવા અનુરોઘ

રાજકોટ-રાજકોટના નીતાબેન દેવશીભાઇ ચાવડા ઉ.વ.૨૧ ગત તા.૧૮/૩/૧૧ના પોતાના ઘરેથી ચાલ્‍યા ગયા છે. તેઓ ૪‘પ ફૂટ ઉંચાઇ, પાતળા બાંધાના અને ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેતપુરના રાજેશભાઇ ચંદુભાઇ ખાંટ ઉ.વ ૨૨ ગત તા.૧૬/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ ૫.૪ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને શ્‍યામવર્ણ વાન ધરાવે છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના જીજ્ઞાબેન મોરબિયા ઉ.વ.૨૫ ગત તા.૨૫/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૫ ફૂટ ઉંચાઇ, મધ્‍યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. જેતપુરના ચીમનલાલ ગાંડાલાલ થડેશ્‍વર ઉ.વ. ૪૨ ગત તા.૨૪/૪/૧૧ના પોતાના ઘરેથી અસ્‍થિર મગજના હોઇ ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘પ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. મોરબીના નાનીવાવડીના ચીરાગભાઇ વ્‍યાસ ઉ.વ. ૨૮ ગત તા.૨૮/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૬ ફૂટ ઉંચાઇ મધ્‍યમ બાંધો અને રૂપાળો વાન ધરાવે છે. ગોંડલના મોવિયા ગામના પ્રજ્ઞાબેન ભાલાળા ઉ.વ.૧૮ ગત તા.૧૪/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૩ ફૂટ ઉંચાઇ, મધ્‍યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. રોશનબેન સંધિ ઉ.વ.૩૦ ગત તા.૨૬/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્‍યની યાદીમાં જણાવાયું છે.

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ...1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્‍યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્‍થળે તેમજ અભ્‍યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્‍યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્‍યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્‍યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.


2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્‍લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્‍ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્‍લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્‍ડ મરજન્‍સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્‍લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્‍યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

પાણી પુરવઠા બોર્ડની કચેરીએ કંટ્રોલ રૂમ નો પ્રારંભ

જામનગર – જામનગર જિલ્‍લાના ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્‍યાને પહોંચી વળવા જામનગર ખાતે પાણીપુરવઠા બોર્ડની કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, જલભવન દુધની ડેરીની બાજુમાં શરૂ સેકશન રોડ જામનગર ની કચેરીએ સવારે ૮-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જે અંગેની જામનગર જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારની કોઇપણ ફરીયાદ ફોન નં. ૦૨૮૮-૨૬૭૭૨૭૯ પર નોંધવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર , જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ જામનગર ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રાજ્ય સરકારે અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ–પછાત વર્ગના લોકોની ખેવના કરી છે - શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા

વડગામ ખાતે દેવીપૂજક સમાજ આયોજીત સમસ્‍ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૭૮ નવ દંપતિઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
સુરેન્‍દ્રનગર :- સુરેન્‍દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્‍ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્‍યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્‍તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્‍થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્‍વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્‍ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યાં હતા.

ભુજમાં ૧૨મીએ રાજયપાલ ડો.કમલા, સારસ્‍વતમ વુમન હોસ્‍ટેલનું લોકાર્પણ કરશે

ભુજ,ગુરૂવારઃ રાજયના ગવર્નર ડો.શ્રીમતિ કમલા આગામી ૧૨મીએ એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા ભુજ આવી રહયા છે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્‍ટેટ હેલિકોપ્‍ટર મારફતે સવારે અગિયાર વાગ્‍યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્‍યા દરમિયાન સારસ્‍વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્‍વતમ વુમન હોસ્‍ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્‍દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્‍વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.

વિજ્ઞાન પ્રવાહના બે વિષયમાં પરિણામ સુધારણાને પત્ર ઉમેદવારની પરીક્ષા

ભુજ-ગુરૂવારઃ ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવાર ઉપરાંત માર્ચ-૨૦૧૧ અગાઉની ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા આગામી જુલાઇ-૨૦૧૧માં લેવાનાર છે.
અગાઉ ઉચ્‍ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્‍ટર્ડ પોસ્‍ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્‍યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્‍ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....

ગુરુવાર, 9 જૂન, 2011

हुसैन के निधन पर राष्‍ट्रपति ने संवेदना व्‍यक्‍त की

भारत की राष्‍ट्रपति महामहि‍म श्रीमती प्रतिभा देवीसिंह पाटिल ने श्री मकबूल फिदा हुसैन के निधन पर गहरा शोक व्‍यक्‍त किया है । अपने शोक संदेश में राष्‍ट्रपति महोदया ने कहा कि श्री हुसैन विश्‍वप्रसिद्ध चित्रकार थे । वे समकालीन चित्रकला में अपने किस्‍म के असाधारण कलाकार थे। वे बहुआयामी प्रतिभा के व्‍यक्‍त‍ि थे। उनके निधन से कला एवं सृजनता के क्षेत्र में बड़ी रि‍क्‍ति‍पैदा हुई है । उन्‍होंने सांसद के रूप में भी ख्‍याति‍अर्जि‍त की ।

वि‍नोद/सुधीर/ मनोज-2228
(Release ID 9650

प्रधानमंत्री ने जाने-माने कलाकार श्री एम. एफ. हुसैन के निधन पर शोक प्रकट किया

प्रधानमंत्री डॉ. मनमोहन सिंह ने जाने-माने कलाकार श्री एम. एफ. हुसैन के निधन पर शोक प्रकट किया है। प्रधानमंत्री के शोक संदेश का अनूदित पाठ इस प्रकार है-

" भारत की महानतम कलात्‍मक प्रतिभाओं में से एक श्री एम एफ हुसैन के निधन की खबर सुनकर मुझे बहुत दुख हुआ है। श्री हुसैन भारतीय कला आकाश में चमकते सितारों में से एक थे, जहां वे लगभग 70 वर्ष तक छाए रहे। बड़े विनम्र रूप में आकर उन्‍होंने सिनेमा के पोस्‍टरों पर चित्रकार के रूप में जीवन शुरू किया। उनके चित्रों में याद ताजा करने वाले जीवन के चित्रों से लेकर दीवार पर टांगने वाले विविध प्रकार के चित्र शामिल हैं। उनके चित्रों की खूबसूरती और अहसास की हर किसी ने सराहना की तथा उन्‍होंने देश और विदेश दोनों जगह भारतीय कला को प्रसिद्ध करने में बहुत बड़ा योगदान दिया। उन्‍होंने मानवीय दशा और बोल्‍ड एवं काल्‍पनिक हुनर के अपने गहरे मूल्‍यांकन के साथ कला प्रेमियों को मुग्‍ध किया। श्री एम. एफ. हुसैन के निधन से राष्‍ट्र ने प्रतिष्ठित कलाकार तथा कला जगत का अत्‍यधिक रंगीन व्‍यक्ति खो दिया है, जो भारतीय कला पर अपनी प्रवीणता की गहरी छाप छोड़ गए।

मैं उनके परिवार, मित्रों और लाखों शुभचिंतकों के प्रति हार्दिक संवेदना प्रकट करता हूं। "

विनोद/प्रदीप- 2217

खेल मंत्रालय ने लंदन में होने वाले ओपैक्‍स 2012 खेलों के लिए एथलीटों को तैयार करने के लिए 258.39 करोड़ रुपए मंजूर किए

खेल मंत्रालय ने लंदन ओलम्‍पिक्‍स के लिए ओपैक्‍स 2012 परियोजना के अधीन एथलीटों को तैयार करने के लिए 258.39 करोड़ रुपए निर्धारित किए हैं। इस बारे में युवा मामले और खेल राज्‍य मंत्री (स्‍वतंत्र प्रभार) श्री अजय माकन ने आज यहां एक संवाददाता सम्‍मेलन में घोषणा की।

इस बारे में और ब्‍यौरा देते हुए श्री माकन ने कहा कि अप्रैल 2011 से अगस्‍त 2012 अवधि के लिए लगभग 258.39 करोड़ रुपए निर्धारित किए गए हैं, जो कि राष्‍ट्रमंडलीय खेल 2010 के आधारों के समकक्ष हैं। उन्‍होंने कहा कि ओलम्‍पिक्‍स की तैयारी पर नजर रखने के लिए 28 विदेशी कोच और 32 पर्यवेक्षकों का चयन किया गया है और एथलीटों के लिए भोजन की पौष्‍टिकता सुनिश्‍चित करने के लिए तीन सदस्‍यों की एक पृथक समिति भी गठित की गई है। श्री माकन ने कहा कि इसके लिए राष्‍ट्रीय प्रशिक्षण शिविर लगाए जाएंगे और सभी खेल प्रतियोगिताओं में एथलीटों का अन्‍तर्राष्‍ट्रीय स्‍तर सुनिश्‍चित करने का प्रयास किया जाएगा। साथ ही तैराकी के लिए राष्‍ट्रीय प्रशिक्षण शिविर इस महीने की 15 तारीख से आयोजित किए जाएंगे।

मंत्री महोदय ने यह भी जानकारी दी कि विदेशों में भागीदारी के लिए टीमों और खिलाड़ियों के चयन का काम मंत्रालय ने भारतीय खेल प्राधिकरण को अप्रैल 2011 से सौंपा दिया गया है।

लंदन ओलंपिक्स 2012 लंदन में 27 जुलाई, 2012 से 13 अगस्‍त, 2012 तक आयोजित किए जाएंगे। इसमें 26 खेल प्रतियोगिताओं को शामिल किया गया है। भारतीय टीमें 16 प्रतियोगिताओं यथा तीरंदाजी, एथलेटिक्‍स, बैडमिन्‍टन, बॉक्‍सिंग, जिम्‍नास्‍टिक्‍स, हॉकी, जुडो, नौकायन और निशानेबाजी, टेबल टेनिस, टेनिस, भारोत्‍तोलन और कुश्‍ती आदि में भाग लेगी।

આઇ.ટી.આઇ. સરસપુર અને વોક્સવેગન ગ્રુપ વચ્ચે સમજુતી કરારો વોક્સવેગન ગ્રુપ રૂપિયા ૭૦ લાખના ખર્ચે સરસપુર આઇ.ટી.આઇ. ખાતે ટ્રેનિંગ સેંન્ટર શરૂ કરશે

અમદાવાદ : આઇ.ટી.આઇ. સરસપુર અને જર્મનીના વોક્સવેગન ગ્રુપ વચ્ચે આજે ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ ખાતે અદ્યતન તાલીમ આપવા અંગેના સમજુતી કરારો શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાની ઉપસ્થિતીમા કરવામાં આવ્યા હતા.
ઇન્સ્‍ટ્રકટર્સ અને તાલિમાર્થિઓના ઓટોમોબાઇલ્સ ટેક્નોલોજીને લગતુ જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાના ઉદ્દેશથી કરવામાં આવેલ કરારમા ભારતના પશ્‍ચીમ વિભાગમાં ગુજરાત રાજ્યની એક માત્ર આઇ.ટી.આઇ. સરસપુરને વોક્સવેગન ગ્રુપ દ્વારા પંસંદ કરવામા આવેલ છે. જે અતર્ગત આઇ.ટી.આઇ. સરસપુર ખાતે અંદાજે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન તાલિમ કેન્દ્ર શરૂ કરવામા આવશે.
વોક્સવેગન ગ્રુપ ઓડી અને સ્કોડા કારના ઉત્પાદકો છે અને પુના ખાતે વાહનોનુ ઉત્પાદન કરીને સમગ્ર દેશમાં સેલ્સ અને સર્વિસની કામગીરી કરે છે.
આઇ.ટી.આઇ. સરસપુરના મિકેનીક મોટર વ્હિકલના બીજા વર્ષના તાલિમાર્થીઓને રેગ્યુલર ઉપરાંત અદ્યતન કોર્ષની તાલીમ આપવાની સાથોસાથ વોક્સવેગન ગ્રૂપના ડિલર્સને ત્યાં ઇન્ટરશિપ માટે મોકલવામા આવશે અને સફળતા પુર્વક તાલિમ પૂર્ણ કરનાર તાલિમાર્થીને ડિલર્સને ત્યાં નિમણુકની તક પણ આપવામા આવશે.
સરસપુર આઇ.ટી.આઇ. ના નિયામક શ્રી આર. એમ. જાદવ અને વોક્સવેગન ગ્રૂપના ડાયરેકટર શ્રી Dietmar Hildelrand વચ્ચે કરવામાં આવ્યા હતા આ કરારને આવકારી અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા એ ગુજરાતમા ઔદ્યોગિક ક્ષેત્રે થઇ રહેલ પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલા, આઇ.ટી.આઇ. સરસપુરના આચાર્ય શ્રી જી.બી.જાડેજા તથા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ - (સમાચાર યાદી તા. ૦૯-૬-૨૦૧૧)

૪૨ ઔદ્યોગિક પાર્કમાં ૧.૫૪ લાખની સુચિત રોજગારી ઉભી કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળા શ્રમ અને રોજગાર વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાએ આજે અત્રે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમા કર્મચારીઓ વિચારોના વિમર્શ દ્વારા સામુહિક ભાવનાની સાથોસાથ રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ ઝડપથી પહોંચે તે લક્ષથી કામ કરે તે જરૂરી છે,
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત ચિંતન શિબિર,2011 નો દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે દરેક કુટુમ્બને રોજી રોટી મળી રહે તે માટે ૩૩ સેઝ ને નોટીફાય કરવામા આવ્યા છે જેના દ્વારા ૪૨ ઔદ્યોગિક પાર્કમા ૧.૫૪ લાખ ની સુચિત રોજગારી ઉભી થવાની અપેક્ષા છે. વિકાસ અને લોકહિતના કામોમાં સાર્વત્રિક ઝડપ અને પ્રભાવ ઉભો કરવાનો અનુરોધ કરતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે રાજ્યમા ઔદ્યોગિક વિકાસના કારણે જે સંપનતા આવી છે તેના લાભો અને પરિણામોની સિધી અસર રોજગારીના વિવિધ પ્રકારો થકી છેવાડાના સામાન્ય માનવીને અનુભુતી થાય તે જરૂરી છે.સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમા ધબકતા ઉદ્યોગો અને ધબક્તુ યુવાધન વિકાસની પરિસિમાઓ ઓળંગી વાયબ્રન્‍ટ ગુજરાતના વિકાસમા સહ્ભાગી બને તે માટે ૬૧૨૦ ઔદ્યોગિક એકમોના ૧૩૫ નિર્દિસ્ટ વ્યવસાયોમા એપ્રેંન્ટીશ માટે ૩૮૦૦૦ થી વધુ બેઠકો ફાળવવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક ગ્રૂહોની લોકભાગીદારીથી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ શ્રેષ્ઠતમ તાલિમ આપવા કટિબધ્ધ છે અને તેમની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવા તેમની જરૂરિયાત પ્રમાણેના તેજ વિસ્તારને અનુકુળ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. અને રાજ્યની આઇ.ટી.આઇ. ના જુદા જુદા ૧૬૩ વ્યવસાયોમાં ૧,૧૭,૦૦૦ થી વધુ બેઠકો ઉપર તેમને તાલિમ આપવામા આવે છે. તથા અનસ્કિલ્ડ જનસમુદાયો માટે ઘર આંગણે તાલિમ આપવા ઓછી વસ્તિવાળા ગ્રામ વિસ્તારોમાં 150 કૌશલ્‍યવર્ધક તાલિમ કેન્દ્રો શરૂ કરીને સ્વરોજગારી આપવાની કામગીરી હાથ ધરી છે.
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલાએ ચિંતન શિબિરમાં થનાર સૂચનો અને વિચારોનો સમન્‍વય કરી વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બનાવવાનો અનુરોધ કહયોર્ હતો. સચિવ શ્રી વરેશ સિન્હાએ વિભાગના અધિકારીઓ હકારાત્મક અભિગમ દ્વારા સમયસર તેના ફળદાયી પરિણામો આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે નિયામક શ્રી જાદવે સ્વાગત પ્રવચન કર્યુ હ્તું અને વિભાગની કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. આ શિબિરમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સતત બે દિવસ જુદા જુદા ચાર ગ્રૂપમા વિચાર વિમર્શ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.

ગાંધીનગર જિલ્લાની હોટેલોમાં રોકાણ કરનારા મુસાફરોએ ફોટો ઓળબ કાર્ડ રજૂ કરવા પડશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર

અમદાવાદ શહેરી વિસ્તારમાં તા.૨૬/૭/૦૮ તથા મુંબઇ શહેરમાં તા૨૬/૧૧/૦૮ ના રોજ થયેલ આતંકવાદી હુમાલાના અનુસંધાને વાહન, હોટલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન સંવેદનશીલ જગ્ઓ તથા દરિયા કાંઠાના ચેંકીંગ દરમ્યાન રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આતંકવાદીઓને પકડવા તેમજ તેમને લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્રીય હિતમાં મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહેર જનતાનો સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે આથી બી.એ શાહે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગર જિલ્લો, ફોજદારી કાર્યરીતી અધિનિયમ - ૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઇએ ગાંધીનગર જિલ્લાની હુકમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની અમલવારી કરવા જાહેરનામું બહારપાડેલ છે.
જિલ્લાની હોટલ/ ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક મુસાફરના તેમના જ હસ્તાક્ષરમાં રજીસ્ટરમાં જરૂરી નોંધ કરવામાં આવે આ રજીસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. દરેક મુસાફર પોતાની સંપુર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે ગેસ્ટ હાઉસથી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/ સગા / ઓળખીતાનું નામ, સરનામું, ટેલીફોન / મોબઇલ નંબરની વિગતો આ રજીસ્ટરમાં નોંધવામાં આવે તે જોગવાઇ ફરજીયાતપણે કરાવવી તમેજ હકકીત નોંૅધાવવીની જવાબદારી હોટલ સંચાલકની નિયત કરવામાં આવે.
મુસારફરના ઓળખકાર્ડ (ચંૂટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયન્સન્સ, કચેરીનું ઓળખકાર્ડ વિગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી હોટલના દફરતમાં રાખવી. તમામ ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારોની હોટલ / ગેસ્ટ હાઉસોના લાયસન્સ નોંધવમાં આવેલ માલિક સિવાય કોઇએ હોટલનું સંચાલન કરવું નહીં તેમજ આવી હોટલ કોઇપણ પ્રકારના દિવાની હક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી વિગેરે અન્ય કોઇ વ્યકિતને સુપ્રત કરવા માટે મનાઇ જાહેર કરવામાં આવે.
ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ હોટલો/ ગેસ્ટ હાઉસો/ધાબાના માલિક તથા મેનેજર/ તમામ કર્મચારીઓના નામ, સરનામું નજીકના સગાની વિગતો, આંગળાની છાપો વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ/ ગેસ્ટહાઉસ કયા કયા સ્થળે આવેલ છે, તેમના માલિક / મેનેજર / સંચાલક નામ, સરનામું, ટેલીફોન/ મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન, સંબંધકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજીયાત આપવી
આ હુકમ તા. ૧૪/૫/૧૧ થી તા.૧૨/૦૭/૧૧ સુધી બન્ને દિવસો સહિત દિવસ ૬૦ માટે અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

માજી-સૈનિકની ધર્મ-પત્‍નીઓને ૨૦૧૧-૧૨ સ્‍કોલરશીપના ફોર્મ જોગ

ભુજ--શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૧૧ માટેના સ્‍કોલરશીપના ફોર્મ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. ગયા વર્ષે જેઓએ સ્‍કોલરશીપ મેળવેલ છે, તેઓને કચેરી દ્વારા સ્‍કોલરશીપના ફોર્મ મોકલી આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માટેની સ્‍કોલરશીપ મેળવવા ઈચ્‍છુક માજી-સૈનિકો/સ્‍વ.માજી-સૈનિકોના ધર્મ-પત્‍નીઓએ કચેરીએથી કચેરી સમય દરમ્‍યાન રૂબરૂ અથવા અરજીથી મેળવી લેવા આથી જણાવવામાં આવે છે. આ બાબતમાં વધુ જાણકારી માટે સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.

१.અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને આદર્શ નિવાસી શાળા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાની તક २.માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગો શરૂ કરવા સૂચના

 
અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને આદર્શ નિવાસી શાળા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાની તક
વડોદરા-અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શહેરના માંજલપુરમાં સરકારી આદર્શ નિવાસી કન્યા શાળાનું સંચાલન કરવામાં આવે છે. જયાં અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ, ભોજન, નિવાસની સગવડો આપવામાં આવે છે. સન ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક સત્રથી નવી પદ્ધતિ પ્રમાણે ધો. ૯ થી ૧૨ અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહનો વર્ગ શરૂ કરવામાં આવી રહયો છે. તેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી વિઘાર્થીનીઓને સત્વરે શાળાનો / નર્મદા ભવનના સી-બ્લોકમાં આવેલી જિલ્લા પછાતથ વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી (ફોન નં. ૦૨૬૫-૨૪૩૫૬૨૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગો શરૂ કરવા સૂચના

વડોદરા-સને ૨૦૧૧-૧૨ ના શૈક્ષણિક વર્ષ માટે ધો.૯ થી ૧૨નો વર્ગ- વધારો / ક્રમિક વર્ગ શરૂ કરવા માંગતા હોય તેવી શહેર જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વડોદરામાંથી ક-૨ શાખામાંથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી પત્રકો રૂબરૂમાં આવીને મેળવી લેવાના રહેશે. પરત સ્વીકારવાની છેલ્લી તા. ૧૩/૭/૨૦૧૧ છે. સમય મર્યાદા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તે જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની યાદી જણાવે છે.


જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળશે
વડોદરા-સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના અમલીકરણ માટે જિલ્લા સુખાકારી સમિતિની રચના કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપદે તેની આગામી બેઠક સોમવાર તા. ૧૩/૬/૨૦૧૧ના રોજ સાંજના ૪.૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરીના કમિટી રૂમ નં.૧માં મળશે.


આરટીઓ કચેરીમાં મોટર સાયકલની નવી નંબર સીરીઝ
વડોદરા-આરટીઓ કચેરીમાં મોટરસાયકલ (બે પૈંડાવાળા વાહનો ) વાહનો માટે તા. ૧૬/૬/૧૧ના રોજ જીજે-૦૬-ઇ.એલ-૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. તેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૧૬/૬/૧૧ના રોજ પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ/પે ઓડૅર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૧૬/૬/૧૧ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ
ડિમાન્ડ ડ્રાફટ/પે ઑર્ડર છ માસની અંદરનો હોવો જોઇએ તેમજ સ્માર્ટ ઓપ્ટીકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો.

પેટલાદ તાલુકાના ખેડૂતોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧ જૂલાઇ સુધી ભરવા અનુરોધ
આણંદ-તાલુકા પંચાયત પેટલાદ દ્વારા જમીન મહેસુલ લેણાંની વસુલાત માટે નાગરિકોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને ભરપાઇ કરીને પહોંચ મેળવી લેવા તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.બી.સાધુએ અનુરોધ કર્યો છે. જેઓ વસુલાત ભરવામાં નિષ્ફળ જશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને વસુલાત કરવામાં આવશે, જેની તમામ બાકીદારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. તમામ તáëËí કમ મંત્રીશ્રીએ રજાના દિવસો દરમિયાન ગામે હાજર રહીને વસુલાતની કામગીરી કરવાની રહેશે અને તા.૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં ૧૦૦ ટકા વસુલાત થાય તે માટે કામગીરી કરવાની રહેશે. નબળી વસુલાત કરનાર તલાટી સામે શિક્ષાત્મક પગલા લેવëÜëં આવશે, જેની તમામ તલાટી કમ મંત્રીશ્રીઓએ નોધ લેવા તાલુકા વિકાસ અધિકારી, પેટલાદની યાદીમાં જણાવ્યું છે.


દૂધાળા પશુ એકમ સ્થાપવા વ્યાજ સહાય યોજના
આણંદ-શ્વેતક્રાંતિના ઉદગમ બિંદુ સમાન આણંદ જિલ્લામાં પશુપાલન વ્યવસાય ખૂબ જ વિકાસ પામ્યો છે. જિલ્લામાં ઉપલબ્ધ સુગ્રથિત સહકારી માળખાનો લાભ નાના પશુપાલકોને મળી રહયો છે. કૃષિ મહોત્સવ દરમ્યાન પશુપાલકોને દૂધાળા પશુ યોજના અંગે સમજૂતી આપવામાં આવી હતી.
દૂધાળા પશુના એકમ સ્થાપવા વ્યાજ સહાયની યોજના અમલમાં છે જેમાં ૪ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૧૦૦ ટકા અને ૧૦ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૭૫ ટકા સહાયનું ધોરણ નિર્ધારીત છે. યોજનાનો લાભ જનરલ, અનુસૂચિત જનજાતિ અને અનુ.જાતિ ના પશુપાલકોને મળે છે. યોજનાના અરજીપત્રક જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાÝÖ, આણંદ અથવા તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સા અધિકારી,પશુ દવાખાના પર×í ઉપલબ્ધ થશે.
અરજદારે અરજીપત્રક સાથે બાંહેધરી પત્રક, જમીનના દાખલા, ધાસચારાની વ્યવસ્થા અંગેની વિગત જરૂરી આયોજન અને અંદાજ સાથે રજૂ કરવાની હોય છે. અરજદાર પાસે પશુના ધાસચારા માટે પિયત વાળી જમીન અથવા લીલા સૂકા ધાસચારાની વ્યવસ્થા હોવી આવશ્યક છે. બેંક દ્વારા અરજી મંજૂર થયા બાદ ધિરાણ ઉપલબ્ધ થયે થી યોગ્ય ચકાસણી કરીને વ્યાજની માગણી અનુસાર સહાયનું ચૂકવણું થાય છે.

આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મી જુન ના રોજ યોજાશે
અરજદારોએ તેમના પ્રશ્નો તા. ૧૦ મી જુન સુધી મોકલી આપવા
આણંદ-આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩-૬-૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી સરકીટ હાઉસ, આણંદ ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો રજુ કરવા ઇચ્છતા અરજદારોએ તેમની ફરિયાદની વિગતો સાથેની અરજી બે નકલમાં સંબંધિત ખાતાના અધિકારીના હોદ્દાને ઉદ્દેશીને મોકલી તેની એક નકલ કલેકટર કચેરીએ મોકલવાની રહેશે.
અરજી રજુ કરવાની સમય મર્યાદા તા. ૧૦-૬-૨૦૧૧ સુધીની છે. અરજદારોએ આ કાર્યક્રમમાં હાજર રહેવુ હોય તો તેઓએ તા. ૨૩-૬-૨૦૧૧ના રોજ સવારે ૧૦/૧૫ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતે હાજર થઇ નોંધણી કરાવવાની રહેશે. રજુ થયેલ પ્ર­શ્નોનું નિરાકરણ તે જ દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી કરવામાં આવશે. જેથી અરજદારોએ જાતે હાજર રહેવા વિનંતી છે. અરજદારોએ અરજીની અંદર પોતાનો ટેલીફોન નંબર અથવા મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ગામડાના પ્રશ્નો ઉકેલવા રાજય સરકારની નવી પહેલ

વરાછા પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલા વાહનો ખરીદવા છે?

સૂરતઃવરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટ આર.એસ. પટેલના જણાવ્યા પ્રમાણે બીનવારસી હાલતમાં કબ્જે કરવામાં આવેલા વાહનો પૈકીના ૧૩૦ જેટલા વાહનોની હરાજી કરવા માટે મદદનીશ પોલીસ કમિસનર એ-ડીવીઝન દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે આ વાહનોની જાહેર હરાજી તા.૧૦, ૧૨ અને ૧૪ જૂનના રોજ સવારે ૯ઃ૦૦ વાગે વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે. જ્યારે તા. ૧૬મીના રોજ ૩૮ વાહનોની હરાજી જુની નશાબંધી ઓફીસ ખાતે કરવામાં આવશે. હરાજીની શરતો હરાજીના દિવસે રૂબરૂ જણાવવામાં આવશે.

સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠેક ૧૮મીએઃ

સૂરતઃ બુધવારઃ- સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આગામી તા.૧૮/૬/૧૧ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી એ.જે.શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. અધિકારીઓ માટે યોજાનારી બેઠક સવારે ૧૧.૦૦ વાગે યોજાશે.  જયારે પ્રજાના પ્રતિનિધિઓ સાથે યોજાનારી ભાગ-૧ની બેઠક બપોરે ૧૨.૦૦ વાગે યોજાશે.

ઘરઘાટી રાખતા પહેલા પોલીસ સ્‍ટેશને જાણ કરવા હુકમ

અમદાવાદ
શહેરમાં બનેલ ચોરી, લૂંટ, ખૂન, જેવા ગુન્‍હાઓમાં કેટલાક કિસ્‍સાઓમાં ઘરઘાટીની સંડોવણી જણાઇ છે. મહદ અંશે ઘરઘાટીઓ પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહેતા હોય છે અને તેઓ વિષે માલિક પાસે અગર તો પોલીસ પાસે માહિતી હોતી નથી, પરિણામે તેઓને પકડવા મુશ્‍કેલ બને છે જેથી પોલીસ કમિશનર, અમદાવાદે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્‍તારમાં કોઇ મકાન માલિક કે મકાન ભાડુઆત કોઇ વ્‍યકિતને ઘરઘાટી તરીકે કામ ઉપર રાખતાં પહેલાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને તેની સંબંધિત માહિતી ઘરઘાટીનું નામ, અમદાવાદનું સરનામુ, તેની સાથેના માણસની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતાં હોય તે માલિકનું નામ, સરનામુ, અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ, સરનામુ, અમદાવાદમાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામુ, પોલીસ સ્‍ટેશન સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ, બહેન, માતા, પિતાના નામો, પરિણિત હોય તો સાસરીનું નામ, સરનામુ તેમજ ઓળખની નિશાનીઓ સહિતની વિગતો આપવાનું ફરિજયાત બનાવ્‍યું છે. આ જાહેરનામુ તા.7-8-2011 સુધી અમલમાં રહેશે.

ભાડુઆત રાખતા પહેલાં વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી

અમદાવાદ : આતંકવાદી અને અસામાજિક તત્‍વો ગુપ્‍ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતી જોખમાય તેવી પ્રવૃત્તિ કરે નહી તે માટેની સાવચેતી રાખવાના પગલા રૂપે શહેરીજનોએ ભાડુઆત રાખતા પહેલા ભાડૂઆતની તમામ વિગતો જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં આપવાનો જાહેર હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ફરમાવ્‍યો છે.
શહેર પોલીસ કમિશનર વિસ્‍તારમાં કોઇ મકાન, ઔદ્યોગિક એકમો ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્‍ડ સ્‍ટોરેજના માલિકો કે સંચાલકોએ સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં ભાડુઆતોના નામથી લઇ ફોટો ઓળખપત્ર સુધીની તમામ વિગતો આપ્‍યા વગર ભાડુઆત રાખી શકશે નહિ.

સર્વ શિક્ષા અભિયાનમાં ગુજરાતને કેન્દ્રનો અન્યાય: શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ

સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર દ્વારા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે, તે અંગે ગુજરાતનાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ નારાજગી વ્યકત કરી હતી. દિલ્હી ખાતે યોજાએલી રાજયોના શિક્ષણમંત્રીશ્રીઓની એક બેઠકમાં શ્રી વોરાએ જણાવ્યુ હતું કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રતિ વ્યક્તિદીઠ આંધ્રપ્રદેશને રૂ. ૨૨૭, બિહારને રૂ.૬૪૮, રાજસ્થાનને રૂ.૫૦૮, ઓરિસ્સાને રૂ.૪૬૩, પશ્ચિમ બંગાળને રૂ.૪૬૧ અને તામિલનાડુને રૂ.૧૯૪ ની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે તેની સરખામણીએ ગુજરાતને માત્ર રૂ.૧૭૦ ફાળવવામાં આવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૧-૧૨ માટે મંજૂર થયેલા રૂ.૧૮૬૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ ગુજરાતને હજી સુધી કરવામાં આવી નથી તે અંગે પણ શ્રી વોરાએ ખેદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (આરએમએસએ) યોજનામાં પણ કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાનું જણાવીને શ્રી વોરાએ કેન્દ્ર સરકારને આરએમએસએ યોજના હેઠળ ગુજરાતમાં નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરવાની માંગ કરી હતી.
શ્રી વોરાએ કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અધિનિયમ કેન્દ્ર સરકારે ઘડ્યો હોવા છતાં મોટા ભાગની નાણાકીય જવાબદારી રાજયોના શિરે આવી પડી છે.
શ્રી વોરાએ વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર આગામી બે મહિનામાં ૧૩,૩૨૦ જેટલા પ્રશિક્ષિત શિક્ષકોની ભરતી કરશે. રાજયમાં જનભાગીદારીથી ચાલતી શાળાઓ અંગે શ્રી વોરાએ જણાવ્યુ હતું કે શાળાઓને તેમની કામગીરીને આધારે અનુદાન આપવામાં આવે છે.બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમઃ નોંધણીની પાકવાર તારીખો

ગાંધીનગરઃ ખેત ઉત્પાદન વધુ મેળવવા પ્રમાણિત બીજ ખૂબજ જરૂરી છે ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરીને ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ નોંધણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
તદ્અનુસાર ખરીફપાકો શંકર કપાસ, જયુટ, બાજરી, મકાઇ, તલ, સૂર્યમુખી, સોયાબીન, મગ, અડદ, ચોખા, તુવેર,ગુવાર, શાકભાજી- ઘાસચારા પાકો, જુવાર, ડાંગર, મરચા માટે ૩૧ મી જુલાઇ ૨૦૧૧, દિવેલા અને વરિયાળી માટે ૩૧ મી ઓગસ્ટ ૨૦૧૧, સેમી રવિ પાકો બાજરી, મકાઇ, જુવાર,ગુવાર, સોયાબીન કઠોળ શાકભાજી પાકો તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૧૧ ઉનાળુ પાકો બાજરી, મકાઇ, ડાંગર અને અન્ય માટે ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૧૨, તલ માટે ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૨, મગફળી કઠોળ શાકભાજી પાકો તથા દિવેલા માટે ૧૫મી માર્ચ ૨૦૧૨ નક્કી કરવામાં આવી છે.
વધુ વિગત માટે ગુજરાત રાજય બીજ પ્રમાણિત એજન્સી- અમદાવાદ બીજ પ્રમાણન ભવન શ્યામલ રો હાઉસ વિભાગ-૫ બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રો હાઉસ સામે સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટે.નં- ૦૭૯ ૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦ નો સંપર્ક કરવો

બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ લક્ષરાજે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે શ્રી બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ શ્રી લક્ષરાજ મેવાડે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને મહારાણા પ્રતાપનું તૈલચિત્ર, દેશભકિતની શુભેચ્છાના પ્રતીકરૂપે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. આવા (Aava) મીનરલ વોટરના સંચાલકશ્રી બહેરામ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

સાયકલ અને ટુ વ્‍હીલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ

રાજકોટ– આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. જાહેર વ્‍યવસ્‍થા, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્‍તારમાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્‍હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્‍ટોએ જયારે જયારે આવા સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલરો વાહનો વેચવામાં આવે ત્‍યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્‍ય પાલન કરવાના હુકમ જારી કરાયા છે.
આવા વાહનો ખરીદનારાને અવશ્‍ય બિલ આપવુ અને તેની સ્‍થળપ્રત કબ્‍જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્‍થાનુ પ્રમાણપત્ર કે સ્‍થાનીક અગ્રણીઓ જેવા કે મ્‍યુનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્‍હિલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો, સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હિલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્‍હીલર પોલિસ કબ્‍જે લઇ શકાશે

રાજકોટ – ભૂતકાળમાં ગુજરાત રાજયમાં જાહેર જગ્‍યાઓ ઉપર બોમ્‍બ વિસ્‍ફોટ કરવા માટે સાયકલ તથા ટુ વ્‍હીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્‍ય સામાનમાં વિસ્‍ફોટક સામગ્રી, રાખી બોમ્‍બ ધડાકા કરવામાં આવેલ છે. જયાં લોકોની વધુ સંખ્‍યામાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્‍યાએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્‍મક કૃત્‍યોને રોકવા શ્રી ગીથા જોહરી પોલીસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા ટીફીન બોકસ કે અન્‍ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્‍હિલર વાહનો જાહેર રસ્‍તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્‍યકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્‍તારમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
ટીફીન બોકસ કે અન્‍ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્‍હિલર વાહનો જાહેર જગ્‍યા/રસ્‍તા તથા ફુટપાથ ઉપર કોઇ વ્‍યકતીની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે સાયકલ, ટુ વ્‍હીલર તથા ટીફીન બોકસ કે અન્‍ય કોઇ સામાન પોલીસ તપાસ અર્થે કબ્‍જે લઇ શકશે.
આ હુકમનો ભગં કરનાર શિક્ષાને પાત્ર થશે.

માર્ગ-મકાન મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્‍તે ગોંડલમાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ થશે ૧૮ કચેરીઓનો એક જ સ્‍થળે સમાવેશ થતા લોકોને સુગમતા

રાજકોટ– રાજયના મહેસૂલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્‍તે તા. ૧૦-૬-૧૧ના રોજ બપોરે ૪-૦૦ વાગે ગોંડલ ખાતે રૂ. ૧૦૩૧,૫૪ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન સેવાસદનનું લોકાર્પણ થશે. રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોંડલના ડેરી બિલ્‍ડિંગ કેમ્‍પસમાં ત્રણ માળનું અદ્યતન સંકૂલ બંધાયું છે. જેમાં સરકારશ્રીની ૧૮ જેટલી કચેરીઓ બેસશે. જેને કારણે તાલુકાની આમ જનતાને આ સરકારી કચેરીઓ સાથેના કામકાજ સબંધે સુગમતા થશે. આ નવું તાલુકા સેવા સદન બંધાતા સરકારની જુદી જુદી ૧૧ (અગ્‍યાર) જેટલી કચેરીઓ હાલ ભાડાના મકાનમાં બેસે છે અને ભાડા પેટે વાર્ષિક રૂ. પ,૧૭ લાખનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે તે બંધ થશે.
માર્ગ મકાન વિભાગ દ્વારા લોકોને સુવિધા મળે અને લોકોનાં કામકાજ એકજ સ્‍થળે ઝડપથી થઇ શકે તે માટે ગોંડલ ખાતે સેવા સદન બાંધવાનું કામ ર૦૦૯-૧૦માં હાથ ધરાયું હતું. આ ભવનના બાંધકામ માટે સરકારશ્રી હસ્‍તકની ડેરી બિલ્‍ડિંગ કેમ્‍પસમાં રહેલી જમીનની ફાળવણી રાજકોટ, કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહિં ત્રણ માળનું ભવન રૂ. ૧૦૩૧.પ૪ લાખના ખર્ચે બંધાયું છે. જેમાં પ૪ જેટલા રૂમો છે. આ ભવનનું કૂલ પ૩૯૮ ચો.મી. બાંધકામ છે. આરસીસી ફ્રેમ સ્‍ટ્રકચર અને ભૂકંપ પ્રતિરોધક ડીઝાઇન અનુસાર બાંધકામ થયું છે.
આ કેમ્‍પસને આંતરિક કોંક્રિટ રસ્‍તા, પાર્કિગ સુવિધા વોટર હાર્વેસ્‍ટીંગ સીસ્‍ટમ, ડ્રીપ ઇરીગેશન, પાણીની સુવિધા માટે બોર અને પમ્‍પ રૂમ તેમજ વૃક્ષારોપણની સુવિધાઓથી સજ્જ કરાયું છે.
આ કેમ્‍પસમાં બેસનારી જુદી જુદી કચેરીઓ માટે જરૂરી ઓફિસ ફર્નિચરની પણ સુવિધા ઉપલબ્‍ધ કરાઇ છે.
રાજય સરકારના અભિગમ મુજબ ‘‘આપણો તાલુકો વાઇબ્રન્‍ટ તાલુકો’’ કચેરીના ખાસ એ.ટી.વી.ટી. સેન્‍ટરનું બાંધકામ પણ અહિં થયું છે.
આ કેમ્‍પસમાં નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજીસ્‍ટ્રાર, તિજોરી, માર્ગ મકાન વિભાગ, પંચાયત તેમજ સિંચાઇ વિભાગ, પ્રોહીબીસન એન્‍ડ એકસાઇઝ, એગ્રીકલ્‍ચર ઇન્‍સ્‍પેકટર, તોલમાપ, બાગાયત, સહકાર, વેચાણવેરા, શ્રમ વિભાગ, સીટી સરવે, એ.ટી.વી.ટી. સેન્‍ટર એમ જુદા જુદા ખાતાની ૧૮ કચેરીનો સમાવેશ કરાયો છે.
આ તાલુકા સેવા સદનના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી બી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી બી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.એસ.માકડીયા તેમજ મદદનીશ ઇજનેરશ્રી એન.કે.ત્રિવેદી વગેરેનો સહયોગ રહ્યો હતો.

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે યોગ શિબિર યોજાશે

રાજકોટ-સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્‍લાઓમાં અનુસૂચિત જાતિની વસ્‍તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા. ૩૦-૦૬/૨૦૧૧ પહેલા યોગ શિબિરનું આયોજન વિનામુલ્‍યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, બહુમાળી ભવન, રેઇસકોર્ષ, રાજકોટ ફોન/મોબાઇલ નં. (૦૨૮૧)૨૪૪૭૦૮૦ / ૯૮૨૫૬૧૩૨૯૨ ઉપર સિનીયર કોચનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્‍યે મેળવવાના રહેશે. આ પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. ૧૫/૦૬/૨૦૧૧ સુધીમાં ઉકત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશ. પસંદ થયેલ ઉમેદવારોને સિનીયર કોચ દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે તેમ સિનીયર કોચ, જીલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, રાજકોટ દ્વારા જણાવાયું છે.

જેતપુરમાં રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદન બનશે ૯મી જૂને મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે

જેતપુરમાં રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદન બનશે ૯મી જૂને
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે


જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી ૩૨૭૮.૭૬ ચો.મી. જમીનમાં ત્રણ મજલાની ઇમારતમાં મામલતદાર,સબ રજીસ્ટ્રા ર સહિત ૧૧ કચેરીઓ બેસશે રાજકોટ ૮ જુન – ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિથી ધમધમતા જેતપુર શહેર અને તાલુકાના લોકોની સુવિધામાં હજુ વધારો થવાનો છે. રાજય સરકાર દ્વારા જંગી રકમની ફાળવણી કરવામાં આવતા જેતપુર શહેરની જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી જમીનમાં તાલુકા સેવા સદન બનાવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા જેતપુર તાલુકા સેવા સદનમાં મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સહિત કુલ ૧૧ જેટલી સરકારી કચેરીઓ કાર્યરત થશે. જેતપુર તાલુકા સેવા સદનનું ખાતમહૂર્ત તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યેચ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવશે. રાજકોટ કલેકટરશ્રી દ્વારા વર્ષ ર૦૦૩માં જેતપુરના સર્વે નંબર-૧૪ પૈકીની જૂનાગઢ રોડ પર સીડ ફાર્મ તરીકે ઓળખાતી જમીન સરકારી ઉપયોગ માટે માર્ગ અને મકાન વિભાગને ફાળવવામાં આવી હતી. જેમાં તાલુકા સેવા સદન ૩૨૭૮.૭૬ ચોરસ મીટરમાં બનશે. આ માટે રાજય સરકાર દ્વારા રૂ. ૧૦.૨૧ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડજરિંગ પ્રક્રિયા કરાયા બાદ જે.પી.સ્ટ્રીકચરને આ કામ સોપવામાં આવ્યું્ છે. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. આ કામના નકશા મુખ્ય સ્થીપતિ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. તે પૈકી ગ્રાઉન્ડચ ફલોર પર ૧૩૮૪ ચો.મિ. પ્રથમ માળ પર ૧૩૮૩ ચો.મિ., બીજા માળે ૧૨૪૨ ચો.મિ. અને ત્રીજા માળ પર ૧૨૫૮ ચોરસ મિટરનું બાંધકામ થશે. બારી દરવાજા એલ્યુ મિનીયમ સેકશન પાઉડર કોટેડ તથા એફઆરપીના લેવામાં આવ્યાજ છે. ઓફિસના બહારના ભાગે હેરીટેજ પ્લારસ્ટજર કરવામાં આવશે. આંતરિક રસ્તાા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિાશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંેગ, ટ્રી પ્લા્ન્ટેાશન, બોર અને લિફટની સુવિધા રહેશે. એકાદ વર્ષમાં કામગીરી પૂર્ણ થતા મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડમ બી., જિલ્લાવ પંચાયત અને સ્ટેેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે. જેતપુરમાં અત્યાેરે ૬ જેટલી કચેરીઓ ભાડાના મકાનમાં બેસે છે. તેનું તાલુકા સેવા સદનમાં સ્થ,ળાંતર થતાં પ્રતિ માસ રૂ. ર લાખ ૪૦ હજારની બચત થશે. તાલુકા સેવા સદન માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.આર.ઠકકર જહેમત લઇ રહ્યાં છે.



મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ રાજકોટ જીલ્લાની મુલાકાતે રાજકોટ
ખાતે મહેસુલી કામગીરીની સમીક્ષા કરશે

જિલ્લા અને રાજકોટ શહેરની આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે ગોંડલ ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ તથા જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનનું ખાતમુહુર્ત કરશે

રાજકોટ ૮ જુન – રાજયના મહેસૂલ, આપત્તિ વ્યાવસ્થાીપન, માર્ગ મકાન તેમજ મહિલા અને બાળકલ્યાૂણ વિભાગના મંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ તા. ૯ અને ૧૦ જુનના રોજ રાજકોટ જિલ્લા્ની મુલાકાત લઇ જિલ્લાાની મહેસુલ વિભાગની કામગીરીની સમીક્ષા કરશે તેમજ અન્યઅ કાર્યક્રમોમાં ઉપસ્થિોત રહેશે. તેઓ તા. ૯મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનના કામનું ખાતમુહૂર્ત કરશે બાદમાં બપોરે બે વાગે જેતપુર નગરપાલીકાની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નીરીક્ષણ કરશે. તેઓ સાંજે પ.૦૦ વાગે રાજકોટ આવીને જિલ્લાઆની મહેસુલી કામગીરીની તેમજ સરદાર સરોવર નર્મદા નિગમની જમીન સંપાદન કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિટત રહેશે. મંત્રીશ્રી આનંદીબેન પટેલ તા. ૧૦મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે રાજકોટ મ્યુ નિ. કોર્પોરેશન વિસ્તાારની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નિદર્શન કરશે. બાદમાં બપોરે ર-૦૦ થી ૪-૦૦ ગોંડલ ખાતે નગરપાલિકા વિસ્તાઇરમાં આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે. તેઓ બપોરે ૪/૧૫ વાગે ગોંડલ ખાતે બંધાયેલ અદ્યતન તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરશે અને બાદમાં જામનગર જશે.

મંગળવાર, 7 જૂન, 2011

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ


MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .