અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ અમરેલીની જનતાએ ખાસ ખરીદી કરી બાળકો માટે નવા રમકડાંઓ અને પુસ્‍તકો કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીને અર્પણ કર્યા

અમરેલી-૨૦૧૧ દર વર્ષે યોજાતાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં આગામી તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ના રોજ ગ્રામ્ય કક્ષાએ તથા તા.૨૩ થી ૨૫ જૂનના રોજ શહેરી વિસ્‍તારમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાશે. પ્રવેશોત્‍સવની ઉજવણી દરમિયાન ધોરણ ૧ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતાં નાના-નાના ભૂલકાંઓને પુસ્‍તકો અને રમકડાંઓ આપી પ્રવેશ આપવામાં આવે છે.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્‍થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્‍તારોમાંથી પુસ્‍તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્‍તારમાંથી લોકોએ પોતાનાં વ્‍હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્‍યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્‍તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્‍તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: