પોરબંદર-પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સ્વ અને કન્યા કેળવણી મહોત્સ્વ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૨૩ થી ૨૫ જુન શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમ યોજાશે. આ શાળા પ્રવેશોત્સ્વમાં કુલ ૬૧૪૩ બાળકોનું નામાંકન કરાશે. જેમાં ૩૨૧૦ કુમાર અને ૨૯૩૩ કન્યાઓનું નામાંકન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ૪૪૪૫ અને શહેરી વિસ્તારમાં પોરબંદર, છાંયા, રાણાવાવ અને કુતિયાણામાં કુલ ૧૬૯૪ બાળકોનું નામાંકન કરાશે. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ રૂટ અને શહેરી વિસતારમાં ૫ રૂટ નકકી કરાયા છે.
આ શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સ્વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો