ભુજ-ગુરૂવારઃ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવાર ઉપરાંત માર્ચ-૨૦૧૧ અગાઉની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા આગામી જુલાઇ-૨૦૧૧માં લેવાનાર છે.
અગાઉ ઉચ્ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો