અમદાવાદ : મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવનું સમાજ ચેતનાનું અભિયાન, સતત નવમાં વર્ષે આગામી તા.16-17-18 જૂન ર011ના રોજ સમગ્ર ગ્રામવિસ્તારની તમામ 3ર77ર પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે અને તા.ર3-ર4-રપ જૂન ર011ના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર શહેરી ક્ષેત્રમાં હાથ ધરાશે
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ અભિયાનના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં છે તેની પ્રસ્તુતિ સાથે આ શૈક્ષણિક વર્ષના પ્રારંભે, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક અને સર્વસમાવેશક બનાવવાના આ સાક્ષરતા યજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી, મંત્રીમંડળ, તમામ સચિવશ્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત રર110 જેટલા મહાનુભાવો ત્રણ-ત્રણ દિવસ લગાતાર 18000 ગામડાં, 1પ1 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં દરરોજ પાંચ શાળાઓમાં કેળવણીની જ્યોત પ્રગટાવશે.
કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવ-ર011માં યોગદાન આપનારા આ તમામ મહાનુભાવોની સમક્ષ શિક્ષણ વિભાગે ભૂમિકા પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું કે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીના તુલનાત્મક દશ વર્ષની વિગતોએ સ્વયંસ્પષ્ટ કર્યું છે કે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને ગુણાત્મક પરિવર્તન માટે હાથ ધરેલા મંથનના ઉત્તમ પરિણામો આવ્યા છે, શિક્ષણને સમાજમાં ઉદાસિનતાને બદલે સાર્વત્રિક ઉત્સાહ અને સ્વીકૃતિ મળી છે. આપણે પૂરવાર કરી શકયા છીએ કે આપણું સામૂહિક મંથન પરિસ્થિતિ બદલવામાં કામિયાબ બન્યું છે.
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના અભિયાનની સફળતાના વિવિધ પાસાંઓની સવિસ્તર ભૂમિકા સમજાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્થાયિ અને ઘર કરી ગયેલી વ્યવસ્થા બદલવા ગામડાંના આ અભિયાન પ્રવાસોથી એવી જડીબૂટ્ટી હાથ લાગી છે કે સાચા અર્થમાં પ્રયાસો કરીએ તો ધાર્યા પરિણામો આવશે. આપણે નીતિ નિર્ધારણમાં આમૂલ પરિવર્તન કરી શકયા છીએ અને સમસ્યાઓનું સમાધાન લાવી શકયા છીએ એ વિશેષ ફલશ્રુતિ છે એમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ સાથે આરોગ્ય સંભાળનો સમન્વય કરીને ગુજરાતે આવતી કાલની પેઢી માટેની જે કાળજી લીધી છે તે સમગ્ર ટીમ ગુજરાતના ઉત્તમ શકિત અને યોગદાનને આભારી છે એમ તેમણે કન્યા કેળવણી યાત્રાના આ અભિયાનમાં પોતાની સમગ્ર ચેતના અને તાજગી સાથે જોડાવાનું સૌને આહવાન આપતાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી રમણભાઇ વોરાએ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા આ વર્ષે જે નવા આયામો, સુવિધાઓ અને ગૂણાત્મક સુધારાના પગલાંઓ લેવાઇ રહ્યાં છે તેની ભૂમિકા આપી હતી.
શિક્ષણના અગ્ર સચિવશ્રી હસમુખ અઢિયાએ પ્રારંભિક રૂપરેખામાં જણાવ્યું કે દશ જ વર્ષમાં ગુજરાતસ્ત્રી સાક્ષરતા, કન્યા કેળવણી, શાળા નામાંકન અને ગુણોત્સવમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી લક્ષિત સફળતા મેળવી શકયું છે.
પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ આગામી કન્યા કેળવણી યાત્રા અભિયાનની માર્ગદર્શક ભૂમિકા સાથે પ્રસ્તુતિ કરી હતી. નિયામકશ્રી આર. સી. રાવલે આભારદર્શન કર્યું હતું.
ગુજરાત સ્વર્ણિમ જ્યંતી નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્વર્ણિમ ખેલકૂદ મહોત્સવ માટે કલકત્તા ગુજરાતી સમાજને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને કલકત્તા ગુજરાતી સમાજના અગ્રણીઓએ ગાંધીનગરમાં મળીને, ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિ નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્વર્ણિમ ખેલકૂદ મહોત્સવના ઉત્સાહપ્રેરક આયોજનની રૂપરેખાથી માહિતગાર કર્યા હતા અને શ્રી રૂષિ દોશી તેમજ શ્રી નિમેષ ગાંધી શ્રેષ્ઠ રમતવીરો તરીકે જાહેર થતાં કલકત્તા ગુજરાતી સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમને પારિતોષિકો આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ ખેલકૂદ ઉત્સવ સહિત સ્વર્ણિમ જ્યંતી ઉજવણીમાં ઉત્સાહપ્રેરક ભાગ લેવા માટે ગુજરાતી સમાજ કલકત્તાને અભિનંદન આપ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો