અમદાવાદ શહેરી વિસ્તારમાં તા.૨૬/૭/૦૮ તથા મુંબઇ શહેરમાં તા૨૬/૧૧/૦૮ ના રોજ થયેલ આતંકવાદી હુમાલાના અનુસંધાને વાહન, હોટલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન સંવેદનશીલ જગ્ઓ તથા દરિયા કાંઠાના ચેંકીંગ દરમ્યાન રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આતંકવાદીઓને પકડવા તેમજ તેમને લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્રીય હિતમાં મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહેર જનતાનો સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે આથી બી.એ શાહે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગર જિલ્લો, ફોજદારી કાર્યરીતી અધિનિયમ - ૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઇએ ગાંધીનગર જિલ્લાની હુકમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની અમલવારી કરવા જાહેરનામું બહારપાડેલ છે.
જિલ્લાની હોટલ/ ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક મુસાફરના તેમના જ હસ્તાક્ષરમાં રજીસ્ટરમાં જરૂરી નોંધ કરવામાં આવે આ રજીસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. દરેક મુસાફર પોતાની સંપુર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે ગેસ્ટ હાઉસથી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/ સગા / ઓળખીતાનું નામ, સરનામું, ટેલીફોન / મોબઇલ નંબરની વિગતો આ રજીસ્ટરમાં નોંધવામાં આવે તે જોગવાઇ ફરજીયાતપણે કરાવવી તમેજ હકકીત નોંૅધાવવીની જવાબદારી હોટલ સંચાલકની નિયત કરવામાં આવે.
મુસારફરના ઓળખકાર્ડ (ચંૂટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયન્સન્સ, કચેરીનું ઓળખકાર્ડ વિગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી હોટલના દફરતમાં રાખવી. તમામ ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારોની હોટલ / ગેસ્ટ હાઉસોના લાયસન્સ નોંધવમાં આવેલ માલિક સિવાય કોઇએ હોટલનું સંચાલન કરવું નહીં તેમજ આવી હોટલ કોઇપણ પ્રકારના દિવાની હક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી વિગેરે અન્ય કોઇ વ્યકિતને સુપ્રત કરવા માટે મનાઇ જાહેર કરવામાં આવે.
ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ હોટલો/ ગેસ્ટ હાઉસો/ધાબાના માલિક તથા મેનેજર/ તમામ કર્મચારીઓના નામ, સરનામું નજીકના સગાની વિગતો, આંગળાની છાપો વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ/ ગેસ્ટહાઉસ કયા કયા સ્થળે આવેલ છે, તેમના માલિક / મેનેજર / સંચાલક નામ, સરનામું, ટેલીફોન/ મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન, સંબંધકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજીયાત આપવી
આ હુકમ તા. ૧૪/૫/૧૧ થી તા.૧૨/૦૭/૧૧ સુધી બન્ને દિવસો સહિત દિવસ ૬૦ માટે અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો