મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ,બેચરપુરા અને બાસણા ગામે
મહેસુલ મંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 ના તેમજ
આંગણવાડીના બાળકોને પાટી પેન તેમજ ફળ ફળાદિનું વિતરણ કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર સમિતિને એવોર્ડ મહેસુલ મંત્રીશ્રીના હસ્તે અપાયો હતો.આ ઉપરાંત
ગામના સીનીયર સીટીઝનનું સન્માન,કીટ વિતરણ,ફળોનું વિતરણ,દાતાઓનું
સન્માન,ગરીબ કલ્યાણ મેળામાં બાકી રહેલ કીટોનું વિતરણ,સરસ્વતી સાધન સહાય
યોજના હેઠળ સાઇકલોનું વિતરણ,રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો