અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

પ્રથમ દિવસે ૧,૬૪,૨૩૬ બાળકોનું નામાંકન રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી સમાજ તરફથી રૂા. ૨,૯૭,૩૮,૭૬૯ના દાન મળ્યાં

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પ્રથમ
દિવસે રાજ્યમાં ૮૦,૩૮૬ કન્યાઓ અને ૮૩,૮૫૦ કુમારો સહિત કુલ ૧,૬૪,૨૩૬
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી
રહેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યની શાળાઓને રૂા. ૨ કરોડ, ૯૭
લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, શિક્ષણમંત્રી શ્રી
રમણલાલ વોરા અને શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ
રાજ્યભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ
લોક સહકાર મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક
વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિઘાલક્ષ્મી યોજના
અંતર્ગત રૂા. ૧૦૦૦/-ના નર્મદા બોન્ડ આપવામાં આવી રહ્યા છે. બાળકોના અને
ખાસ કરીને કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ
સમિતિ, માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.

ટિપ્પણીઓ નથી: