અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે યોગ શિબિર યોજાશે

રાજકોટ-સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્‍લાઓમાં અનુસૂચિત જાતિની વસ્‍તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા. ૩૦-૦૬/૨૦૧૧ પહેલા યોગ શિબિરનું આયોજન વિનામુલ્‍યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, બહુમાળી ભવન, રેઇસકોર્ષ, રાજકોટ ફોન/મોબાઇલ નં. (૦૨૮૧)૨૪૪૭૦૮૦ / ૯૮૨૫૬૧૩૨૯૨ ઉપર સિનીયર કોચનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્‍યે મેળવવાના રહેશે. આ પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. ૧૫/૦૬/૨૦૧૧ સુધીમાં ઉકત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશ. પસંદ થયેલ ઉમેદવારોને સિનીયર કોચ દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે તેમ સિનીયર કોચ, જીલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, રાજકોટ દ્વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: