અમદાવાદ
શહેરમાં બનેલ ચોરી, લૂંટ, ખૂન, જેવા ગુન્હાઓમાં કેટલાક કિસ્સાઓમાં ઘરઘાટીની સંડોવણી જણાઇ છે. મહદ અંશે ઘરઘાટીઓ પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહેતા હોય છે અને તેઓ વિષે માલિક પાસે અગર તો પોલીસ પાસે માહિતી હોતી નથી, પરિણામે તેઓને પકડવા મુશ્કેલ બને છે જેથી પોલીસ કમિશનર, અમદાવાદે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇ મકાન માલિક કે મકાન ભાડુઆત કોઇ વ્યકિતને ઘરઘાટી તરીકે કામ ઉપર રાખતાં પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનને તેની સંબંધિત માહિતી ઘરઘાટીનું નામ, અમદાવાદનું સરનામુ, તેની સાથેના માણસની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતાં હોય તે માલિકનું નામ, સરનામુ, અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ, સરનામુ, અમદાવાદમાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામુ, પોલીસ સ્ટેશન સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ, બહેન, માતા, પિતાના નામો, પરિણિત હોય તો સાસરીનું નામ, સરનામુ તેમજ ઓળખની નિશાનીઓ સહિતની વિગતો આપવાનું ફરિજયાત બનાવ્યું છે. આ જાહેરનામુ તા.7-8-2011 સુધી અમલમાં રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો