અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

૪૨ ઔદ્યોગિક પાર્કમાં ૧.૫૪ લાખની સુચિત રોજગારી ઉભી કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળા શ્રમ અને રોજગાર વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાએ આજે અત્રે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમા કર્મચારીઓ વિચારોના વિમર્શ દ્વારા સામુહિક ભાવનાની સાથોસાથ રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ ઝડપથી પહોંચે તે લક્ષથી કામ કરે તે જરૂરી છે,
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત ચિંતન શિબિર,2011 નો દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે દરેક કુટુમ્બને રોજી રોટી મળી રહે તે માટે ૩૩ સેઝ ને નોટીફાય કરવામા આવ્યા છે જેના દ્વારા ૪૨ ઔદ્યોગિક પાર્કમા ૧.૫૪ લાખ ની સુચિત રોજગારી ઉભી થવાની અપેક્ષા છે. વિકાસ અને લોકહિતના કામોમાં સાર્વત્રિક ઝડપ અને પ્રભાવ ઉભો કરવાનો અનુરોધ કરતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે રાજ્યમા ઔદ્યોગિક વિકાસના કારણે જે સંપનતા આવી છે તેના લાભો અને પરિણામોની સિધી અસર રોજગારીના વિવિધ પ્રકારો થકી છેવાડાના સામાન્ય માનવીને અનુભુતી થાય તે જરૂરી છે.સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમા ધબકતા ઉદ્યોગો અને ધબક્તુ યુવાધન વિકાસની પરિસિમાઓ ઓળંગી વાયબ્રન્‍ટ ગુજરાતના વિકાસમા સહ્ભાગી બને તે માટે ૬૧૨૦ ઔદ્યોગિક એકમોના ૧૩૫ નિર્દિસ્ટ વ્યવસાયોમા એપ્રેંન્ટીશ માટે ૩૮૦૦૦ થી વધુ બેઠકો ફાળવવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક ગ્રૂહોની લોકભાગીદારીથી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ શ્રેષ્ઠતમ તાલિમ આપવા કટિબધ્ધ છે અને તેમની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવા તેમની જરૂરિયાત પ્રમાણેના તેજ વિસ્તારને અનુકુળ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. અને રાજ્યની આઇ.ટી.આઇ. ના જુદા જુદા ૧૬૩ વ્યવસાયોમાં ૧,૧૭,૦૦૦ થી વધુ બેઠકો ઉપર તેમને તાલિમ આપવામા આવે છે. તથા અનસ્કિલ્ડ જનસમુદાયો માટે ઘર આંગણે તાલિમ આપવા ઓછી વસ્તિવાળા ગ્રામ વિસ્તારોમાં 150 કૌશલ્‍યવર્ધક તાલિમ કેન્દ્રો શરૂ કરીને સ્વરોજગારી આપવાની કામગીરી હાથ ધરી છે.
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલાએ ચિંતન શિબિરમાં થનાર સૂચનો અને વિચારોનો સમન્‍વય કરી વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બનાવવાનો અનુરોધ કહયોર્ હતો. સચિવ શ્રી વરેશ સિન્હાએ વિભાગના અધિકારીઓ હકારાત્મક અભિગમ દ્વારા સમયસર તેના ફળદાયી પરિણામો આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે નિયામક શ્રી જાદવે સ્વાગત પ્રવચન કર્યુ હ્તું અને વિભાગની કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. આ શિબિરમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સતત બે દિવસ જુદા જુદા ચાર ગ્રૂપમા વિચાર વિમર્શ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.

ટિપ્પણીઓ નથી: